અમેરિકાના વૈજ્ઞાનિકે કોરોનાના નવા વેરિઅન્ટને લઈને આપી ગંભીર ચેતવણી

ભારતમાં પ્રથમ વખત જોવા મળેલો કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ નવા રૂપમાં પાયમાલી સર્જી શકે છે. અમેરિકાના વરિષ્ઠ ચેપી રોગ નિષ્ણાત અને યુ.એસ. સરકારના કોવિડ સલાહકાર ડો.એન્થોની ફોસીએ કેપિટલ હિલ પરની સેનેટમાં સમિતિને કહ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધારે ઘાતક વેરિઅન્ટ આવી શકે છે. નોંધનિય છે કે, કોરોનાનો પહેલો કેસ ચીનમાં મળી આવ્યો હતો, પરંતુ ચીને ઝડપથી કોરોના પર કાબૂ મેળવ્યો. ચીન અનલોક કરનાર વિશ્વનો પહેલો દેશ હતો. હવે ફરી કોરોના ચીનમાં પગ ફેલાવી રહ્યો છે. ચીને કોરોના મુક્ત જાહેર કરેલા પ્રાંતો હવે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો સામનો કરી રહ્યા છે.

image soucre

કોરોના ડેલ્ટા વેરિએન્ટ ચીનમાં ઝડપથી વિકસી રહ્યો છે. બુધવારે, ચીનમાં મહિનાઓમાં પ્રથમ વખત સૌથી વધુ 71 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. 30 જુલાઈથી સતત પાંચ દિવસ નવા કેસોની સંખ્યા વધી રહી છે. મોટા પાયે પરીક્ષણ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ઓપરેશને ડેલ્ટા વેરિએન્ટમાંથી ચેપ શોધી કાઢ્યા છે. ડેલ્ટા વેરિએન્ટની ભારતમાં પ્રથમ ઓળખ કરવામાં આવી હતી. તે હવે જુલાઈના અંતથી ચીનની રાજધાની બેઇજિંગ સહિત એક ડઝનથી વધુ ચીની શહેરોમાં મળી આવ્યો છે. ચીને 20 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે કોરોનાવાયરસ લક્ષણો સાથે 485 કેસ નોંધ્યા છે, જોકે તે કેટલા ડેલ્ટા વર્ઝન સાથે સંકળાયેલા છે તે તરત જ સ્પષ્ટ નથી.

image soucre

ચીન માટે સૌથી મોટો પડકાર ડેલ્ટા વેરિએન્ટને રોકવાનો છે, આ માટે તેણે એક વ્યાપક વ્યૂહરચના બનાવવી પડશે. નવી સમસ્યા એ છે કે માસ્ક પહેરવા અને સામાજિક અંતર કેટલાક સ્થળોએ હળવા કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગનો દેશ મહિનાઓથી કોવિડ મુક્ત છે. વાયરસ આનો લાભ લઈ શકે છે. ઉનાળાની રજાઓ અને મુસાફરી ડેલ્ટા વેરિઅન્ટના પ્રસારનું કારણ હોઈ શકે છે. અહેવાલો અનુસાર, પ્રારંભિક ડેલ્ટા ચેપ જુલાઈના મધ્યમાં મોસ્કોથી પૂર્વ ચીની શહેર નાનજિંગ માટે વિદેશી ફ્લાઇટ દ્વારા આવ્યો હતો. ફ્લાઇટમાં સવાર સાત મુસાફરોને વેરિએન્ટથી ચેપ લાગ્યો હતો. તે પાછળથી એરપોર્ટ સફાઈ કામદારોના જૂથમાં ફેલાઈ ગયો, જેમાંથી 20 લોકોએ 20 જુલાઈએ પોઝિટિવ પરીક્ષણ કર્યું. આ પછી એરપોર્ટ પરથી ચેપ ચીનના અન્ય પ્રાંતોમાં ફેલાયો.

image soucre

ડો.ફોસીએ કહ્યું કે, અમેરિકામાં જે રીતે વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો છે, તે જ રીતે તે શિયાળા સુધી ફેલાયો તો તે વધુ ખતરનાક અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે આવનાર નવો વેરિએન્ટ તમામ રસીઓને પણ ખોટી સાબિત કરી શકે છે. જો દરેકને સમયસર રસી આપવામાં ન આવે, તો આપણે રોગચાળાનું બીજું ભયાનક સ્વરૂપ જોવા માટે તૈયાર રહેવું પડશે.

વાયરસની પાસે મ્યૂટેશનની સંપૂર્ણ તક

image soucre

ડો. ફોસીએ કહ્યું, અત્યારે વાયરસ વધુ ફેલાવાનું કારણ ઓછુ રસીકરણ છે. ઓછા રસીકરણનો મતલબ છે કે વાયરસને પોતાનામાં પરિવર્તનની દરેક તક છે. શક્ય છે કે શિયાળામાં તે જીવલેણ સ્વરૂપ સાથે આવી શકે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર શંકા

image soucre

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાનુ ડેલ્ટા રૂપ વિશ્વના મોટાભાગના દેશોને ઝપેટમાં લઈ લીધા છે. વાયરસ હવે ચોક્કસપણે તેનું જીવન બચાવવા માટે રૂપ બદલશે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો પણ ઘણા દેશોમાં નોંધાયા છે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં બે દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં, શંકા છે કે શું ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી હવે વિશ્વને જોખમ છે.