અમદાવાદની અનોખી લાઈબ્રેરી, જે એક પણ રૂપિયાના ખર્ચ વગર શરૂ કરવામાં આવી, બે હજારથી વધુ છે પુસ્તકો

જે વિદ્યાર્થીઓ મોંઘા ભાવના પુસ્તકો ખરીદી ન શકતા હોય તેમના માટે અમદાવાદમાં આવેલી લાઈબ્રેરી આશિર્વાદ સમાન છે. ઘણી વખત આપણે જોતા હોઈએ શીએ કે સ્પર્ધાત્ક પરીક્ષા આપવા માટે ટ્યૂશન અને બીજા મોંઘા પુસ્તકો ખરીદવા માટે ઘણા યુવાનો સક્ષમ હોતા નથી ઉપરાંત ઘણા યુવકોને ઘરે અભ્યાસ માટે અલગથી રૂમની વ્યવસ્થા હોતી નથી. તેવા યુવકો માટે આ લાઈબ્રેરી આશિર્વાદ સમાન છે.

એક પણ રૂપિયાના ખર્ચ વગર શરૂ કરી લાઈબ્રેરી

image source

આ લાઈબ્રેરી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી છે. અમદાવાદના દાણીલીમડામાં શાહીન ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક લાઈબ્રેરીની શરૂઆત કરી છે. સૌથી નવાઈની વાત એ છે કે આ લાઈબ્રેરી બનાવવા માટે એકપણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. તમને નવાઈ લાગશે કે એક પણ રૂપિયાના ખર્ચ વગર કેવી રીતે શરૂ કરી શકાય. તો વાત જાણે એમ છે કે જૂનાં પસ્તી-ભંગારના સામાનમાંથી એની શરૂઆત કરાઈ છે. આજે આ લાઈબ્રેરીમાં 2 હજારથી વધુ પુસ્તકો છે અને 10 કમ્પ્યુટર છે.

2 હજારથી વધુ પુસ્તકો છે

image source

આ લાઈબ્રેરીની ખાસ વાત એ છે કે, કોઇપણ વિદ્યાર્થી પોતાની જરૂરિયાત મુજબ પુસ્તકો વાંચવા માટે લઇ જઇ શકે છે અને ઓનલાઇન શિક્ષણ પણ મેળવી શકે છે. દાણીલીમડામાં છેલ્લાં 2 વર્ષથી આ લાઈબ્રેરી ચાલી રહી છે. શરૂઆતમાં એનજીઓએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે અલગ-અલગ લોકો પાસેથી જૂનાં પુસ્તકો અને ફર્નિચર માગ્યાં હતાં. લોકોએ પણ પોતાની ઈચ્છા અનુસાર દાન કરતાં શરૂઆતના સમયમાં જ 2 હજારથી વધુ પુસ્તકો મળી ગયાં હતાં, જેનો લાભ આજે અનેક ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો ઉઠાવી રહ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો મળી રહે છે

આ લાઈબ્રેરીમાં હાજર પુસ્તકોની જો વાત કરવામાં આવે તો આર્કિટેક્ચર, TAT સાયન્સ, નીટ, LLB, કોમર્સ સહિત લગભગ તમામ પ્રકારની શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનાં પુસ્તકો મળી રહે છે. શાહીન ફાઉન્ડેશનના ટ્રસ્ટી હમીદ મેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ફ્રીમાં ક્લાસિસ ચલાવું છું, જેમા બાળકોનું વર્ષ પૂરુ થાય પછી તેનાં પુસ્તકો અમે બીજા જરૂરિઆતમંદ બાળકોને આપીએ છીએ.

