અંબાણીના ઘરની બહાર મળી આવેલ કાર અંગે થયો ચોંકાવનારો ખુલાસો, પોલીસને મળી આરોપી સુધી પહોંચવાની કડી

તાજેતરમાં મુકેશ અંબાણી ખુબ ચર્ચામાં છે, તાજેતરમા જ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીને જીવથી મારવાની ધમકી મળી છે. મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો મળી. પોલીસે આ મામલે એક્શન લેતા એફઆઈઆર નોંધી લીધી છે. મુંબઈ પોલેસના સૂત્રોના હવાલે આ સ્કોર્પિયોમાં એક ચિઠ્ઠી મળવાની માહિતી પણ છે. જેમા આખા અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સામે આવેલ માહિતી મુજબ સ્કોર્પિયોમાં મળેલ બેગ પર મુંબઈ ઈંડિયંસ લખ્યુ હતુ. આ સાથે જ ધમકી આપતા કહેવામાં આવ્યુ કે તમે અને તમારો આખો પરિવાર સાચવી જાવ. તમને ઉડાવવાની પુર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે

,

image soucre

મળતી માહિતી મુજબ, એક આતંકવાદી સંગઠને મુબઇમા અંબાણીના ઘરની બહાર જિલેટીનયુક્ત લાકડીઓ રાખવાની જવાબદારી સ્વીકારી હતી. મીડિયા રિપોર્ટસના મતે આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મૂકયાની જવાબદારી લીધી છે. કહેવાય છે કે ઘટનાની જવાબદારી લેતા જૈશ-ઉલ-હિંદે કહ્યું કે મોટું પિકચર આવવાનું હજી બાકી છે. તે સંસ્થાએ સોશિયલ મીડિયા પર સામે આવીને પણ આ બાબતે જવાબદારી સ્વીકારી લીધી છે. જો કે, ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા જણાવામાં આવ્યું છે કે, કદાચ કોઈ સંસ્થા પોતાને ચર્ચામાં આવવા માટે એવું કામ કરી રહી હોય તેવું પણ બની શકે છે. આ મામલે તપાસ કરતા આજ સુધી આવી કોઈ કડી મળી નથી. તપાસ સાથે જોડાયેલા સૂત્રોના આપેલ માહિતી અનુસાર, આ આતંકી સંગઠન માત્ર પ્રખ્યાત થવા માટે આ કરી રહ્યું છે.

image source

તપાસ કરનાર અજણાવે છે કે, આની પહેલા તેણે દિલ્હી એમ્બેસીની બહાર પણ બ્લાસ્ટ કેસના દાવા અંગે તપાસ કરી હતી, પરંતુ તપાસમાં હજી સુધી કોઈ કડી મળી નથી અને અહી પણ તેવી જ ઘટના બની છે. જેમાં અંબાણી કેસની તપાસમાં પણ હજુ સુધી કોઈ કડી મળી આવી નથી. જોવા જઈએ તો ઘટના કઈક આ રીતે સામે આવી હતી, મુકેશ અંબાણીના ઘરની નજીક જિલેટીન લાકડીઓથી ભરેલા વાહન મળી આવ્યા હતાં અને આ વાહનો મળતાંની સાથે જ આ વાહનો અહી ક્યાંથી આવ્યા? , કોણ લાવ્યું હશે? ,શા માટે લાવ્યા હશે? જેવી ચર્ચાઓ ચારે તરફ થવા લાગી છે, પરંતુ પોલીસને હજી સુધી આ સવાલોનો કોઈ જ જવાબ મળી શક્યા નથી.

image soucre

આ અંગે તપાસમાં જોડાયેલ ટીમ જણાવ્યું હતું કે, એમને ઘણી ચાવી મળી છે, જેના આધારે તેઓ તેની તપાસ આગળ વધારી રહ્યાં છે. પોલીસને ષડયંત્રમાં વપરાયેલી ઇનોવા કારના ફૂટેજ હવે મળી ચૂક્યાં છે, જેમાં જોતાં ખબર પડે છે કે, આરોપીઓ ટોલ નાકા દ્વારા મુંબઈની બહાર જઈ રહ્યા છે. શુક્રવારે સાંજે જ્યારે દક્ષિણ મુંબઈના પેડદર રોડ વિસ્તારમાં જીલેટીન લાકડીઓથી સજ્જ સ્કોર્પિયો કાર મળી હતી, ત્યારે પોલીસ તે જોઈને ચોંકી જ ગયાં હતાં. ત્યારબાદ આ કાર જ્યાં પાર્ક કરવામાં આવી હતી તે સ્થાન મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયાથી 600 મીટરના અંતરે મળી આવી હતી.

image source

જ્યારે આ મામલે વધુ તપાસ કરતા પોલીસે, સીસીટીવી તપાસ્યા બાદ મુંબઈ પોલીસને જાણવા મળ્યું કે આ સ્કોર્પિયો કાર સવારે 2.18 વાગ્યે ઉભી હતી. ચારે તરફ સવાલો થઈ રહ્યાં છે કે, અંબાણી વિરુદ્ધ આવું કોનું કાવતરું હોઈ શકે છે? મુંબઈ પોલીસે તપાસમાં નજીકની દુકાનનો સીસીટીવી મેળવ્યો છે જેમાં કાર પાર્ક પરથી પસાર થતી જોવા મળી રહી છે. પોલીસ આ કેસના નિરાકરણમાં ધીરે ધીરે સફળ થતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસને જાણવા મળ્યું છે કે, જિલેટીનની લાકડીઓથી ભરેલી સ્કોર્પિયો કાર ચોરી થઈ છે. આ કાર મુંબઇના ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ચોરી થઈ હોવાનું જાણવાં મળ્યું હતું. આ કારની માલિક જે છે તે વ્યક્તિને હવે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

image source

પૂછપરછ દમિયાન કારનો માલિક જણાવે છે કે, આ કાર મુંબઇના ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ચોરી થઈ હતી. આ સ્કોર્પિયો કાર સાથે એક ઇનોવા કાર પણ હતી. સીસીટીવી એ એક મહત્વનો પુરાવો છે, પરંતુ તે જાહેર કરતું નથી કે સ્કોર્પિયો કાર પાર્ક કરનાર વ્યક્તિ કોણ છે કારણ કે જ્યારે ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તે વ્યક્તિ તેના સ્કોરપિયો પાછળના દરવાજાની બહારથી ભાગ્યો હતો.આ બતાવે છે કે ગુનેગારોએ આ કામ કરતા પહેલા જ જીણવટાઈથી બધું જ પ્લાનીગ કર્યું હતું અને તેઓ જાણતા હતા કે સીસીટીવી ક્યાં લગાવવામાં આવી છે. પોલીસ કારની ચેસીસ નંબર અને એંજિન નંબર તપાસ કરે છે કે તે કોની કાર છે. આરોપીઓને આ વાત ખબર હતી, તેથી તેઓએ આ બંને નંબર ભૂંસી નાખ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!