Site icon News Gujarat

અમ્ફાન વાવાઝોડાની અસર શ્રમિક સ્પેશિયલ ટ્રેન પર, રદ્દ થઈ આ રાજ્યની ટ્રેનો

બંગાળની ખાડીમાંથી શરુ થયેલું વાવાઝોડુ ધીરેધીરે વધુ મજબૂત થઈ રહ્યું છે. તે 200 કિમીની ગતિથી પોતાના કેન્દ્રથી આગળ વધી રહ્યું છે.

image source

આ ચક્રવાતના કારણે ઓરિસ્સાથી ચાલનારી તમામ શ્રમિક સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ સાથે જ રેલ્વેએ હાવડાથી દિલ્હી રુટ પર ચાલનારી એક એસી સ્પેશિયલ ટ્રેનને પણ કેન્સલ કરી દીધી છે. તેનાથી પહેલા ભુવનેશ્વર-દિલ્હી-ભુવનેસ્વર એસી સ્પેશિયલ ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી હતી. ચક્રવાતનું જોખમ ટળી જાય ત્યારબાદ જ આ ટ્રેન શરુ કરવામાં આવશે.

આ અગાઉ રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે જાણકારી આપી હતી કે ઓરિસ્સાથી ચાલનારી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ઓરિસ્સા માટે ટ્રેન ચલાવવા મામલે ચર્ચા થઈ હતી ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું છે કે સુપર સાયક્લોન અમ્ફાનના કારણે ઓરિસ્સા સરકારે તટીય વિસ્તારો માટેની શ્રમિક સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવાનું નક્કી કર્યું છે. આ સાયક્લોનની અસર પૂર્ણ થયા બાદ રેલ્વે વધારે શ્રમિક ટ્રેન ચલાવવા અનુમતિ આપશે.

ચક્રવાતી તોફાનના જોખમને જોઈ અને રેલ્વે તરફથી હાવડામાં ઊભેલી ટ્રેન ખડી ન જાય તે માટે તેને રોકવા માટે ચેન અને તાળા મારી બાંધીને રાખવામાં આવી છે. લોઢાની મોટી સાંકળ, સ્કીટ અને તાળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વાવાઝોડાની તેજ હવામાં આ ટ્રેન પાટા પર એન્જીન વિના ચાલતી ન થઈ જાય.

કોરોના સંક્રમણના સંકટના સમયમાં ભારતીય રેલ્વે શ્રમિકો સહિત પરપ્રાંતિયોને પોતાના વતન સુરક્ષા અને સુવિધા સાથે પહોંચાડી રહી છે. શ્રમિકોનું સ્ક્રીનિંગ, સૈનિટાઈઝેશન કરી સામાજિક અંતરના નિયમનું પાલન થાય તે રીતે યાત્રીઓને ટ્રેન વડે તેમના વતન પહોંચાડવામાં આવે છે.

image source

ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી વચ્ચે રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટ કરી જણાવ્યું છે કે આગામી 1 જૂનથી 200 નોન એસી ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરી નિયમોને આધીન કોઈપણ કરી શકશે. સાથે જ રેલ મંત્રીએ કહ્યું છે કે આવતી કાલ એટલે કે ગુરુવાર અને 21 મેથી 400 શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોજ ચાલશે. રેલ્વે વિભાગે તેની પણ તૈયારી કરી લીધી છે.

રેલ્વે મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે 1 જૂનથી જે રેલ્વે સેવા શરુ થશે તેનું ઓનલાઈન બુકીંગ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version