ક્યા બાત, આ દંપતી 14 વર્ષ અમેરિકા રહ્યું, હવે 82 વર્ષની ઉંમરે વતનમાં આવીને કરે છે ખેતી, લાખોની આવક

આ પહેલાં પણ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં લોકો વિદેશમાં રહેતા હોય અને પછી વતન આવીને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ પહેલાં એક કિસ્સો ખુબ જ વાયરલ થયો હતો કે પોરબંદરમાં એક દંપતી તેના બાળક સાથે વિદેશની વતન ફરીને ભેંસ દોવે છે અને ખેતીના પણ બધા કામ કરે છે, આ કપલ તેની યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને તેમાં અલગ અલગ વીડિયો બનાવીને મુકે છે.

image source

ત્યારે હવે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે અને જેની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ કિસ્સા વિશે. ધોરાજીમાં ૮૨ વર્ષીય ખેડૂત દંપતિ જાત મહેનત કરીને ગુજરાન ચલાવે છે. આ વૃદ્ધ દંપતિ ૧૪ વર્ષ અમેરિકા રહીને પોતાના વતન પરત ફર્યા છે અને ૧૭ વિઘા જમીનમાં ચમેલી બોરનું વાવેતર કર્યું છે.

image source

જો આવક વિશે વાત કરીએ તો ઓર્ગેનિક પઘ્ધતિથી ખેતીથી વર્ષે અઢીથી સાડા ત્રણ લાખ જેટલી ઉપજ મેળવીને આ વડિલ દંપતિએ સ્વનિર્ભરતા કેળવી અપને હાથ જગન્નાથનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સમગ્ર કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો હાલ ધોરાજીમાં અને ૧૪ વર્ષ અમેરિકામાં રહેલાં એવાં ભીખાભાઈ પટોળીયા અને પત્ની રાધાબેન ઘણાં વર્ષો અમેરિકામાં વિતાવ્યા હતા ત્યારે ફરી પોતાના માદરે વતન ધોરાજી યાદ આવતાં ધોરાજી જીવન ગાળવા માટે આવ્યા હતા અને નિવૃત્તિની વયમાં કોઈ પર બોજો ન બની ને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે ૧૭ વીઘા પડેલી હોય જમીન તેમાં તે દંપતિ એ જાત મહેનત કરીને ચમેલીનાં બોરની ખેતી કરે છે.

image source

જો આ ખેતી વિશે વાત કરીએ તો તેમાં ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરીને વર્ષે અઢીથી સાડા ત્રણ લાખ રૂપિયા ની ઉપજ કરીને બજારમાં વહેંચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પટોળીયા પરીવાર જનોનાં સદસયો હાલ અમેરિકામાં વસેલા છે પણ ભીખા ભાઈ અને તેમના પત્ની રાધા બેન નિવૃત્તિની પળોમાં ખેતી કરીને આત્મનિર્ભર બનીને પોતાની નિવૃત જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે. આ સિવાય એક બીજી વાત આનાથી પણ વિપરીત છે કે વિદેશમાં વેપાર, વ્યવસાય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતીઓએ હવે આફ્રિકામાં ખેતી ક્ષેત્રે રહેલી તકો પર નજર માંડી છે. ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશોમાં કૉર્પોરેટ ફાર્મિંગનો વિકાસ કરવા માટે આફ્રિકાના લગભગ 20 દેશોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.

image source

આફ્રિકાના પાંચ દેશોના પ્રતિનિધિઓ દિલ્હી ખાતે આફ્રિકન હાઇ કમિશનની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ગુજરાતના ખેડૂતો દ્વારા આફ્રિકાના દેશોમાં લીઝ પર જમીન લઈને કૉર્પોરેટ ખેતી શરૂ કરવાના આયોજન વિશે તેમજ આફ્રિકન દેશોના નાગરિકો અને ગુજરાતના ખેડૂતોને કૉર્પોરેટ ફાર્મિંગ ક્ષેત્રે રહેલી તકોનો લાભ મેળવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા એ અંગે ચર્ચા થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત