શું તમે જાણો છો અમિતાભ બચ્ચને શ્વેતા બચ્ચના લગ્ન પહેલા છોકરાની કેવી-કેવી તપાસ કરી હતી?
અમિતાભ બચ્ચન એક દીકરીના પિતા.

અમિતાભ બચ્ચન આમ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. સોશિયલ મીડિયા દ્વારા અમિતાભ બચ્ચન મોટાભાગે પોતાના જીવનમાં બની રહેલ ઘટનાઓ અને પોતાના કેટલાક અનુભવો વિષે પોતાના ફેંસને જાણકારી આપતા રહે છે. અમિતાભ બચ્ચનના પારિવારિક જીવનનો એક અનુભવ વિષે કેટલીક જાણકારી પણ શેર કરી છે.
અમિતાભ બચ્ચનને સંતાનમાં અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન એમ બે સંતાનોના પિતા છે. અમિતાભ દીકરા કરતા પોતાની દીકરી શ્વેતાની વધારે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. જેના લીધે થઈને જયારે શ્વેતાના લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે અમિતાભ બચ્ચનએ ખુબ સાવધાની રાખી હતી. શ્વેતા બચ્ચનના લગ્ન વર્ષ ૧૯૯૭માં નિખિલ નંદા સાથે કરી દેવામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચનએ પોતાની દીકરી માટે નિખિલ નંદાને પસંદ કરવા માટે કેટલાક માપદંડ નક્કી કર્યા હતા. અમિતાભ બચ્ચનના આ માપદંડ વિષે આજે અમે આપને જણાવીશું. આપ પણ આપની લાડકી માટે સારા જીવનસાથીની પસંદગી કરવા માટે મદદ મળી શકે છે. ચાલો જાણીએ.
બાયોડેટા ચેક કર્યા:

કોઇપણ યુવકને આપ આપની લાડકીને સોપતા પહેલા તે વ્યક્તિ વિષે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ. જેમ કે, છોકરો ક્યાં નોકરી કરે છે, જ્યાં કામ કરે છે તે કંપની કેવી છે, નોકરી કેવા પ્રકારની છે, તેમજ છોકરાના કરિયરનું ભવિષ્ય કેવું હોઈ શકે છે આવી ઘણી બધી બાબતોને વ્યવસ્થિત રીતે ચેક કરવી જોઈએ. ઉપરાંત યુવકનું અભ્યાસ અને તે યુવક આપની દીકરીની લાયકાત સાથે બંધબેસે છે કે તે પણ ખાસ જોવું જોઈએ.
બોડી લેન્ગવેજ કેવી છે.:
યુવકની બોલવાની રીતભાત કેવી છે તેની પર પણ ધ્યાન આપવું જોઈએ. યુવકની રહેણીકરણી, અન્ય વ્યક્તિઓ સાથે વાત કરવાની રીતભાત આવી બધી જ વાતોનું ધ્યાન રાખવું અને સારી રીતે તપાસ કરવી. કેટલીક વાર એવું પણ થાય છે કે, યુવક સારી છોકરી સાથે લગ્નની લાલચમાં બધાની સામે સારો વ્યવહાર રાખે છે, પણ હકીકતમાં તેઓ પોતાની વાસ્તવિક જીંદગીમાં અન્ય ઘણી વસ્તુઓ પણ માન્ય રાખે છે. ઉપરાંત યુવક સિવાય પણ યુવકના પરિવારના સભ્યો વિષે પણ જાણકારી જરૂરથી મેળવી લેવી જોઈએ. કેમ કે, આપની લાડકીને ફક્ત યુવક સાથે જ નહી તે યુવકના આખા પરિવાર સાથે પણ સંબંધો જાળવવાના હોય છે. તે યુવકનું વ્યક્તિત્વ આપની દીકરીના વ્યક્તિત્વ સાથે બંધબેસે છે કે નહી આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
મહિલાઓનું સમ્માન જાળવે છે કે નહી.:

છોકરો દેખાવમાં ખુબ સરસ લાગે છે, તેની આવક અને નોકરી પણ વ્યવસ્થિત છે, રહેવા માટે ઘણું મોટું ઘર છે. પણ જો આવા યુવકને મહિલાઓ સાથે કે પછી અન્ય વ્યક્તિઓ સાથે જો સારી રીતે વાતચીત નથી કરી રહ્યો તો બીજી બધી વસ્તુઓ કોઈ કામની નથી રહેતી. એક પિતા તરીકે આપનેએ ધ્યાન રાખવું જોઈએ કે, આપ આપની લાડકી માટે જે યુવકને પસંદ કરો છો તે આપની દીકરી, અન્ય સ્ત્રીઓ અને ઘરના વડીલો સાથે કેવા ટોનમાં અને કેવી રીતે વર્તન કરે છે તે પણ ધ્યાન રાખવું જોઈએ. ક્યાંક એવું ના થાય કે આપની દીકરીને લગ્ન પછી જે યુવક સાથે લગ્ન થયા હોય તે યુવક આપની દીકરીને સન્માન ના આપે અને આપની દીકરીને પગના જૂતા સમાન ગણતરી કરતો રહે.
યુવકના પરિવારની માહિતી.:

આપની દીકરીને લગ્ન પછી યુવકના પુરા પરિવાર સાથે સાસરીમાં રોજ રહેવાનું છે. આવી પરિસ્થિતિમાં આપે નિશ્ચિત રીતે યુવકના પરિવાર વિષે પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. યુવકના પરિવારના સભ્યો કેવા છે, કોણ કયું કામ કરે છે, તેઓ પરિવારમાં એકબીજા સાથે કેવી રીતે વર્તન કરે છે, યુવકના પરિવારનું સમાજમાં કેવું સ્થાન ધરાવે છે, તેમજ યુવકનું પરિવાર કોઈ બાબતે સમાજમાં બદનામ તો નથી ને? તેમજ યુવક કે તેનો પરિવાર કોઈ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલ તો નથી. તેમજ યુવકનો પરિવાર કેવી વિચારસરણી રાખે છે, આપની દીકરીને નોકરી કરવાની પરવાનગી આપશે કે નહી, તેમજ આપની લાડકીની સ્વતંત્રતા પર કોઈ રોકટોક કરશે કે નહી. આવી બધી જ બાબતોની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ.
દહેજના લાલચી તો નથી ને? :

એક પિતા પોતાની દીકરીને દુનિયાના બધા જ સુખ આપવાની ઈચ્છા રાખે છે જેના કારણે મોટાભાગના બધા પિતા પોતાની દીકરીને એક સારા છોકરા સાથે લગ્ન કરાવવા માટે ઘણી યુવક અને યુવકનો પરિવાર છોકરીના પિતા પાસેથી દહેજની માંગ કરે છે જેના પરિણામ સ્વરૂપે ઘણીવાર છોકરીઓને દહેજ જેવા કુરિવાજનો શિકાર થઈ જાય છે. આવા કારણોના લીધે આપે યુવક અને યુવકના પરિવાર સાથે આ બાબતે સ્પષ્ટ વાત કરી લેવી જોઈએ. જો આપને એવું લાગે છે કે, યુવકના પરિવાર પાસે લાલચ કરતા વધારે રૂપિયા છે આપે આપની દીકરીના લગ્ન આવા યુવક સાથે કરવા જોઈએ નહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત