તમે પણ પસાર થાઓ છો ટોલ પ્લાઝામાંથી તો આ વાત ચોક્કસ જાણી લો, જલ્દી આવશે આ નિયમો

ટોલ પ્લાઝા માટે કેન્દ્ર સરકાર આવતા ત્રણ મહિનામાં એક નવી પોલિસી લઈને આવવાના છે. આ પોલિસી હેઠળ ટોલ પ્લાઝા પર જીપીએસ આધારિત ટ્રેકિંગ ટોલ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય સડક, પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે આ વિશે જાણકારી આપી છે. કોનફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે હાલ દેશમાં જીપીએસ આધારિત ટ્રેકિંગ ટોલ ટેકનોલોજી ઉપલબ્ધ નથી.

image source

મંત્રાલય હાલ ભારતમાં આ ટેક્નિકને વિકસિત કરી રહ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગડકરીએ એલાન કર્યું હતું કે ભારતમાં ટોલ બુઠને સંપૂર્ણ રીતે ખતમ કરી સંપૂર્ણપણે જીપીએસ આધારિત ટોલ કલેક્શનની સુવિધા આ વર્ષ સુધી શરૂ કરી દેવામાં આવશે.

ગડકરીએ સડક નિર્માણ કંપનીઓને એ પણ કહ્યું છે કે એ સડક તૈયાર કરતી વખતે ઓછામાં ઓછા પ્રમાણમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ કરવાની કોશિશ કરે. આ સડક નિર્માણનો ખર્ચ ઘણા હદ સુધી ઓછો થશે. ગડકરીએ આગળ કહ્યું કે સિમેન્ટ અને સ્ટીલના વિક્રેતા દેશભરમાં ગુટબંધી કરી રહ્યા છે. એનાથી નિપટવા માટે એમને કંસલટેન્ટસને કોઈ એવો રસ્તો કાઢવાનું કહ્યું છે જેનાથી સડક નિર્માણ દરમિયાન સિમેન્ટ અને સ્ટીલની ખપત અને ખર્ચ બન્ને ઘટાડી શકાય.

image source

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગડકરીએ કહ્યું કે હું તમને બધાને આશ્વાસન આપું છું કે એક વર્ષની અંદર દેશભરના ટોલ બુથ સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવશે. એનો અર્થ છે કે હવે ટોલ કલેક્શનનું કામ જીપીએસ દ્વારા થશે. વાહનોમાં જીપીએસ ઇમેજિંગ દ્વારા પૈસા કાપવામાં આવશે.

image source

આ પહેલા ડિસેમ્બર 2020માં ગડકરીએ કહ્યું હતું કે ટોલ કલેક્શન માટે નવી જીપીએસ આધારિત સિસ્ટમ શરૂ કરવામાં આવશે. એ માટે રૂશી એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ ટોલની રકમ વાહન માલિકઆ એકાઉન્ટ કે ઇ વોલેટમાંથી એમના દ્વારા કુલ અંતરના આધારે જાતે જ કપાઈ જશે. એ દરમિયાન એમને એ પણ કહ્યું હતું કે નવા પેસેન્જર અને કોમર્શિયલ વાહનોમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની સુવિધા મળે છે. સરકાર જુના વાહનોમાં પણ એને ઇન્સ્ટોલ કરવાનો રસ્તો શોધશે.

image source

તમને જણાવી દઈએ કે દેશ ભરમાં હાલ ફાસ્ટેગ દ્વારા પમ ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ સિસ્ટમ હેઠળ વાહનોના વિન્ડ સ્ક્રીન પર ફાસ્ટટેગ ચોંટાડી દેવામાં આવે છે. ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન માટે વાહનોને રોકાવું નથી પડતું. ફાસ્ટેગ દ્વારા જ ટોલની રકમ કપાઈ જાય છે.