અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણી લો આગામી 4 દિવસોમાં અમદાવાદ સહિત ગુજરાતમાં શું થશે ઉથલપાથલ, સાથે જાણો કેવો રહેશે ઉનાળો

માવઠાની શક્યતાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ!

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. માર્ચ મહિનામાં ફૂંકાતા સૂકા અને ગરમ હવામાન વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલાં જ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તો લઘુતમ તાપમાન નીચું જતાં રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ થાય છે. બેવડી ઋતુનો અનુભવ વચ્ચે હવામાન નિષ્ણાંતોએ વાદળછાયા વાતાવરણ સાથે માવઠાની આગાહી કરી છે.

હવામાન વિભાગે પણ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. તાપમાન ઘટતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ અને બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા રાજ્યમાં મોટી અસર જોવા મળી શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.1 ડિગ્રી નોંધાયું છે.

image source

દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં માર્ચના શરૂઆતના દિવસોમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. જ્યારે હવે માર્ચના આગામી દિવસોમાં પશ્ચિમની વિક્ષેપની અસર એક પછી એક આવતી રહેશે. જેના લીધે, દેશના પશ્ચિમોત્તર ભાગોમાં પણ તેની અસર વર્તાશે. પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં 7 માર્ચથી ભારે હિમવર્ષા, વરસાદ, પવનની ગતિ સાથે કમોસમી વરસાદની શક્યતા છે. જેની અસરતળે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે.

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે, ગલ્ફનું ધૂળકટ ગુજરાતના કચ્છના ભાગોને પ્રભાવિત કરી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં 7 અને 8 માર્ચે વાદળો જોવા મળી રહ્યા છે. 15 માર્ચ સુધીમાં રાજ્યના હવામાનમાં વાદળવાયુ અને કવચિત માવઠા જેવું હવામાન બનશે.

image source

12થી 15 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું થવાની શકયતા

અંબારામ દા. પટેલની આગાહી મુજબ રાજ્યમાં 12થી 15 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું થવાની શકયતા છે. ગલ્ફમાંથી ઉડતી ધૂળ કચ્છના વિસ્તાર પર આવી પહોંચી છે. દરિયાકિનારા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ગરમી સાથે માવઠું અને ધૂળભરી આંધીઓ આવશે.માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં 14થી 15 માર્ચ બાદ તાપમાન વધશે. 15 માર્ચ બાદ કેટલાક ભાગમાં 41થી 42 તાપમાન રહેવાની સંભાવના છે.

image source

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે.

મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે. આ સાથે જ માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે.તો એપ્રિલ મહિનામાં ધૂળની ભરી આંધી ફૂંકાશે અને મેં મહીનામ પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધશે.

image source

જીરું સહિતના પાકની કાપણી સમયે ખેડૂતો સાવધાની રાખે

સામાન્ય રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી 35થી 40 ડિગ્રીની વચ્ચે પહોંચી ગઈ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબારામ દા. પટેલની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં ઓચિંતો પલટો આવશે. જેને પગલે ખેડૂતોએ પણ સાવધ રહેવું પડશે. જીરું સહિતના મસાલા પાક તૈયારી ઉપર છે. આવા સમયે ખેડૂતોએ ખાસ સાચવવું પડશે. કાપણી સમયે ખેડૂતોએ ખેતર પર ખાસ ધ્યાન આપવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!