Site icon News Gujarat

કોરોનાના સંકટ વચ્ચે અમેરિકા ભારતને કરી 448 કરોડની આર્થિક મદદ

કોરોના વાયરસની મહામારીના આ સંકટ વચ્ચે અમેરિકાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકાએ કોરોના સંક્રમણને ધીમું કરવા ભારતને સ્વાસ્થ્ય સહાયતા તરીકે 448 કરોડ રુપિયા આપ્યા છે. વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત આ રકમનો ઉપયોગ બીમારીને પ્રસરતી રોકવા માટે અને આપાતકાલીન તૈયારીઓ માટે કરશે.

image source

કોરોના વાયરસથી બચાવના પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં અમેરિકાએ કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં યૂએસએ ભારતને અંદાજે 21,280 કરોડ રુપિયાની મદદ કરી છે. જેમાંથી 10, 640 કરોડ રુપિયા સ્વાસ્થ્ય સહાયતા માટે છે. વિદેશ મંત્રાલય અને અમેરિકી એજન્સી ફોર ઈંટરનેશનલ ડેવલપમેન્ટએ હવે આપાતકાલીન સ્વાસ્થ્ય, માનવીય અને આર્થિક સહાયતા માટે 50 કરોડ ડોલરથી વધુની મદદની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

દક્ષિણ એશિયામાં અમેરિકાએ કોરોના સામે લડવા માટે અફઘાનિસ્તાનને 80 લાખ ડોલર, બાંગ્લાદેશને 96 લાખ, ભૂતાનને 50 લાખ અને નેપાળને 18 લાખ ડોલરની મદદ કરી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસના પ્રકોપને સહન કરતા અમેરિકામાં સંક્રમણના 1 લાખ કેસછે.

Exit mobile version