અમેરિકાના ડોક્ટરોનો નવો દાવોઃ બાળકોને આ લક્ષણો વાળો કોરોના થવાનો ભય

શાળાઓ ખુલી રહી છે અને સાથે સાથે પેરેન્ટ્સનું ટેન્શન પણ વધી રહ્યું છે. જોકે અત્યાર સુધી એવું લાગે છે કે બાળકો મોટા ભાગે કોરોના વાયરસથી સુરક્ષિત છે. અમેરિકામાં 5 લાખ મૃત્યુમાંથી બાળકોનો આંકડો 300થી ઓછો છે. તેમ છતાં, કોઈ નહીં ઇચ્છે કે તેના બાળકને ચેપ લાગે. શાળાઓમાં કોવિડ ફાટી નીકળવાના સમાચારથી તણાવ વધારે વધે છે. ગયા અઠવાડિયે હરિયાણાની એક સ્કૂલમાંથી 54 બાળકો પોઝિટિવ હોવાનું જાણવામાં આવ્યું હતું. દેશના બીજા ઘણા ભાગોમાં શાળાઓની અંદર કોવિડના કેસ નોંધાયા છે. તેવામાં એક પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે કે બાળકો માટે હજી સુધી કોરોનાની કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી. આટલો સમય કેમ લાગે છે? બાળકો માટે રસી ક્યારે તૈયાર થશે? તેમને રસી આપવાની શું જરૂર છે? ભારતમાં રોજ લગભગ 30 લાખ અને અમેરિકામાં લગભગ 20 લાખ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે. બંને દેશો શક્ય એટલી ઝડપથી પોતાની મહત્તમ વયસ્ક વસતીને વેક્સિન આપવા માગે છે. પરંતુ કેટલાક વિશેષજ્ઞો કહે છે કે કોરોના સામે અંતિમ લડાઈ જીતવા માટે બાળકોને વેક્સિનેશન અત્યંત આવશ્યક છે. તેમનો દાવો છે કે જો એવું કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ કોરોના વાયરસનો એવો વેરિએ્ટ સામે આવી જશે જે બાળકોને ગંભીર રીતે બીમાર કરશે.

image socure

કોરોનાના અનેક વધુ ખરાબ પ્રભાવોને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. કારણ એ છે કે બાળકોમાં કોરોનાના મોટાભાગના કેસો એસિમટોમેટિક છે. એવામાં માતા-પિતાને બાળકોમાં કોરોનાની જાણ થતી નથી. આ બીજું કારણ સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ આ અંગે સૌથી ઓછું ધ્યાન ગયું છે. વાસ્તવમાં, આ વાતની પૂરેપૂરી સંભાવના છે કે વાયરસ ફેલાતો રહેશે અને આ વધુ ખતરનાક સ્વરૂપે મ્યુટેટ એટલે કે બદલાતો રહેશે. આવું કોઈ એક કે એકથી વધુ મ્યુટેશન બાળકોને પણ નુકસાનકારક નીકળી શકે છે.

અત્યારે બાળકોમાં કોરોનાની અસર ઓછી, જરૂરી નથી કે આપણે આગળ પણ ભાગ્યશાળી રહીએ

image soucre

વાયરસના કેટલાક નવા વેરિએન્ટ્સ બ્રિટન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને કેલિફોર્નિયામાં મળી ચૂક્યા છે. તેમાંથી કેટલાક જૂના વેરિએન્ટ્સના મુકાબલે ઝડપીથ ફેલાવો ધરાવતા છે. જ્યારે બ્રિટનમાં મળેલા 1.1.7 વેરિએન્ટમાં મોતનો દર વધુ જોવા મળ્યો છે. જો કે સારી વાત એ છે કે હાલની વેક્સિન આ વેરિએ્ટ્સ સામે પણ કામ કરી રહી છે.બંને અમેરિકન વિશેષજ્ઞો કહે છે કે જરૂરી નથી આપણે ભવિષ્યમાં સામે આવનારા કોરોના વાયરસના વેરિએ્ટ્સ અંગે એટલા ભાગ્યશાળી રહીએ. વાયરસ જેટલો વધુ ફેલાશે, તેના એટલા જ વધુ વેરિએન્ટ સામે આવશે. તેઓ વધુ ખતરનાક થતા જશે.

image soucre

બાળકો જ કોરોના વાયરસના આવા વેરિએ્ટ્સની સામે આવશે, જેઓ બાળકોને ગંભીર રીતે બીમાર કરી દેશે. ખાસ કરીને જ્યારે પુખ્ત લોકોમાં વેક્સિનેશનના કારણે વાયરસને ઉછરવા માટે સારા યજમાનની આવશ્યકતા રહેશે. ડો. જેરેમી અને ડો. એન્જેલા કહે છે કે બાળકોમાં ઝડપથી વેક્સિનેશન થવું જોઈએ. જેથી એવી કોઈ ભયાનક સ્થિતિ ન સર્જાય.

