અંબાજીમાં પોલીસ માનવતા ચૂકી, માસ્ક વિના સગર્ભાને રોકી, પછી જે થયું એવું ભગવાન કોઈની સાથે ન થવા દે…

અંબાજીમાં પોલીસ બની યમરાજ – સગર્ભા મહિલાને માસ્ક ન પહેરતા રોકી અને પછી ઘટી ગોઝારી ઘટના

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીએ જોર પકડ્યું છે અને સરકાર દ્વારા કેટલાક ખાસ નિયમોને બહાર પાડવામાં આવ્યા છે જેનું ફરજિયાત રીતે પાલન થાય તેવી સામાન્ય લોકો પાસેથી અપેક્ષા રાખવામા આવી છે અને આ ફરજ પાલન ખુદ પોલીસ કરાવી રહી છે. જેમ કે માસ્ક પહેરવું ફજિયાત છે, રસ્તા પર થૂંકવા પર કડક કામગીરી કરવામાં આવે છે તો વળી રસ્તા પર ટોળું કરવા પર પણ પ્રતિબંધ છે.

image source

પણ કેટલીકવાર એવું બનતું હોય છે કે ફરજ એટલી હદે પાળવાની જડતા દાખવવામાં આવે છે કે ગંભીર બાબત વિસરાઈ જાય છે અને તેનું ગોઝારુ પરિણામ ભોગવવાનો વારો આવે છે.

image source

તાજેતરમાં અંબાજીમાં આવી જ એક કરુણ ઘટના ઘટી ગઈ. અંબાજીમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી અને તે સમયે તેણીએ માસ્ક નહીં પહેરતા તેણીને પોલીસે અટકાવી રાખી હતી. વાસ્તવમાં રાધાબેન પીરાજી રબારી નામના સગર્બા મહિલાને તેમના પરિવારજનો મોડી રાત્રે પ્રસુતિ પીડા ઉપડતા અંબાજીની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી તેણીને પાલનપુર ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

પણ રસ્તામાં અંબાજી ડી.કે.સર્કલ પાસે પોલીસે અટકાવતા પરિવારજનોના કેટલાક સભ્યોએ માસ્ક નહીં પહેરતા અટકાવ્યા હતા અને તેમને અંબાજી પોલીસ સ્ટેશને લઈ જવામા આવ્યા હતા. તેમની સાથે એક ગર્ભવતિ મહિલા હતી જે પ્રસુતિની પિડા ભોગવી રહી હતી તેનો પણ ખ્યાલ રાખ્યા વગર તેમને બિનજરૂરી પ્રશ્નો પુછી અટકાવી રાખ્યા હતા.

image source

છેવટે મહાપરાણે પોલીસમાંથી છૂટ્યા બાદ પ્રસુતાને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં પેશન્ટની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. છેવટે ડોક્ટરે તેમને પાટણ-ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલ્યા. જ્યાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયેલું જણાતા પ્રસુતાનું સિઝેરિયન ઓપરેશન કરવું પડ્યું હતું. ત્યાર બાદ પ્રસુતાના પરિવાર જનો મૃત બાળકનું શવ લઈને પોલીસ સ્ટેશન પોલીસ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવા પહોંચી ગયા હતા. હાલ પોલીસ આ પરિવારજનો સાથે સમાધાનનો પ્રયાસ કરી રહી છે.

image source

લોકડાઉન ચાલી રહ્યુ હતું તે વખતે ઘણા બધા લોકો દવાના બહાના હેઠળ આરામથી બેરોકટોક શહેરમાં ચક્કર લગાવી શકતા હતા પણ જ્યારે અહીં એક વ્યક્તિને ખરેખર સારવારની જરૂર છે પણ તે માત્ર માસ્ક નહીં પહેરવાના કારણે સમયસર દવાખાને નહીં પહોંચવાથી પોતાનું બાળક ગુમારવી બેઠી છે. આવી કડકાઈ જો પોલીસ દ્વારા અન્ય બધી બાબતોમાં પણ રાખવામા આવે તો સમાજ વ્યવસ્થામાં ઘણો બધો ફરક જોવા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત