આ દિગ્ગજ ઇ – કોમર્સ કંપની ભારતમાં ગ્રાહકોને FD શરૂ કરવા આપશે વિકલ્પ

અમુક વર્ષ પહેલાં જ્યારે આપણને ઘર વપરાશની કોઈ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની જરૂર પડતી તો આપણે આજુબાજુની દુકાનોએ જઈને ખરીદી લાવતા હતા. અને જો તે ચીજવસ્તુઓ સરળતાથી ન મળી શકતી હોય તો તે વસ્તુ ખરીદવા માટે આપણે દૂર સુધી જવું પડતું હતું.

image soucre

પરંતુ છેલ્લા અમુક સમયથી વૈશ્વિક સ્તરે ઓનલાઇન શોપિંગનું જબ્બર ચલણ વધ્યું છે. અને હવે તેના કારણે મોટાભાગની ચીજવસ્તુઓ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. અને ઓનલાઇન ઇ કોમર્સ સાઈટમાં અમેઝોન બહુ દિગ્ગજ કંપની ગણાય છે.

અમેઝોન પે (Amazon Pay) એ ભારતમાં પોતાના ગ્રાહકોને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પ્રદાન કરવા માટે ઇન્વેસમેન્ટ પ્લેટફોર્મ કુવેરા (Kuvera) સાથે કરાર કર્યા છે.

image soucre

કોરોના મહામારી દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટનો પ્રયોગ વધ્યો હતો. અને હવે ડિજિટલ પેમેન્ટ ઘણું પ્રચલિત અને લોકપ્રિય બનતું જાય છે. ત્યારે વિશ્વ સ્તરની દિગ્ગજ ઇ કોમર્સ કંપની અમેઝોન (Amazon) ની યુનિટ અમેઝન પે ઇન્ડિયા (Amazon pay india) પોતાના યુઝર માટે એક નવી સુવિધા લઈને આવ્યું છે. આ નવી સુવિધા અનુસાર હવે યુઝર ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે FD (Fixed deposits) શરૂ કરી શકશે. અસલમાં ઉપર વાત કરી તેમ અમેઝોન પે ઇન્ડિયા (Amazon pay india) એ ભારતમાં પોતાના ગ્રાહકોને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પ્રદાન કરવા માટે ઇન્વેસમેન્ટ પ્લેટફોર્મ કુવેરા (Kuvera) સાથે કરાર કર્યા છે.

image soucre

જો કે અમેઝોન પે ની સ્પર્ધક ડિજિટલ પેમેન્ટ એપ ગૂગલ પે દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રકારની સેવા રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBI ની દેખરેખમાં છે.

હાલ અમેઝોન પે પર મળશે મ્યુચ્યુઅલ ફંડ અને FD ની સુવિધા

અમેઝોન પે ઇન્ડિયા (Amazon pay india) એ ગત બુધવારે જણાવ્યું હતું કે અમેઝોન પે ઇન્ડિયાની આ સુવિધા દ્વારા તેના ગ્રાહકો મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરી શકશે. જો કે હજુ સુધી એ જાણવા નથી મળી શક્યું કે અમેઝોન પે ઇન્ડિયાના ગ્રાહકોની ડિપોઝીટ કઈ બેંકોમાં જમા કરવામાં આવશે. શરૂઆતમાં કુવેરા મ્યુચ્યુઅલ ફંડ અને FD ની સુવિધા આપશે. અન્ય પ્રોડક્ટ્સને સમય સાથે જોડવામાં આવશે.

RBI ની દેખરેખ હેઠળ છે ગૂગલ પે ની FD ની સર્વિસ

image soucre

ગુગલ પે પોતાના ગ્રાહકોને FD ની સુવિધા પ્રદાન કરવા માટે સેતુ સાથે ટાઈ અપ કર્યું છે. ગુગલ પે પર શરૂઆતમાં ઈકવિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકની FD ની સુવિધા ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ પે ની આ પ્રકારની જાહેરાત બાદ એવી વાતો પણ બહાર આવી હતી કે મોટી ટેકનોલોજી કંપની અને બેંક વચ્ચે કરાર પર રિઝર્વ બેન્કની નજર છે કારણ કે તેનો પ્રભાવ વ્યાપક નાણાંકીય પરિદ્રશ્ય પર પડી શકે છે.