હર્ડ ઈમ્યુનિટી માટે જરૂરી છે કે બાળકોને વેક્સિન લાગે

image source

સંક્રમક બીમારીઓના જાણીતા અમેરિકન વિશેષજ્ઞ ડો. એથોની ફૌસી સહિત અનેક વિશેષજ્ઞો કહે છે કે હર્ડ ઈમ્યુનિટીને હાંસલ કરવા માટે બાળકોને વેક્સિનેશન જરૂરી છે. કોરોના વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે. તેની તપાસ માટે ક્લીનીકલ ટ્રાયલ ચાલી રહી છે પરંતુ આપણે એ વાત માટે તૈયાર રહેવું પડશે કે આ ટ્રાયલ્સથી કોઈ બ્લોકબસ્ટર પરિણામો સામે આવવાના નથી.

image socure

આપણે કદાચ એ નહીં જાણી શકીએ કે બાળકોમાં આ ગંભીર સંક્રમણને રોકવા માટે આ રસી એટલી અસરકારક હોય, કેમકે સદ્ભાગ્યે અત્યારે સંક્રમિત બાળકોની સંખ્યા એટલી વધુ નથી કે તેમના પર સાચા પરિણામો આપતી ટ્રાયલ કરી શકાય.અમેરિકામાં બાળકો માટે ચાલી રહેલી ટ્રાયલ્સનું ફોકસ વેક્સિન સુરક્ષિત હોવા અને તેનાથી ઈમ્યુનિટી પેદા થવા પર રહેશે. એટલે કે ટ્રાયલથી એ જાણવાની કોશિશ કરાશે કે શું આ વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે? અને વેક્સિનના કેટલા ડોઝ કોઈ પણ પ્રકારની આડઅસર વિના પૂરતા પ્રમાણમાં ઈમ્યુનિટી પેદા કરશે કે નહીં.

જો કે નકારાત્મક વાત એ છે કે આ ટ્રાયલ્સના પોઝિટિવ પરિણામો પછી પણ માતા-પિતા પોતાના બાળકોને ઝડપથી વેક્સિન લગાવવા તૈયાર નહીં થાય, કેમકે તેમને લાગે છે કે તેમના બાળકો સુરક્ષિત છે.

જેઓ માતાપિતા બની ચૂક્યા છે, તેઓમાં વેક્સિન અંગે ખચકાટ

image socure

એક નવા અભ્યાસ પ્રમાણે, જે લોકો માતાપિતા નથી તેમના મુકાબલે માતાપિતા બની ચૂકેલા લોકો કોરોના વેક્સિન લગાવતા ખચકાય છે. વિશેષજ્ઞો માને છે કે બાળકોના વેક્સિન લગાવવાના મામલે પણ આ જ ભાવના આડે આવી શકે છે.

image soucre

કોરોના વાયરસથી 10 હજાર સંક્રમિત બાળકોમાંથી એક બાળકનું મોત થઈ શકે છે. જો કે કેટલાક અન્ય અભ્યાસ આ દરને ઓછો જણાવે છે. અમેરિકાના આ બંને વિશેષજ્ઞો કહે છે કે કોરોના વેક્સિનથી થનારી આડઅસરના મુકાબલે વાયરસથી થનારું નુકસાન વધુ ભારે છે.
કોઈપણ બીજી વેક્સિનની જેમ આપણે આ સંભાવના માટે તૈયાર રહેવું જોઈએ કે વેક્સિનેશન પછી બીમાર થનારા બાળકોના કિસ્સા સામે આવશે અને વેક્સિનને દોષ આપવામાં આવશે. પરંતુ આપણે વેક્સિનેશન રોકી ન શકીએ.

સાઈડ ઈફેક્ટ્સને વધારીને સમજવાથી બચવું પડશે

ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર્સને વેક્સિનેશન પછી સામે આવનારા એવા રિપોર્ટ્સ પર માત્ર નજર ન રાખવી જોઈએ પરંતું તેમને શેર પણ કરવાની રહેશે. આપણે સાઈડ ઈફેક્ટ્સની કોઈપણ કહાનીને વધારીને સમજવાથી દૂર રહેવું જોઈએ. બંને અમેરિકન વિશેષજ્ઞો કહે છે કે આપણે માતાપિતાને આશ્વાસન આપવું જોઈશે કે વેક્સિનની ટ્રાયલ અને તેના ડેટાની સમીક્ષા પછી વેક્સિન લગાવવી સુરક્ષિત રહેશે. તેના પછી આપણે સમાજના ઓછા શિક્ષિત વર્ગ સુધી પહોંચવાનું રહેશે. તેમાં વિદેશોના બાળકો પણ સામેલ છે. કેમકે ક્યાંક બહાર ઊભરનારા કોઈ પણ નુકસાનકારક વેરિએન્ટ આખરે આપણા સૌ સુધી પહોંચી જશે. અત્યાર સુધી બાળકો સૌભાગ્યથી બચેલા છે. હવે આપણે જાણીજોઈને તેમની સુરક્ષા કરવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!