image source

10 કમ્પ્યુટર દાનમાં મળ્યા

વધુમાં તેમણે જણાવ્યું કે અમારાં બાળકો હાયર એજ્યુકેશનમાં ગયા તો બુક્સ મોંઘી થવા લાગી હતી, એટલે અમે આસપાસના વિસ્તારોમાંથી પસ્તી-ભંગાર બાળકો પાસેથી તેમજ અન્ય લોકો પાસેથી ઉઘરાવતાં હતાં. એમાથી અમે જરૂરી બુક્સ અલગ કરી તેની એક લાઈબ્રેરી બનાવી. બુક્સની સાથે લાઈબ્રેરીનું ફર્નિચર પણ અમને ભંગારમાંથી મળ્યું છે, સાથે જ અમને 10 કમ્પ્યુટરનું પણ દાન મળ્યું હતું, જેમાં કોઈએ CPU આપ્યું તો કોઈએ મોનિટર એમ કુલ 10 કમ્પ્યુટર હાલ અમારી લાઈબ્રેરીમાં છે.

આ લાઈબ્રેરી 2 વર્ષથી કાર્યરત છે

નોંધનિય છે કે હાલમાં આ લાઈબ્રેરીમા 2 હજાર જેટલી બુક્સ તેમજ 10 કમ્પ્યુટર છે અને આ લાઈબ્રેરી 2 વર્ષથી કાર્યરત છે, જેનો હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આ લાઈબ્રેરીની વિશેષતા એ છે કે અહિ માત્ર પુસ્તકો જ નહિં પરંતુ તેની સાથે શાહીન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર તેમજ ફ્રી ઈન્ટરનેટની પણ સુવિધા આપવામાં આવી રહી છે. આ કમ્પ્યુટર પણ સંસ્થાને દાનમાં મળ્યાં છે. લોકો કમ્પ્યુટરના જૂના અલગ-અલગ પાર્ટ આપી જાય છે, જેને જોડીને 10 કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યાં છે.

હાલમાં ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ લઈ રહ્યા છે

image source

આ કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન પુસ્તકો તેમજ અન્ય જાણકારી પ્રાપ્ત કરે છે. નોંધનિય છે કે વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ છે જેને લઈને મોટા ભાગની સ્કૂલો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યું છે. જેથી હાલમાં આ લાઈબ્રેરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ લઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓના ઘરે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે આ લાઈબ્રેરી અત્યંત ઉપયોગી છે.

કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી

બીજી મહત્વની વાત એ છે કે આ લાઈબ્રેરીમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ લાઈબ્રેરીમાંથી કોઇપણ વિદ્યાર્થી કોઇપણ બુક્સ ફ્રીમાં વાંચી અથવા ઘરે પણ લઈ જઈ શકે છે. આ લાઈબ્રેરીમાં સાયન્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, નીટ, એલએલબી સહિતની બુક્સ મળી રહે છે. આ લાઈબ્રેરીમાં અભ્યાસ કરીને 50થી વધુ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે આ ઉપરાંત સરકારી પરીક્ષાની પણ પુસ્તકો દ્વારા બે દીકરી પોલીસની તૈયારી કરી રહી હતી, જે હાલ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે,

ઘણા લોકો હજુ પુસ્તકો આપવા માગે છે

આ ઉપરાંત ઘણા લેખકો તેમજ અન્ય લોકો પોતાની બુક્સ અથવા અન્ય શૈક્ષણિક પુસ્તકોનું દાન કરી બાળકોના મદદરૂપ થઈ રહ્યા છે. હજુ પણ લોકો ઘણા લોકો પોતાનાં જૂના પુસ્તકો લાઈબ્રેરીને આપવા ઈચ્છે છે. આ લાઈબ્રેરી થકી ઘણા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવતીઓને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. જો કે વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે લાઈબ્રેરીમાં વધુ લોકોને ભેગા થવા દેવામાં આવતા નતી પરંતુ જે લોકોને જે પુસ્તકોની જરૂરીયાત હોય તે વાંચવા માટે ઘરે લઈ જાય છે. આમ આ લાઈબ્રેરી ઘણા લોકોના સપના પુરા કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત