અમદાવાદના આ નવા આવેલા DCPએ લીધી છે આ ખાસ વ્યક્તિ પાસેથી તાલીમ, સમજશે ગરીબોની વ્યથા

સામાન્ય રીતે ઘણા બધા મહેનતુ લોકો નાના પરિવારમાંથી આવીને પોતાની ક્ષમતાના જોરે પોતાનું સ્થાન બનાવતા હોય છે. હાલમાં અમદાવાદ શહેરમાં નવા નીમાયેલા DCPની સ્ટોરી પણ એવી છે. હજુ તો આ આઈપીએસ યુવા વયના છે, એમનો જન્મ રાજસ્થાનના બિકાનેર જીલ્લામાં થયો છે. અત્યંત ગરીબ અને પછાત પરિવારમાં જન્મેલા પ્રેમસુખ એ ઘરમાં ચાર સંતાનોમાંથી સૌથી નાના છે.

image source

પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાથી ઘણી વાર માતા પિતાની મદદ માટે એમણે બકરા ચરાવવાનું કામ પણ કર્યું છે. એમના માતા અને પિતા બંને અશિક્ષિત હતા પરિણામે શિક્ષણનું મુલ્ય એ લોકો બહુ સારી રીતે જાણતા હતા. ઘરનું ગુજરાન ચલાવવા જયારે પિતા ઊંટલારી ચલાવતા તો એમની સહાય માટે પ્રેમસુખ ભણતર સાથે બકરા પણ ચરાવી લેતા. જો કે પ્રેમસુખ પોતે પણ જાણતા હતા કે એમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી હવે એમની પાસે મહેનત સિવાયનો કોઈ જ વિકલ્પ રહેતો નથી.

પ્રેમસુખનું લક્ષ્ય સરકારી નોકરી જ હતું

image source

પ્રેમસુખના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં માતાપિતાએ મહેનત કરીને પોતાના સંતાનોને ભણાવ્યા હતા. જો કે પ્રેમસુખના મોટાભાઈઓના શિક્ષણ જેમ જેમ પૂર્ણ થયા એમ એમ તેઓ કામ ધંધે લાગી ગયા અને પ્રેમસુખના મોટાભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા, જો કે પ્રેમસુખનું લક્ષ્ય પણ સરકારી નોકરી તરફ જ હતું.

પહેલી નોકરી પટવારીની તરીકેની મળી

કોલેજનું શિક્ષણ પૂર્ણ કરીને રાજસ્થાન સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરુ કર્યું અને પહેલી નોકરી પટવારીની તરીકેની મળી. પણ આ તો પ્રથમ પગથીયા સમાન હતું. આ નોકરી સાથે પણ એમણે પોતાની પરીક્ષાની સફર ચાલુ રાખી અને દર વર્ષે એમને એક વધુ સારી નોકરી મળતી રહી હતી. આ લક્ષ્ય સુધી આવતા આવતા તેઓ રાજસ્થાનની જેલમાં આસીસ્ટન્ટ જેલર તરીકે પણ નોકરી કરી ચુક્યા છે. જો કે એમનું લક્ષ્ય હમેશા ઘણું ઊંચું રહ્યું હતું.

image source

પ્રેમસુખ ડેલું UPSCમાં ૧૭૦માં ક્રમે આવ્યા

વર્ષ ૨૦૧૫માં જાહેર થયેલા યુપીએસસી પરિણામ આવ્યા ત્યારે લોકોની આંખો ખુલી જ રહી ગઈ હતી. કારણ કે નાનકડા ગામમાં જન્મેલા અને હિન્દી મીડીયમમાં ભણેલા પ્રેમસુખ ડેલું એ ભારતમાં ૧૭૦માં ક્રમે આવ્યા હતા. જો કે પ્રેમસુખનું સપનું આઈએએસ થવાનું હતું પણ એમના ક્રમ પ્રમાણે એમને આઈપીએસ થવાનો અવસર મળ્યો. પોલીસ સેવાનો હિસ્સો બનેલા પ્રેમસુખ ડેલુને ગુજરાત કેડર ફાળવવામાં આવી અને તાલીમ પૂરી કરીને તેઓ ગુજરાત આવ્યા. જો કે પોલીસ ખાતામાં પ્રોબેશન સમયમાં અધિકારી કોની પાસેથી તાલીમ લે એ મહત્વનું ગણાય છે, કારણ કે આ તાલીમની અસર જીવન અને નોકરી બંને પર વર્ષો સુધી રહે છે.

image source

એસપી નિર્લિપ્ત રાય પાસેથી એમણે લીધી તાલીમ

આપને જણાવી દઈએ કે આ મહત્વનો તાલીમનો તબક્કો અમરેલીમાં પસાર થયો હતો. આ દરમિયાન અમરેલીના એસપી નિર્લિપ્ત રાય પાસેથી એમણે પોલીસ આધિકારી તરીકે વધુ સારા માણસ બનવાની તાલીમ લીધી છે. આમ આપણે નિસંકોચ પણે એવી આશા રાખી શકીએ કે આવનારા સમયમાં આપણને વધુ એક નિર્લિપ્ત રાય મળી શકશે. આ સમય દરમિયાન પ્રેમસુખ ડેલુને એસપી તરીકે બઢતી મળતા હવે તેઓ અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ઝોન ૭માં મુકાયા છે. ઘણા ઓછા દીવસ થયા હોવા છતાં એમના તાબામાં કામ કરતા પોલીસ અધિકારીઓનો જીવ તાળવે ચોંટી ગયો છે. જો કે હવે એમના તાબાના અધિકારીઓ ખરું પોલીસીંગ કેવી રીતે થાય એની સમજ કેળવતા શીખી જશે.

image source

ગરીબીમાંથી આવતા માણસને ગરીબીની સમજ હોય

આપને જણાવી દઈએ કે સામાન્ય રીતે ગરીબીમાંથી આવતા માણસને ગરીબીની સમજ હોય છે. પ્રેમસુખ ડેલુ અપન એવા જ ગરીબ પરિવારમાંથી આવ્યા છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સમય પણ એમને ઘણું શીખવશે અને ગરીબીમાંથી આવ્યા હોવાથી ગરીબોની વેદના પણ તેઓ સારી રીતે સમજશે. અમદાવાદ શહેરમાં નીમાયેલા નવા DCP પ્રેમશુખ ડેલું પાસેથી આટલી અપેક્ષા પ્રજા પણ રાખશે કે તેઓ અન્યની વેદનાને પણ જરૂર સમજશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત