તમે જાણો છો હોલમાર્ક વિનાના ઘરમાં પડેલા સોનાનું શું થાય? જાણી લો જલદી આ વિશે નહિં તો બધુ સોનું…

હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે. હોલમાર્ક ભારત ની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટેન્ડર્ડ (બીઆઈએસ) આપે છે. હોલમાર્કિંગમાં કોઈ પ્રોડક્ટને નક્કી માપદંડો ઉપર પ્રમાણિત કરવામાં આવે છે. બીઆઈએસ તે સંસ્થા છે, જે ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા સોનાની તપાસ કરે છે. સોનાના સિક્કા કે ઘરેણા ઉપર હોલમાર્ક સાથે બીઆઈએસનો લોગો લગાવવો જરૂરી છે. તેના પરથી ખબર પડે છે કે, બીઆઈએસના લાયસન્સ વાળી લેબમાં તેની શુદ્ધતાની તપાસ કરવામાં આવી છે.

image source

ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કર્યા પછી ઘરે રાખેલા ઝવેરાત ને લઈને લોકોના મનમાં મૂંઝવણ વધી ગઈ છે. ઘરમાં રાખેલા દાગીના વેચવાથી લઈને ગોલ્ડ લોન સુધી, લોકો સમજી નથી શકતા કે જૂના હોલમાર્ક વગરના સોનાનું શું થશે? લોકોની આ ચિંતા પર સરકારે જૂના સોના પર હોલમાર્કિંગના નિયમો અંગે સ્પષ્ટતા જારી કરી છે.

image source

ગોલ્ડ જ્વેલરીને લઈને ગોલ્ડ હોલમાર્કિંગ ના નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમ મુજબ હવે જ્વેલર્સ હલમાર્ક વિના જ્વેલરી અથવા સોનાની અન્ય કોઈ ચીજ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે તેઓ પાસે જે સોનુ અથવા સોનાના દાગીના રાખ્યા હશે તેનું શું થશે? તે જાણવા માંગે છે કે શું તેને પણ હોલમાર્ક કરાવવું પડશે?

હકિકતમાં ભારતમાં સોનાને લઈને લોકોમાં જોરદાર ક્રેઝ છે, તેઓ દરેક સારા પ્રસંગે સોનું ખરીદવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, અચાનક નવા સોનાના હોલમાર્કિંગના નિયમો પછી, લોકો ડરતા હોય છે કે તેમની પાસે રાખેલા સોનાનું મૂલ્ય ઘટી તો નહીં જાય ને.

image source

લોકોની આ મૂંઝવણ ને દૂર કરતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઝવેલર્સ ગ્રાહકો પાસેથી હોલમાર્ક કર્યા વિનાનું જુનુ સોનુ ખરીદી શકે છે. એટલે કે, હોલમાર્કિંગના નિયમોની અસર લોકો પાસે રાખેલા સોનાના ઝવેરાત પર થશે નહીં. સોળ જૂનથી દેશભરના બસો છપ્પન જિલ્લામાં ફક્ત હોલમાર્કિંગ ગોલ્ડ જ્વેલરી વેચવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે, ગોલ્ડ હોલમાર્કિંગના નિયમો ફક્ત જ્વેલર્સ માટે જ છે. તેઓ ગ્રાહકો ને હોલમાર્ક કર્યા વિના સોનાના દાગીના વેચી શકશે નહીં. જો ગ્રાહક પાસે પહેલેથી જ હોલમાર્કિંગ વિનાના ઝવેરાત છે, તો તેને અસર થશે નહીં અને તે સોનાને પહેલાની જેમ વેચી શકાશે.

હોલમાર્ક વગરના ઘરેણાનું વેચાણ કરવા પર જવેલર્સને ભારે દંડ તેમજ એક વર્ષ ની જેલની સજા ફટકારવામાં આવશે. જો કે આ કાયદો પંદર જાન્યુઆરી, 2021 થી લાગુ કરવામાં આવશે. જો કોઇ ઉપભોક્તા પોતાની પાસે રહેલા ઘરેણાની શુદ્ધતાને માપવા માટે હોલમાર્કિંગ કરવા ઇચ્છે છે, તો તેને પ્રતિ ઘરેણા દીઠ બસો રૂપિયા નો ખર્ચ થશે. સોનાના ઘરેણા પર BIS ની હોલમાર્કિંગ ચૌવદ કેરેટ, અઢાર કેરેટ અને બાવીસ કેરટ શુદ્ધતા ના સોનાના ઘરેણા પર કરવામાં આવશે. હોલમાર્કિંગમાં ચાર વસ્તુઓ સામેલ થશે. જેમાં BIS નો માર્ક, શુદ્ધતા જેમ કે બાવીસ કેરેટ અને નવસો સોળ, અસેસિંગ સેન્ટર ની ઓળખ, જવેલર્સની ઓળખનું ચિન્હ સામેલ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!