થયો ફેરફાર, જાણો કઇ તારખી ખુલશે શક્તિપીઠ અંબાજી મંદિર, અને શું થયો સમયમાં મોટો ફેરફાર

શક્તિપીઠ અંબાજી મંદિરને લઈ આવ્યા મોટા સમાચાર, આ તારીખે ખુલશે, સમયમાં થયો ફેરફાર

image source

કોરોના સંકટ વચ્ચે હાલ દેશ ‘અનલોક ૧’ ના તબક્કામાં છે. જે હેઠળ સરકાર દ્વારા છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં પણ રૂપાણી સરકારે છૂટછાટ વધારી છે. આ હેઠળ હવે સોમવારથી રાજ્યભરમાં મંદિર, દેરાસર સહિતના ધર્મ સ્થળો ખુલી રહ્યા છે. ૭૫ દિવસ બાદ મંદિરો ઘંટનાદ-મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠશે. ભક્તો પણ અઢી મહિના બાદ ધાર્મિક સ્થાને જઇને ઇશ્વરના દર્શન કરવા માટે અધીરા બન્યા છે.

પરંતુ તેમ છતાં ભક્તો સીધે દર્શન નહીં કરી શકે. આ દરમિયાન ભક્તોએ સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. માહિતી મુજબ સીએમ રૂપાણીએ જિલ્લા મથકોના વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો-મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ચર્ચા કરી છે અને સમજાવ્યા છે.

image source

હવે ૧૨ જૂનથી અંબાજી મંદિર ખુલશે

કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા ૨૦ માર્ચથી બંધ અંબાજી મંદિર હવે ૧૨ જૂને ખુલશે. જો કે, આ દરમિયાન સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે ૮મી જૂનથી દેશભરમાં ધાર્મિક સ્થાનો ખોલવા ઉપરાંત હોસ્પિટાલિટી સેવાઓ કેટલીક શરતો સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં પણ સોમવારથી મોટાભાગના ધાર્મિક સ્થાનો ખુલી રહ્યા છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર હવે ૮ તારીખના બદલે ૧૨મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

સરકારના નિર્દેશોના પાલન મુજબ દર્શન માટે ખુલશે મંદિર

જાણકારી મુજબ, અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી સરકારના નિર્દેશો મુજબ ૧૨મી જૂનથી મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. મંદિરમાં સરકારની ગાઈડલાઈન મુજબ, ૬૫ વર્ષથી મોટી ઉંમરના અને ૧૦ વર્ષથી નાની ઉંમરના શ્રદ્ધાળુઓને મંદિરમાં ન લાવવા માટે સૂચના ભક્તોને અપાઈ છે. ઉપરાંત મંદિરના પરિસરમાં સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.

image source

દર્શનનો લાભ દિવસમાં ત્રણ વખત મળશે

આ સાથે જ મંદિરને દર્શન માટે દિવસમાં ત્રણ વખત ખોલવામાં આવશે. જેમાં સવારે ૭.૩૦થી ૧૦.૪૫ કલાક સુધી, આ બાદ બપોરે ૧ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધી અને સાંજે ૭.૩૦ વાગ્યાથી ૮.૧૫ વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. માતાજીના દર્શન માટે આવતા તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે માસ્ક પણ ફરજિયાત પહેરવાનું રહેશે. ઉપરાંત આ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જો કે, માહિતી મુજબ મા જગદંબાની આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે સરકારી ગાઇડલાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

image source

સરકારની મીટિંગ ધાર્મિક સંસ્થાના વડાઓ સાથે

આ પહેલા શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, ટ્રસ્ટી, સંતો, મૌલવીઓ, પાદરીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી મીટિંગ કરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી દર્શનાર્થીઓની વધારે ભીડ થતી હોય તેવા ધાર્મિક સ્થાનોએ ટોકન આપવા, સેનિટાઈઝરનો ઉપયોગ, બે લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવા સહિતના નિયમોનું પાલન કરવા માટે કહેવાયું હતું.

image source

ઉપરાંત પ્રસાદી કે ચરણામૃત આપવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અંબાજી મંદિરમાં દરેક યાત્રાળુઓને દર્શનના સમય મુજબ ટોકન પ્રવેશદ્વારથી મેળવવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત