દુ:ખદ: ગુજરાતી પાટીદારની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારાએ કર્યો હુમલો

મહેસાણા જીલ્લાના કડીના વયસ્ક વ્યક્તિની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક અશોક અંબાલાલ પટેલ પોતાની નોકરી કરવા દરમિયાન દુકાન બંધ કરી રહ્યા હતા તેવા સમયે જ લુંટારાએ આ વયસ્ક વ્યક્તિ પર હુમલો કર્યો કર્યો હતો.

image source

મૃતક વ્યક્તિ કડીના વડુ ગામના રહેવાસી છે અંબાલાલ પટેલ છેલ્લા ૮ વર્ષથી અમેરિકામાં રહેતા હતા. જો કે, હાલમાં જ અંબાલાલ પટેલએ આ નવી નોકરી શરુ કરી હતી. હેઝલ્ટન શહેરની પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં ઓરેંજ એન્ડ રેડ નાઈક સ્વીટશર્ટ પહેરેલ એક યુવક દુકાનમાં ઘુસી ગયો હતો અને તેણે અંબાલાલ પટેલ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

લુંટના ઉદ્દેશથી આવેલ યુવાને ગોળી મારી હતી.

image source

પેન્સિલ્વેનિયાના હેઝલ્ટનમાં આવેલ વેસ્ટ બ્રોડ સ્ટ્રીટ પર આવેલ ક્રેગ્સ ફૂડ માર્ટમાં અશોક પટેલ નોકરી કરી રહ્યા હતા. આ ઘટના વિષે હેઝલ્ટન પોલીસ દ્વારા જણાવાયું છે કે, ક્રેગ્સ ફૂડ માર્ટ માંથી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ પાસે મદદ માંગવામાં આવી હતી.

image source

ત્યાર બાદ જયારે પોલીસ ઘટના સ્થળે પહોચે છે તો સ્ટોરના ક્લાર્ક અશોક પટેલ (ઉ.વ. ૫૦) મૃત સ્થિતિમાં મળ્યા હતા. પોલીસને તપાસ કરવા દરમિયાન જાણવા મળ્યું કે, એક વ્યક્તિ સ્ટોરમાં લુંટ કરવાના ઉદ્દેશથી ઘુસી આવ્યો હતો અને આ લુંટના કોઈ સાક્ષી ના રહે એટલા માટે સ્ટોર પર હાજર અશોક પટેલને ગોળી મારી દેવામાં આવી હતી.

છેલ્લા ૮ વર્ષથી અમેરિકામાં રહેતા હતા.

image source

મહેસાણા જીલ્લાના કડીના વડુ ગામના મૂળ રહેવાસી અશોક અંબાલાલ પટેલ નોકરી કરવા માટે અમેરિકા ચાલ્યા ગયા હતા. અશોક પટેલ છેલ્લા ૮ વર્ષથી અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. અશોક પટેલને નોકરી માટે સારી ઓફર મળી જતા તેઓ પેન્સિલ્વેનિયામાં આવેલ એક સ્ટોરમાં નવી નોકરીની શરુઆત કરી દીધી હતી. અશોક પટેલ સ્ટોરમાં નોકરી કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી રહ્યા હતા.

વેડુ ગામમાં શોક છવાઈ ગયો:

image source

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં વેડુ ગામના જ વયસ્ક વ્યક્તિની ગોળી મારીને એક લુંટારાએ હત્યા કરી દેવામાં આવી હોવાના સમાચાર જંગલમાં આગની જેમ કડીના વડુ ગામમાં ફેલાઈ ગયા હતા. આ સમાચાર મળતાની સાથે જ ગામના લોકો અને સગા- સંબંધીઓ વડુ ગામમાં રહેતા મૃતક અશોક પટેલના પરિવારને સાંત્વના આપવા માટે પહોચી આવ્યા હતા. અશોક પટેલ અમેરિકામાં કમાણી કરવા માટે ચાલ્યા ગયેલ ગામના વયસ્ક વ્યક્તિની હત્યા થઈ જવાથી વડુ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત