અમેરિકાના રેગિસ્તાનમાં પાયલટે જોઈ મોટી રહસ્યમય વસ્તુ, તસવીર સામે આવતાં જ લોકોની આંખો પહોળી થઈ ગઈ

સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેમાં ન જાણે ક્યારે શું વાયરલ થઈ જાય અને ફેમસ થઈ જાય. એમાં પણ જો કોઈ ચમત્કાર કે રહસ્યમય ઘટના હોય તો તો પછી પુછવું જ શું. કંઈક એવી જ ઘટના સામે આવી છે અમેરિકાથી કે જેની હાલમાં દરેક પ્લેટફોર્મ પર ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે શું છે આ સમગ્ર કેસ. અમેરિકાના ઉટાહ રેગિસ્તાનમાં એક રહસ્યમય ચીજ હોવાની વાત સામે આવતા સોશિયલ મીડિયામાં તસ્વીર અને વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને કેટલાંક લોકો મજાકમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

image source

શું બન્યું એના વિશે વાત કરીએ તો ઉટાહના રેગિસ્તાનમાં એક લાંબી ઉંચાઇ ધરાવતી મેટલ જેવી વસ્તુ જોવા મળી છે. કેટલાંક લોકોએ કોમેન્ટ કરીને કહ્યું કે એલિયન તો ધરતી પર નથી આવી ગયા.? મોટી વાત તો એ છે કે ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ પણ આ રહસ્યમય વસ્તુને ઓળખી શક્યા નથી. આ ચીજ સામે એ રીતે આવી કે અમેરિકામાં હેલિકોપ્ટરનું ઉડાન ભરતી વખતે પાયલોટે એકદમ રહસ્યમય ચીજ જોઇ હતી. હેલિકોપ્ટર જયારે ઉટાહના રેગિસ્તાન પરથી ઉડી રહ્યું હતું ત્યારે પાયલોટે એકદમ વિશાળ અને અસામન્ય કૃતિ જોઇ હતી.

image source

જ્યારે આ વાતની જાણ સ્થાનિય અધિકારીઓને કરવામાં આવી તો તેમણે ત્યાં જઇને જોયું તો અધિકારીઓ પણ કૃતિને જોઇને ચોંકી ઉઠ્યા હતા. એક વિદેશી વેબસાઇટના અહેવાલ મુજબ પાયલોટે જે રહસ્યમય ચીજ જોઇ હતી તે મેટલની બનેલી છે અને અંદાજે તેની લંબાઇ 10થી 12 ફૂટ જેટલી છે. આ કૃતિ ઉટાહ રાજયના સુદૂર વિસ્તારમાં જોવા મળી છે. એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં હેલિકોપ્ટરના પાયલોટ બ્રેટ હુચિંગ્સે કહ્યું હતું કે, આ પહેલાં તેણે કયારેય ઉડાન ભરતી વખતે આવી રહસ્યમય ચીજ ક્યારેય નથી જોઇ. હેલિકોપ્ટરમાં એક બાયોલોજિસ્ટ પણ સવાર હતા, તેમણે આ કૃતિને પહેલાં જોઇ હતી. શક્ય છે કે કોઇ આર્ટિસ્ટે અહીં મેટલનો થાંભલો જડી દીધો હોય.

image source

એક તરફ ઉટાહ પોલીસે સોશિયલ મીડિયા પર તસ્વીર પોસ્ટ કરીને લોકોને પુછ્યું કે કે કોઇ બતાવી શકે કે આ છે શું? જો કે સોશિયલ મીડિયા પર તો હલ્લો મચી ગયો છે. આ વસ્તુ શું છે અને કયાં આવેલી છે તેની શોધખોળ કરવા લોકો મંડી પડ્યા છે અને સાથે લોકો મજાક પણ કરી રહ્યા છે.

તો વળી આ તરફ ઉટાહ પબ્લિક સેફટી બ્યૂરોના અધિકારીઓએ તસ્વીર જાહેર કરીને કહ્યું કે, આ મામલાની તપાસ કરવી કે નહીં તે બાબત હજુ સુધી નક્કી કરવામાં નથી આવી. રકારી જમીન પર આવી કોઇ પણ પ્રકારની ચીજ મુકવી એ ગેરકાયદે છે, પછી ભલે એ ગમે તે ગ્રહ પર રહેતા હોય.

સુરતમાં કેટલાક દિવસ પહેલાં જોવા મળ્યું હતું રહસ્યમય કબુતર

image source

સુરતના પાંડેસરાના કૈલાશ નગર ચોકડી પાસે કૈલાશનગર-3માં રહેતો હર્ષ રાજેન્દ્ર શુક્લા ધોરણ-9માં અભ્યાસ કરે છે. તેના ઘર પાસે એક કબુતર હતું. તેથી તેને પકડી લીધું હતું. કબુતર પર WNP pigeon એવું લખાણવાળો સિક્કો હતો. તેથી આસપાસના લોકોમાં કુતૂહુલ સર્જાયું હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને તપાસ શરૂ કરી છે. કબુતરમાંથી કાંઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ઇલેક્ટ્રોનિકસ ગેઝેટ મળ્યું નથી. છતાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત