અમેરિકામાં એક સમોસાનો ભાવ છે આટલો બધો, ખિસ્સામાં વધારે રૂપિયા હોય તો જ ખાઇ શકો

અમેરિકા એક વિકસિત દેશ, મહાસત્તા જ્યાં દરેક સુખ સુવિધા મળે છે. અમેરિકા વિશ્વનો સૌથી આધુનિક અને ધનિક દેશ છે.

image source

આ દેશને જોવા આંખમાં આશ્ચર્ય આંજી કેટલાય પર્યટકો અમેરિકાની ધરતી ઉપર જાય છે. અમેરિકાની રોશનીથી અંજાઈને મોટામોટા સપના લઈ દુનિયાભરમાંથી લોકો અમેરિકા કમાવવા આવે છે. પણ આજે આપણે વાત કરવાના છીએ સમોસાંની.

સમોસા એટલે ભારતના દરેક ગામની ગલીમાં મળતું એક રસ્તા ઉપરનું વ્યંજન. ભારતમાં કોઈ જગ્યાના વડાપાંવ વખણાય તો કોઈ જગ્યાની પાણીપુરી ક્યાંકના ભજીયા વખણાય તો ક્યાંકના પકવાન પણ સમોસાં તો દરેક જગ્યાએ દરેક રાજ્યના વખણાતા હોય છે. સામન્ય રીતે કોઈપણ રાજ્યમાં બે સમોસાંની કિમત ૨૦ થી ૨૫ રૂપિયા હોય છે.

image source

અમેરિકામાં ભારતીયો બહુ મોટી સંખ્યામાં વસે છે. આ કારણોસર અમેરિકામાં મોટાભાગની ભારતીય વસ્તુઓ ઉપલબ્ધ છે. પરંતુ ત્યાં મળતો સામાન ભારતની સરખામણીએ ઘણો મોંઘો મળે છે,અમેરિકાના ઘણા શહેરોમાં ટેક અવે જોઇન્ટ્સથી માંડીને પરગણાના ગ્રોસરી સ્ટોરના રેડી ટુ ઈટ સેક્શન સુધી બધે જ સમોસા મળે છે.

અમેરિકનો પણ તેને ટ્રાઇ કોર્નર્ડ કોર્નરસ્ટોન ઓફ ધ સબકન્ટીનેન્ટ કહી પ્રેમથી આરોગે છે. અમેરિકામાં સમોસા ઘણા લાંબા સમયથી અને સારા પ્રમાણમાં ખવાય છે. સમય સાથે અમેરિકનોએ સમોસાના નામ અને રિસીપીમાં ઘણ બધા ફેરફાર કરીને સમોસાને પોતાના બનાવી લીધા છે. શું તમે વિચારી શકો છો એક સમોસાંની કિમત?

image source

સૌથી પહેલાં તમને એ જાણવું જરૂરી છે કે એક અમેરિકન ડોલરની કિમત ભારતીય રૂપિયા પ્રમાણે ગણીએ તો લગભગ ૭૦ રૂપિયાની આસપાસ ગણાય. અમેરિકામાં એક સમોસાંની કિમત છે ૨ ડોલર એટલે કે ૧૪૦ રૂપિયા.

ભારતની તુલનામાં યઅ ભાવ ખૂબ જ વધારે છે. આટલી કિમતમાં તો ભારતમાં એક ડઝન કરતાં પણ વધારે સમોસાં મળી જાય.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત