Site icon News Gujarat

અમેરિકી રિસર્ચમાં સામે આવી કોરોનાને લઈને નવી વાત, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે શેર કર્યા રીસર્ચના તારણ

કોરોના વાયરસનો નાશ ગરમી અને તડકામાં થાય છે તેવી વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. તેવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ તાજેતરમાં જ એક નવી રિસર્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વધારે અસર કરતો નથી.

image source

મહત્વપૂર્ણ છે કે પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે આ ખતરનાક વાયરસ પર વાતાવરણ બદલવાથી કોઈ અસર થતી નથી. ગરમી હોય કે તડકો તેનો નાશ થતો નથી. આ મુદ્દા પર નિષ્ણાંતો રિસર્ચ કરી ચર્ચા કરી રહ્યા છે.

ટ્રંપએ તાજેતરમાં જ કહ્યું છે કે ઠંડા વાતાવરણની સરખામણીમાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં કોરોના વાયરસના બચવાની આશા ઓછી છે. ટ્રંપએ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની એક રીપોર્ટને ટાંકતા આ નિવેદન આપ્યું છે.

 

image source

ડીએસએસની રિપોર્ટનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિ ટ્રંપએ કહ્યું હતું કે કોરોના વાયરસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જીવિત રહે તેની સંભાવના ઓછી છે. તે ઠંડા અને શુષ્ક વાતાવરણમાં વધારે જીવે છે. જ્યાં આ વાયરસ લાંબા સમય સુધી રહે છે. વાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રંપએ કહ્યું હતું કે ડીએચએસના વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં આ જાણકારીનો ઉલ્લેખ છે કે વિવિધ પ્રકારના તાપમાન, જલવાયુ અને સપાટી પર વાયરસ કેવી પ્રતિક્રિયા આપે છે.

મહત્વપૂર્ણ છે કે યૂરોપીય દેશોની સરખામણીમાં કોરોના વાયરસ એશિયાઈ દેશોમાં ઓછો પ્રભાવિ જોવા મળ્યો છે. અહીં કોરોનાના કારણે ભયંકર સ્થિતિ સર્જાઈ નથી જેટલી યૂરોપીય દેશોમાં સર્જાઈ છે. ટ્રંપએ વધુમાં જણાવ્યું હતું કે રીપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આ ખતરનાક વાયરસ ઠંડા અને શુષ્ક વાતાવરણમાં વધારે જીવે છે. જ્યારે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તે જીવી શકતો નથી.

image source

જો આ રીસર્ચને ભારત સાથે સરખાવીને જોઈએ તો આગામી દિવસોમાં ભારતમાં ગરમી અને ભેજનું વાતાવરણ વધશે. તેનો સીધો અર્થ એવો નીકળે કે આગામી દિવસોમાં વાયરસનો અસર જાતે જ ઓછો થવા લાગશે. એટલું જ નહીં તે નાશ પણ પામી શકે છે. જો આ રીસર્ચ સત્ય પુરાવાર થાય તો.

image source

ટ્રંપનું સમર્થન કરતાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી નિદેશાલયના પ્રમુખ બિલ બ્રાયનએ કહ્યું છે કે કોરોના વાયરસ તડકા અને ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવવાથી ઝડપથી મરી જાય છે. આ ઉપરાંત ઈસોપ્રોપાઈઝ આલ્કોહોલ તેને 30 સેકન્ડમાં જ મારી શકે છે. બિલએ કહ્યું હતું કે પ્રયોગ દરમિયાન તેમણે વાયરસને અનુકૂળ નથી તેવા ભેજ અને તાપમાનને વધારે અને તેમણે આ પરીણામો જોયા હતા.

Exit mobile version