અંબાજી મંદિર ભક્તો માટે 8 જુનથી ખુલશે, આ નિયમોમાં થયા ફેરફાર જાણો તમે પણ

અંબાજી મંદિર ભક્તો માટે ૮ જુનથી ખુલશે, ભક્તોને આરતીમાં પ્રવેશ નહી તેમ જ પ્રસાદ અપાશે નહિ.

image source

અનલોક 1.0 દરમિયાન ધીરે ધીરે હવે કોરોનાના ડર સાથે જીવવા માટે જનજીવન તૈયાર થઇ રહ્યું છે. આ સાથે જ અનેક ધર્મ સ્થાનો પણ સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે ખુલી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં જગતજનની મા અંબા ધામ અંબાજી મંદિર 8મી જુનથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. જો કે કોરોના સંક્રમણની અસરના કારણે શ્રી આરાસુરી અંબેના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તકેદારીના અનેક પગલા પણ લેવામાં આવ્યા છે. દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે “સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક અન્ય જરૂરી નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જે નીચે પ્રમાણે છે.”

મંદિરના ગર્ભગૃહમાં ૨૦ દર્શનાર્થીઓને જ પ્રવેશ

image source

કોરોના મહામારીના પગલે સરકારી માર્ગદર્શીકાને ધ્યાનમાં રાખીને વધુ લોકો માતાના ગર્ભગૃહમાં જમા ન થાય એ જોતા મંદિરના તંત્ર દ્વારા એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેથી કરીને માતાના ગર્ભગૃહમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન યોગ્ય રીતે થાય. આ કારણે જ તંત્ર દ્વારા દર્શન માટે આવેલા લોકોમાં માત્ર ૨૦ લોકોને જ ગર્ભમાં પ્રવેશ આપવામાં આવશે. કારણ કે વધુ લોકોનો સમાવેશ એમાં ખતરા રૂપ બની શકે છે.

મંદિરમાં આવનારા લોકોને પ્રસાદ નહિ મળે

image source

કોરોનાના કારણે હવે બધું જ બદલાઈ રહ્યું છે. વ્યવસ્થા અને રીત ભાત પણ કોરોનાના ડરથી અસર પામી રહી છે. આમ સંક્રમણ રોકવાના ધ્યેય સાથે મંદિરના મેનેજમેન્ટ દ્વારા ભક્તોને પ્રસાદ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કોરોનાના ચાલતા અંબાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ પણ હવે દર્શનાર્થીઓને આપવામાં આવશે નહિ.

માતાજીની આરતીમાં પ્રવેશ નહિ

image source

ગર્ભ ગૃહમાં માત્ર ૨૦ લોકો જ ઉભા રહી શકે એવી વ્યવસ્થાના પગલે મંદિરમાં આરતીના સમય દરમિયાન ભક્તોના પ્રવેશ પર બંદી લગાડવામાં આવી છે, આ સાથે જ મંદિરમાં તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન યોગ્ય રીતે થાય એની તકેદારી પણ મેનેજમેન્ટ રાખશે.

માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ મળશે

image source

કોરોનાના કારણે લાગેલા અંકુશોમાં આ પણ સામેલ છે. આ સમયગાળા દરમિયાન મંદિરના તમામ દરવાજા બંધ રાખવામાં આવશે તેમજ ભક્તોને માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને પગરખા, પર્સ બેલ્ટ, જેવી તમામ વસ્તુઓ થેલીમાં પેક કરી લગેજ રૂમમા આપવાના રહેશે. આવનાર દરેક ભક્તની શક્તિદ્વાર પાસે તૈનાત મેડિકલ ટીમ દ્વારા મેડીકલ તપાસ પણ કરવામાં આવશે અને શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી. આ ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને તેમ જ સોશિયલ ડિસ્ટન્સ યોગ્ય રીતે જળવાય એ રીતે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

મંદિરની ભોજનશાળા અનિર્ધારિત સમય માટે બંધ

image source

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય એ બાબત ધ્યાનમાં રાખતા મંદિરમાં રહેલી ભોજન શાળા પણ અનીર્ધારિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. કારણ કે આ ભોજનશાળામાં થતી લોકોની વધારે પડતી અવરજવર કોરોના સંક્રમણને ખુલ્લું મેદાન આપી શકે છે. આ મુજબ દર્શન કરવા આવનાર માઈભક્તોને અંબિકા ભોજનાલયમાં અપાતુ ભોજન પ્રસાદ પણ ભક્તોને નહીં અપાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત