કોરોનાએ આ નર્સની શું હાલત કરી છે તે જાણી તમને પણ મનમાં પડશે ધ્રાસ્કો, તસવીરો જોઇને તમે પણ ચોંકી ઉઠશો

કોરોનાએ આ નર્સની શું હાલત કરી છે તે જાણી તમને પણ મનમાં ધ્રાસ્કો પડશે – જુઓ ચોંકાવનારી તસ્વીર

જો તમને લાગતું હોય કે તમે એકદમ ફીટ છો તો જોઈલો આ વ્યક્તિની કોરોનનું સંક્રમણ લાગ્યા પહેલા અને પછીની તસવીર

image source

કોરોના વાયરસની માઠી અસર સમગ્ર વિશ્વમાં સમાન રીતે થઈ છે. આ બધામાં સૌથી વધારે કફોડી સ્થિતિ જો કોઈની થઈ હોય તો તે છે આપણા ડોક્ટર્સ અને તેમની સાથે કામ કરતાં તેમના મેડિકલ સ્ટાફ. જેમાં નર્સનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. ભારતમાં જ્યારે કોરોના વાયરસે માથું નહોતું ઉંચક્યું ત્યારે આપણે ઇટાલીની ઘણી તસ્વીરો જોતાં હતાં અને એ પણ જોતા હતા કે સતત એકધારું કામ કરવાથી નર્સોની હાલત કેટલી કફોડી થઈ જતી હતી. આજે પણ અમે તમારી માટે એવી જ એક ચોંકાવનારી તસ્વીર લઈને આવ્યા છે. જે એક પુરુષ નર્સની છે જેને કોરોનાનું સંક્રમણ થયું હતું. માત્ર થોડાંક જ સમયમાં આ પુરુષના શરીર પર જે અસર થઈ છે તે જોઈ તમને પણ પેટમાં ફાળ પડી જશે.

 

View this post on Instagram

 

A post shared by Mike (@thebearded_nurse) on

આ નર્સનું નામ છે માઇક સ્કલ્ટ્ઝ (Mike Schultz) તેની ઉંમર 43 વર્ષની છે. તે વ્યવસાયે નર્સ છે અને હાલ સેન ફ્રાન્સિસ્કોમાં છે. આજે ઘણા બધા યુવાન લોકો એવું સમજે છે કે તેઓ ફીટ છે તેમના શરીર પર વાયરસની કોઈ જ અસર ન થઈ શકે. તો તેમને જણાવી દઈએ કે તેઓ ખોટું વિચારી રહ્યા છે. કારણ કે માઇકને પણ કોરોના વાયરસે ઘેરી લીધો હતો અને તેની હાલત એવી થઈ ગઈ હતી કે જોનારાઓને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે કોરોના વાયરસ માણસની સ્થિતિ કેટલી હદે ખરાબ કરી શકે છે.

માઇક સાઉથ મિયામી બીચ પર વિંટર પાર્ટી ફેસ્ટીવલમાં ભાગ લેવા ગયો હતો. તે તે 38 લોકોમાંનો એક હતો જેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ ફેસ્ટિવલમાં 10,000 કરતાં પણ વધારે લોકોએ ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mike (@thebearded_nurse) on

માઇકે તાજેતરમાં પોતાની એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેની કોરોના થયા તે પહેલાંની તસ્વીર અને ત્યાર બાદની તસ્વીર છે. તસ્વીરમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કોરોના વાયરસે તેના શરીર પર કેટલી ખરાબ અસર કરી છે. અને પહેલાંની સરખામણીએ તેનું શરીર કેટલું નબળુ પડી ગયું છે. માઇકે માયામી બીચ પર પાર્ટીમાં જતાં પહેલાની પણ એક તસ્વીર શેર કરી હતી જેમાં તે કોઈ જીમમાં વર્કાઉટ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mike (@thebearded_nurse) on

કોરોનાનું સંક્રમણ થયા બાદ માઇકે સતત છ અઠવાડિયા સુધી કોરોનાનો સામનો કર્યો અને આ છ અઠવાડિયામાં તેનું વજન પણ ખૂબ ઉતરી ગયું હતું. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તે લખે છે, ‘કોવિડ 19 બાદ મારા ફેફસાની ક્ષમતા ઘણી ઓછી થઈ ગઈ છે. હું મારા ઘરથી આંઠ અઠવાડિયાથી દૂર છું. મારા કુટુંબીજનો, મિત્રોથી પણ દૂર છું. હાલ હું મારા ફેફસાની ક્ષમતા પર કામ કરી રહ્યો છું. હું ફરી ફીટ થઈ જઈશ.’

 

View this post on Instagram

 

A post shared by Mike (@thebearded_nurse) on

માઇકે પોતાની ઇન્સ્ટા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે કોરોના વાયરસના કારણે તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મોબાઈલ ફોન પણ તેઓ હાથમાં નહોતા પકડી શકતો. તે જણાવે છે, ‘હું ખૂબ વિક થઈ ગયો હતો. આ ખરેખર સૌથી ખરાબ સમય હતો. એટલે સુધી કે હું મારો ફોન પણ સરખી રીતે નહોતો પકડી શકતો. તે મને ખૂબ ભારે લાગી રહ્યો હતો. હું ટાઈપ પણ નહોતો કરી શકતો. મારા હાથ સૂકાઈ ગયા હતા.’ પણ હાલ માઇક પોતાની સ્વસ્થતા પર પૂરતું ધ્યાન આપી રહ્યો છે. અને વાયરસની અસરથી બહાર આવી ગયો છે અને પોતાના શરીરને ફરીથી મજબુત બનાવવામાં લાગી પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mike (@thebearded_nurse) on

માટે જ તમને વારંવાર સૂચના આપવામાં આવી રહી છે કે બીનજરૂરી રીતે બહાર ટહેલવાની જરૂર નથી, બને તેટલા ઓછા લોકોના સંપર્કમાં આવવું. અને સ્વચ્છતાનું પુરુતં ધ્યાન આપવું. નહીંતર માઇક જેવી શરીરે અત્યંત સ્વસ્થ વ્યક્તિ પણ કોરોના વાયરસ આગળ લાચાર બની જાય છે તેવી સ્થિતિ આપણામાંથી કોઈની પણ થઈ શકે છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત