Amazon સાથે જોડાઈને તમે પણ મહિને કમાઈ શકો છો 55 થી 60 હજાર, જાણી લો જલદી કેવી રીતે

દિગગજ ઇ કોમર્સ સાઇટ અમેઝોન લોકોને રોજગારીનો એક નવો અવસર પૂરો પાડી રહી છે. હા, આ હકીકત છે. જો તમે પણ કોઈ એવા કામની શોધમાં હોય જેમાં સમયનો કોઈ પ્રતિબંધ ન હોય તો તમારા માટે અમેઝોન સાથે જોડાઈને કામ કરવાની આ સારી તક છે. આ કામ તમે તમારી મરજી અનુસાર કરીને મહિને 55,000 થી 60,000 રૂપિયા સુધીની આવક રળી શકો છો.

ડિલિવરી બોયની છે નોકરી

image source

અમેઝોન ભારતમાં પોતાનો બિઝનેસ વધારવા પ્રયત્નશીલ છે અને આ માટે સૌથી જરૂરી એ છે કે ગ્રાહકોને તેની ડિલ કરેલી પ્રોડક્ટ વહેલામાં વહેલી મળે. આ જ કારણ છે કે અમેઝોન કંપની ભારતના લગભગ તમામ શહેરોમાં ડિલિવરી બોયનું કામ કરી શકે તેવા લોકોની શોધમાં છે. આ જોબમાં ગ્રાહકોનું પેકેજ વેર હાઉસમાંથી લઈને તેના ઘર સુધી પહોંચાડવાનું હોય છે. જો તમે પણ આ કામ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તો તમારે પણ નજીકના અમેઝોન વેર હાઉસનો સંપર્ક કરવો જોઈએ.

10 થી 15 કિલોમીટરની રેન્જમાં સર્વિસ

કંપનીના કહેવા મુજબ, એક ડિલિવરી બોયને અંદાજે 100 થી 150 પેકેજ એક દિવસમાં ડિલિવર કરવાના હોય છે. આ બધા વેર હાઉસમાંથી કે 10 થી 15 કિલોમીટરના એરિયામાં હોય છે. આ માટે આ કામ 4 થી 5 કલાકમાં સરળતાથી પૂરું થઈ શકે અથવા તમારા કામ કરવાની રીત પર નિર્ભર છે. ખાસ વાત તો એ છે કે પ્રોડક્ટની ડિલિવરી સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી હોય છે એટલા માટે તમારી પસંદગીનો ટાઇમ સ્લોટ રાખી શકો છો.

image source

કઈ રીતે કરવી એપ્લાય ?

જો તમે આ જગ્યા માટે અત્યારે જ એપ્લાય કરવા માંગતા હોય તો તમારે આ લિંક https://logistics.amazon.in/applynow પર ક્લિક કરીને અરજી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ડિલિવરી બોય બનવા માટે તમારા પાસે ડિગ્રી હોવી જરૂરી છે. તમે સ્કુલ કે કોલેજ પાસ હોય તો તેનું સર્ટીફીકેટ હોવું જરૂરી છે. ડિલિવરી કરવા માટે તમારી પાસે તમારી બાઈક કે સ્કૂટર હોવું જરૂરી છે. સાથે જ બાઈક કે સ્કુટરનું આરસી, ઇન્શ્યોરન્સ કાયદેસર હોવું જોઈએ. સાથે જ અરજદાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે.

દર મહિને થઈ શકે 55 થી 60 હજાર

image source

ડિલિવરી બોયને દર મહિને નિયમિત પગાર મળે છે. અમેઝોનમાં ડિલિવરી બોયને 12 થી 15 હજારની ફિક્સ સેલેરી મળે છે જેમાં પેટ્રોલનો ખર્ચ તમારે ભોગવવાનો હોય છે. પરંતુ જો તમે પ્રોડક્ટની ડિલિવરીના હિસાબે પોતાની સેલેરી લેવા માંગતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એક પેકેજ ડિલિવરી કરવા પર તમને 10 થી 15 રૂપિયા મળે. ડિલિવરી સર્વિસ આપતી કંપની અનુસાર જો કોઈ આખો મહિનો કામ કરે અને રોજના 150 પેકેજ ડિલિવરી કરે તો આરામથી 55 થી 60 હજાર રૂપિયા પ્રતિ મહિના કમાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!