અમિતાભ બચ્ચનનું મોઢું પણ ખુલ્લું રહી ગયું, કૌન બનેગા કરોડપતિ શોમાં ઘટી અજીબ ઘટના, જાણો એવું શું થયું?

કૌન બનેગા કરોડપતિ શોને લઈ અવાર નવાર ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણા એવા ઘટસ્ફોટ પણ થતાં રહે છે કે જે જાણીને દરેકને નવાઈ લાગે. પછી એ ચેકની વાત હોય કે કપડાંની વાત હોય. કૌન બનેગા કરોડપતિએ આપણે ઘણી વખત અચંબામાં મૂક્યા છે. ત્યારે ફરી એકવખત એવી ઘટના પ્રકાશમાં આવી છે. વાત કઇક એમ છે કે ‘કૌન બનેગા કરોડપતિ’માં મંગળવાર, 13 ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં એવી ઘટના બની, જેને કારણે માત્ર દર્શકો નહીં પરંતુ હોસ્ટ અમિતાભ બચ્ચન પણ નવાઈમાં પડી ગયા હતા.

image source

બન્યું એવું કે બિગ બીનું કમ્પ્યુટર થોડીક સેકન્ડ માટે કામ કરતું બંધ થઈ ગયું હતું. આ એપિસોડમાં બિહારના પટનામાં આવેલ સ્પર્ધક રાજ લક્ષ્મીએ 25 લાખ રૂપિયાનો સવાલ ક્વિટ કર્યો હતો. ત્યારબાદ મુંબઈનો સ્પર્ધક સ્વપ્નીલ ચવ્હાણ હોટ સીટ પર આવ્યો હતો. અમિતાભે પહેલો સવાલ પૂછ્યો હતો અને પછી બે હજાર રૂપિયા માટે બીજો સવાલ પૂછવાની શરૂઆત કરી હતી. આ સમયે જ બિગ બીનું કમ્પ્યુટર હેંગ થઈ ગયું હતું. અમિતાભે કહ્યું હતું, ‘અગલા સવાલ 2 હજાર રૂપિયે કે લિયે આપકે કમ્પ્યુટર સ્ક્રીન પર.’

image source

પરંતુ સવાલ બિગ બીના કમ્પ્યુટર પર આવ્યો જ નહીં. અમિતાભે ત્રણ વાર કહ્યું કે દો હજાર કા સવાલ, દો હજાર રૂપિયા, દો હજાર રૂપિયે…જોકે, પછી અમિતાભે સ્પર્ધકને કહ્યું હતું, ‘કમ્પ્યુટરજી તો અટક ગયા હૈ.’ આટલું બોલ્યા બાદ અમિતાભ આમ-તેમ કોઈની મદદ માટે જોવા લાગ્યા હતા અને બોલતા હતા, ‘નહીં આ રહા હૈ.’

image source

ત્યારે જ સ્ક્રીન પર સવાલ આવી ગયો હતો અને બિગ બી બોલી પડ્યા ‘આ ગયા.. આ ગયા..’ ત્યારબાદ અમિતાભે સવાલ વાંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કૌન બનેગા કરોડપતિ શોના ઇતિહાસમાં આવી ઘટના આ પેહલા ક્યારેય ઘટી નથી.

image source

જો આપણે ક્યા સવાલ પર આ ઘટના ઘટી એ વિશે વાત કરીએ તો એ સવાલ જવાબ કઇક આવો હતો.

સવાલઃ જો તમે નોવાક યોકોવિચ તથા એન્ડી મૂરેને ઈન્ટરનેશનલ રમતમાં રમતા જોવો તો તમે કઈ રમત જોઈ રહ્યા છો?

આ પ્રશ્નનો જવાબ હતો ટેનિસ.

આ વખતે કરાયા ફેરફાર

image source

કૌન બનેગા કરોડપતિ 12’માં હાલની પરિસ્થિતિને જોતા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મહામારીને કારણે શૂટિંગ ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે લાઈવ ઑડિયન્સ બોલાવવામાં આવશે નહીં. એટલે ઑડિયન્સ પોલને બદલે ‘વીડિયો કૉલ અ ફ્રેન્ડ’ લાઈફલાઈન રાખવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ લાઈફ લાઈન 50:50, એક્સપર્ટને પૂછો તથા પ્રશ્ન બદલો એ ચાલુ રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત