જ્યારે 10થી 12 દિવસ સુધી નહોતા ન્હાયા આમિર ખાન, ચહેરા પર જમા થઈ ગઈ હતી ગંદગી

દિગગજ અભિનેતા આમિર ખાન એક એવો કલાકાર છે જે પોતાની દરેક ભૂમિકા માટે સખત મહેનત કરે છે. કોઈપણ ફિલ્મમાં કામ કરતી વખતે તેને સંપૂર્ણ પરફેક્શન સાથે બધું કરવાનું પસંદ છે. આ જ કારણ છે કે આમિર ખાનને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર ખાન ફિલ્મો ખૂબ જ ધ્યાનથી કરે છે. આ કારણે તે બહુ ઓછી ફિલ્મો કરે છે પરંતુ દરેક ફિલ્મમાં તે હંમેશની જેમ જ શાનદાર દેખાય છે અને દરેક પાત્રમાં ફિટ બેસે છે. આમિર તેની દરેક ભૂમિકાને સંપૂર્ણ રીતે અપનાવે છે અને એને રિયલ બનાવવાની કોશિશ કરે છે. એમની ફિલ્મ દંગલ માટે એમને પોતાનું ઘણું વજન વધાર્યું હતું તો એમની એવી ફિલ્મો પણ છે જેમાં એમને સિક્સ એબ્સ પણ બતાવ્યા છે

image soucre

એક કિસ્સો છે જ્યારે આમિરે દસ-બાર દિવસ સુધી સ્નાન કર્યું ન હતું. વાત જાણે એમ છે કે,આવું પણ તેણે એક સીનને પરફેક્ટ રીતે પૂરો કરવા માટે કર્યું હતું. આ કિસ્સો ફિલ્મ ગુલામનો છે. આ ફિલ્મના ક્લાઈમેક્સના એક સીન દરમિયાન વિલન આમિરને ખૂબ મારતો હતો, તેથી આ સીનના શૂટિંગ દરમિયાન આમિરના ચહેરા પર ઘણી ગંદકી જમા થઈ ગઈ હતી, પરંતુ આખો સીન શૂટ થયો ન હતો. આમીર ઈચ્છતો હતો કે આખા સીન દરમિયાન તે આવો દેખાય અને તેનો લુક બદલવો ન જોઈએ. એવું કહેવાય છે કે એ માટે આ સીનને પરફેક્ટ રીતે શૂટ કરવા માટે આમિરે દસથી બાર દિવસ સુધી સ્નાન નહોતું કર્યું

image soucre

આમિર ખાને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘હોળી’થી કરી હતી પરંતુ તેને બોલિવૂડમાં સફળતા ‘કયામત સે કયામત તક’થી મળી હતી. આ ફિલ્મ પછી આમિર ખાન રાતોરાત સ્ટાર બની ગયો. આ પછી આમિર ખાને એક કરતા વધુ પાત્રો ભજવ્યા છે. રાજા હિન્દુસ્તાની, દિલ હૈ કી માનતા નહિ, જો જીતા વોહી સિકંદર, મેલા, ઈશ્ક, રંગ દે બસંતી, તારે જમીન પર, દંગલ, પીકે, 3 ઈડિયટ્સ, સિક્રેટ સુપરસ્ટાર, ધૂમ 3 જેવી ઘણી ફિલ્મો કરી છે. અભિનય. એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ આવવાની છે. એવામાં આ રોલ માટે પણ આમિર ખાને પોતાના લુકને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે

image soucre

તમને જણાવી દઈએ કે હાલમાં જ આમિર ખાને એમની પત્ની કિરણ રાવ સાથે ડિવોર્સ લીધા છે