ઇ-કોમર્સ કંપનીને પહેલી વખત દંડ: જાણો કેમ Amazonને થયો આટલો બધો દંડ, સાથે જાણો રિટેઈલર્સે શું કરી માંગ

ઓનલાઈન શોપિંગ એપ એમેઝોનને પોતાના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ઘણી બધી આવશ્યક માહિતી નહી બતાવવાના લીધે ૨૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. કન્ઝ્યુમર એફેર્યસ મીનીસ્ટ્રી તરફથી જાહેર કરવામાં આવેલ ઓફીશીયલ આદેશ પ્રમાણે એમેઝોનને પોતાની ઈ- કોમર્સ વેબસાઈટ પર ઘણી બધી વસ્તુઓ પર ‘કન્ટ્રી ઓફ ઓરીજીન’ એટલે કે, તે વસ્તુનું ક્યાં દેશમાં નિર્માણ કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી જાહેર કરી હતી નહી.

image source

ગયા મહીને કન્ઝ્યુમર અફેર્યસ મીનીસ્ટ્રીએ જાણીતી ઈ- કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોનને ‘કન્ટ્રી ઓફ ઓરીજીન’ની માહિતી જાહેર નહી કરવાના લીધે નોટીસ ફટકારી છે. કન્ઝ્યુમર અફેર્યસ મીનીસ્ટ્રીના એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફ્લિપકાર્ટ શોપિંગ વેબસાઈટની સામે કોઇપણ નિયમના ભંગ કરવાનો કેસ સામે આવ્યો છે.

image source

બેંગલુરુમાં આવેલ એમેઝોન સેલર સર્વિસની સહિત એમેઝોનના બધા નિર્દેશકો પર લિગલ મીટ્રોલોજી એક્ટ- ૨૦૦૯ અને લિગલ મીટ્રોલોજી (પેકેજ કોમોડીટીઝ) નિયમ- ૨૦૧૧ હેઠળ રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આવા સમયે ઘણા રીટેઈલર્સ દ્વારા તેમની પર એક અઠવાડિયાના પ્રતિબંધની માંગ કરી છે.

શું છે કાયદો ?

image source

લિગલ મીટ્રોલોજી એક્ટ- ૨૦૦૯ના સેક્શન ૧૮(૧) અને લિગલ મીટ્રોલોજી નિયમ- ૨૦૧૧ના સેક્શન ૬(૧૦) હેઠળ વસ્તુનું ‘કંટ્રી ઓફ ઓરીજીન’ ગ્રાહકોને બતાવવું ફરજીયાત છે. આ નિયમનો ઉલ્લંઘન કરવાથી લિગલ મીટ્રોલોજી એક્ટ- ૨૦૦૯ના સેક્શન ૩૬(૧) હેઠળ સજા મળવાપાત્ર થાય છે. આ નિયમનું પ્રથમવાર ઉલ્લંઘન કરો છો ત્યારે ર્પિયા ૨૫ હજાર સુધીનો દંડ કરવામાં આવે છે. જયારે આ જ નિયમનો બીજીવાર ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને ર્પિયા ૫૦ હજારનો દંડ કે પછી જેલની સજા અથવા બંને પણ થઈ શકે છે. જાન્યુઆરી, ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા લિગલ મીટ્રોલોજી નિયમ- ૨૦૧૧માં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન પછી તેની હેઠળ આવતા બધા જ મેન્યુફેક્ચર્સ, ઈમ્પોર્ટર્સ, પેકર્સ અને ઈ- કોમર્સ વેબસાઈટ માટે ‘કન્ટ્રી ઓફ ઓરીજીન’ ગ્રાહકોને બતાવવું ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે જુન મહિનામાં DP||T દ્વારા એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કેટલીક અન્ય ઈ-કોમર્સ કંપનીઓને પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર વસ્તુની માહિતી બતાવવા માટે માહિતી આપી દેવામાં આવી હતી.

શું છે ‘કંટ્રી ઓફ ઓરીજીન’નો અર્થ:

image source

-‘કંટ્રી ઓફ ઓરીજીન’નો અર્થ એવો થાય છે કે, વસ્તુ ક્યાં દેશમાં બનાવવામાં આવી છે. પરંતુ આ એનો અર્થ એવો બિલકુલ પણ નથી કે, તે વસ્તુ કઈ જગ્યાએથી શિપ કરવામાં આવી છે. દા.ત., જો કોઈ ચાઇનીઝ મોબાઈલ હેન્ડસેટ ભારતમાં વિયેતનામથી મોકલવામાં આવે છે તો પણ આ વસ્તુનું ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘કંટ્રી ઓફ ઓરીજીન’ વિયેતનામને બદલે ચીન બતાવશે.

image source

-અગત્યની વાત એ છે કે, આ જોગવાઈ હેઠળ એ જ ‘કંટ્રી ઓફ ઓરીજીન’ રહેશે જે જગ્યાએ અંતિમ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. જેમ કે, મોબાઈલમાં મોબાઈલની બેટરી, ચિપ, ડિસ્પ્લે વગેરે અલગ અલગ પાર્ટ્સ જુદી જુદી જગ્યાએ બને છે પરંતુ છેલ્લે મોબાઈલને જે દેશમાં એસેમ્બલ કરીને બનાવવામાં આવે છે તે દેશ જ તે મોબાઈલનું ‘કંટ્રી ઓફ ઓરીજીન’ હોય છે.

image source

-જો કે, આ જોગવાઈ ફક્ત ઈ- કોમર્સ એમેઝોન કે પછી ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ સાઈટ પુરતી લાગુ કરવામાં આવી નથી ઉપરાંત સરકારી ઈ- માર્કેટ પ્લેસ પોર્ટલ પરના બધા વિક્રેતાઓ માટે પ્રોડક્ટનું ‘કંટ્રી ઓફ ઓરીજીન’ બતાવવું ફરજીયાત કરી દીધું છે. આ સરકારી પ્લેટફોર્મની મદદથી સરકારી વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત