યુપીના પ્રવાસી શ્રમિકોની વતન વાપસી માટે અમિતાભ બચ્ચને બુક કરાવી 6 ફ્લાઈટ

કોરોના વાયરસના આ કપરા કાળમાં લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. સૌથી વધારે ખરાબ હાલ તો ત્યારે સર્જાઈ જ્યારે પ્રવાસી શ્રમિકોએ પલાયન શરુ કર્યું. લોકોડાઉન હતુ ત્યારે બેરોજગારીથી કંટાળી લોકો પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા હતા.

image source

તેમની શક્ય એટલી મદદ તો સરકારે કરી અને હવે સુપ્રીમ કોર્ટને શ્રમિકોને વતન પરત પહોંચાડવા માટે સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. તેવામાં હવે શ્રમિકોની મદદ કરવા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આગળ આવ્યા છે. સોનૂ સૂદ તો આ કામ કરી જ રહ્યો છે પરંતુ જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચને 2 દિવસ દરમિયાન શ્રમિકો માટે ફ્લાઈટ બુક કરી છે. તેમણે યૂપીના પ્રવાસી શ્રમિકો માટે ફ્લાઈટ બુક કરાવી છે.

image source

લોકડાઉન દરમિયાન અનેક લોકોને મદદરૂપ થનાર અમિતાભ બચ્ચન ફરી એકવાર આગળ આવ્યા છે અને યૂપીના શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા માટે તેમણે 6 ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવી છે. મળતી જાણકારી અનુસાર દરેક ફ્લાઈટમાં 180 લોકોને બેસાડી અને ઉત્તર પ્રદેશ મુકવામાં આવશે. તેમાંથી 4 ફ્લાઈટ 10 જૂન અને 2 ફ્લાઈટ 11 જૂને રવાના થશે. જાણવા મળ્યું છે કે આ ફ્લાઈટ લખનઉ, ગોરખપુર અને વારાસણી માટેની છે. આજે જે ફ્લાઈટ રવાના થઈ તેના માટે નિયત સમયે શ્રમિકો એરપોર્ટ પહોંચી ગયા હતા અને એરપોર્ટના પ્રોટોકોલ અનુસાર તેમને ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા.

image source

અમિતાભ બચ્ચને બુક કરાવેલી 6 ફ્લાઈટસના માધ્યમથી અંદાજે 1080 લોકો પોતાના ઘરે પહોંચશે. આ પહેલા ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે અમિતાભ બચ્ચને બસની વ્યવસ્થા કરી હતી. 29 મેના રોજ તેમણે મહીમ દરગાહ ટ્રસ્ટ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટ સાથે મળી અને 10 બસ હાજી અલીથી રવાના કરાવી હતી. તેમાં યૂપીના લખનઉ, ઈલાહાબાદ, ગોરખપુરુ અને ભદોઈ જેવા જિલ્લાના લગભગ 250 શ્રમિકો તેમના ઘરે પહોંચ્યા હતા. શ્રમિકો માટે માત્ર બસ જ નહીં તેમના ખાવા-પીવાની વસ્તુઓથી લઈ મેડિકલ કિટ પણ આપવામાં આવી હતી.

image source

ઉલ્લેખનીય છે કે શ્રમિકોને ઘર પહોંચાડવામાં મદદ કરવા બદલ છેલ્લા કેટલાક દિવસોથી સોનૂ સૂદ સતત ચર્ચામાં રહ્યો છે. પરંતુ હવે અમિતાભ બચ્ચન તેમના કામના કારણે ચર્ચાઈ રહ્યા છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત