Site icon News Gujarat

અંબાજી નજીક અહીં આખુ નગર દટાયુ હોવાની આશંકા, 822 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવતા લોકો દોડ્યા જોવા

દાંતા નજીક સેંકડો વર્ષ જૂની મુર્તિઓ મળી આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. દાંતા નજીક દીવડી ગામની સીમમાં આવેલ ચામુંડા માતા મંદિરના વિસ્તારમાં જમીન સમતળ કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન જૈન ધર્મની 822 વર્ષ જૂની બે પૌરાણિક મૂર્તિઓ સહિત પૌરાણિક અવશેષો મળી આવ્યા છે. શુક્રવારે સાંજે મળી આવેલા પૌરાણિક સંપદાને લઇ મૂર્તિ જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. નોંધનિય છે કે આ પહેલા પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં સેંકડો વર્ષ જુની મુર્તિઓ મળી આવી છે.

પુરાતત્વ વિભાગે તપાસ હાથ ધરી

image source

દાંતા નજીક વશી ગ્રામ પંચાયતના કબ્જામાં આવેલ દીવડી ગામની સીમમાં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જેની આગળના ભાગમાં ગાડાં બાવળનું સામ્રાજ્ય છવાઇ જવા સાથે જમીન પણ ઊબડખાબડ હતી.દાંતાના દીવડી ગામે 822 વર્ષ જૂની મૂર્તિ મળી આવતા સ્થાનિકો સહિતના લોકોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. સાડા ચાર ફૂટની 2 જૈન મૂર્તિ મળી આવી છે. જૂની ઈંટો, જિનાલયના તૂટેલા ઘુમ્મટ મળી આવ્યા છે. જમીન સમતળની કામગીરી વખતે અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગે તપાસ હાથ ધરી છે.

822 વર્ષ જૂની મુર્તિઓ

image source

ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો અહી આવી રહ્યા છે. શુક્રવારની સાંજે જૈન સંપ્રદાયની વિવિધ સાડા ચાર ફૂટ જેટલી લાંબી મૂર્તિઓ સહિત જૂની ઈંટો, જિનાલયના તૂટેલા ઘુમ્મ્ટ સહિતના અવશેષો મળી આવ્યા હતા. જો કે,આ મૂર્તિઓની બારીકાઇથી નિરીક્ષણ કરતા સં.1254 એટલે કે 822 વર્ષ જૂની હોવા સાથે શ્વેતામ્બર જૈન ભગવાનની મૂર્તિ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ દાંતા મામલતદાર કચેરીએ થતા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા સ્થળ સ્થિતિનું રોજકામ કરી મૂર્તિઓને વશી ગ્રામ પંચાયતના સરપંચ સરદારભાઈ ડૂંગાઈસાને સુરક્ષિત રાખવા પંચાયત ઘરમાં મુકવામાં આવી છે.

અહીંનું ચામુંડા માતાનું મંદિર અતિ પ્રાચીન

image source

તમને જણાવી દઈએ કે એક લોકવાયકા મુજબ અહીંનું ચામુંડા માતાનું મંદિર અતિ પ્રાચીન છે. જેનો જીર્ણોધ્ધાર પણ તત્કાલીન મહારાણા ભવાનીસિંહજીએ આજથી 90 વર્ષ પૂર્વે કર્યો હતો. તો બીજી તરફ વૃદ્ધોની વાયકા મુજબ વશી ગામની સીમાડેથી વાંદરું ચઢતું જે સીસરાના ઘોડીયાળ જઇ ઉતારતું. ત્યારે પૌરાણિક એવું આ નગર કેટલું મોટું હશે, જે કાળક્રમે ધરતીમાં સમાઇ ગયું હશે. જેની સાક્ષી સ્વરૂપ ગામના સર્વે નંબર-137થી માંડી ઘોડિયાળ ગામ માર્ગના ગણછેરા સહિતના ગામોમાં પણ આજે પણ પ્રાચીન અવશેષો વેર-વિખેર પાડેલા જોવા મળી રહ્યા છે.

ગયા વર્ષે માળીયા હાટીનામાં મળી આવી મૂર્તિ

image source

ગયા વર્ષે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાંથી પૌરાણિક મૂર્તિ મળી આવી હતી. બુધેચા ગામની નદીમાં ખોદકામ દરમિયાન બે મૂર્તિઓ મળી આવી હતી. 200 કિલોના વજનવાળી શિવ દરબાર અને માતાજીની બે મુર્તી મળી આવી હતી. મામલતદારે સ્થળ રોજકામ કરી મૂર્તિને ટ્રેઝરી કચેરીના સ્ટોર રૂમમાં રાખી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version