કોરોનામાં અમીરોની જલસાની પાર્ટી, માત્ર આટલી સેકન્ડમાં કરવામાં આવે છે ટેસ્ટ

કોરોનાથી અત્યંત પ્રભાવિત એવા અમેરિકામાં ધનવાન લોકો કરી રહ્યા છે પાર્ટી – મહેમાનોના કરવામાં આવે છે ટેસ્ટ

અમેરિકાના અત્યંત ધનવાન લોકો કોરોના કાળમાં પણ ભવ્ય પાર્ટીનું આયોજન કરી રહ્યા છે. વેનિટિ ફેરમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, અમેરિકાના ઘણા બધા અબજોપતિઓની લગ્ઝરિય લાઇફસ્ટાઇલમાં કોરોના કાળમાં પણ કોઈ જ પરિવર્તન નથી આવ્યું. અહેવાલ પ્રમાણે અહીંના ધનવાન લોકો પાર્ટીમાં ગેસ્ટને 15 મિનિટ વાળા રેપિડ કોરોના ટેસ્ટની સુવિધા આપવામા આવે છે.

image source

અહેવાલ પ્રમાણે, જ્યારે અમેરિકામાં મહામારીના કારણે લાખો લોકો ક્વોરેન્ટીનમાં રહેવા મજબૂર હતા, હજારો લોકો મરી રહ્યા હતા તે સમયે ધનનવાન લોકો લક્ઝરિયસ પાર્ટી કરી રહ્યા હતા. સુપર રિચ લોકો કોરોનાના હોટ સ્પોટમાં રહેવા માટે મજબૂર નહોતા કારણ કે તેઓ પ્રાઇવેટ જેટ દ્વાર ખૂબ જ સરળતાથી એક સુરક્ષિત જગ્યાએથી બીજી સુરક્ષિત જગ્યા પર જતા રહેતા હતા. બીજી બાજુ, મહામારીના કારણે અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં લાખો લોકો બેરોજગાર બની ગયા, પણ આ દરમિયાન ઘણા બધા અબજોપતિના ધનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.

image source

વેનિટિ ફેરના સૂત્રો જણાવે છે કે અમેરિકાની સિલિકોન વેલીના ઇલીટ આ જ પ્રકારનું જીવન જીવી રહ્યા છે અને લોકોને હળી મળી રહ્યા છે જાણે બધું જ સાવ સામાન્ય હોય. તમને જણાવી દઈ કે સૌથી વધારે કોરોના સંક્રમિત લોકો આજે અમેરિકામાં જ છે. અમેરિકામાં રોજ લગભગ એક હજાર લોકોના કોરોનાના સંક્રણમણથી મૃત્યુ થઈ રહ્યા છે.

image source

અહીંના વેનિટી ફેર અને ડેલી મેલમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, એવું જાણવા મળ્યું છે કે લોસ એન્જેલસમાં પોતાના ઘરમાં પાર્ટી આપનારાઓમાં ઉબરના કો-ફાઉડર ટ્રેવિસ ક્લેનિકનો સમાવેશ થાય છે જો કે એવું પણ સાંભળવામા આવ્યું છે કે મહામારી પહેલાની સરખામણીએ હાલની તેમની પાર્ટીઓ ખૂબ જ નાની થઈ ગઈ છે.

image source

ગયા મહિને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ લગભગ 9 લાખ રૂપિયાના ઇલેક્ટ્રિક સર્ફબોર્ડ પર અમેરિકાના હવાઈમાં જોવા મળ્યા હતા. તો એમેઝોનના માલિક જેફ બેજોઝે હાલમાં જ અમેરિકામાં 74 કરોડ રૂપિયાથી વધારે કિંમતનું એક ઘર ખરીદ્યું છે. ઇનવેસ્ટર્સ અને ટેક સીઈઓ સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યું કે આ ધનવાન લોકો પાર્ટી કરવાથી અને જેટની સવારી કરવાથી પોતાની જાતને રોકી નથી શકતા.

કેટલાક અબજોપતિ પોતાના મહેલ જેવા ઘરને ભાડે પણ આપી રહ્યા છે જેથી કરીને પાર્ટીનું આયોજન થઈ કે. તો વળી મહામારી દરમિયાન પ્રાઇવેટ જેટની ડિમાન્ડ પણ ખૂબ વધી રહી છે. આ જ સ્થિતિને જોતા એક અમેરિકન ડોક્ટરે કહ્યું – ‘કોરોના વયાર ગરીબ લોકોનો વાયરસ છે.’

image source

હાલ કોરોના મહામારીની સ્થિતિ ઓર વધારે વકરી ઉઠી છે. કારણ કે દર નવા દિવસે હજારો નવા સંક્રમિતો નોંધાઈ રહ્યા છે, હજારો મૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે. સમગ્ર દુનિયાના કોરનાના આંકડા પર એક નજર કરીએ તો હાલ, વિશ્વમાં 2.16 કરોડ કોરોના સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે, 1.36 કરોડ કોરોના સંક્રમિતો સંક્રમણમાંથી મુક્ત થયા છે.

image source

અને દુઃખની વાત છે કે કોરોનાના સંક્રમણના કારણે 7.74 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. ભારત પર નજર કરીએ તો ભારતમાં અત્યારસુધીમાં 26.5 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 19.2 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે અને 50,921 લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 78680 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 61,512 લોકો રીકવર થઈ ગયા છે અને 2785 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત