‘ગુલાબો સિતાબો’ ફિલ્મના શૂટિંગ સમયે અમિતાભ બચ્ચને પડી હતી આવી તકલીફો, વાંચો શું કહ્યું આ વિશે

મેકઅપ માટે સવારે 3:30 એ જાગતા હતા, નીચું નમીને ચાલતા ચાલતા કમર તૂટી ગઈ, અમિતાભ બચ્ચને જણાવ્યું કે કેવી રીતે થયું ફિલ્મ “ગુલાબો-સિતાબો”નું શૂટિંગ.

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જલ્દી જ આયુષમાન ખુરાના સાથેની ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મના શુટીંગ દરમિયાન થતી તકલીફો વિશે અમિતાભે લખ્યું.

ગુલાબો સિતાબો ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો અમિતાભ બચ્ચને.

image source

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. થોડા સમય પહેલા જ બિગ બી એ પોતાની ફિલ્મ ગુલાબો-સિતાબોના શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવ શેર કરતા લખ્યું હતું કે “લખનઉમાં ઉગ્ર ગરમી હોય છે. એટલે ફિલ્મનું શૂટિંગ સવારે 6:30 વાગે શરૂ થઈ જતું હતું. અને મારે ત્રણ કલાક પહેલાં 3:30 વાગે અડધી રાત્રે જ મેકઅપ કરાવવા માટે વાનમાં જવું પડતું હતું.”

image source

આગળ બિગ બી એ જણાવ્યું કે “ગરમ પાણી સાથે પ્રોસ્થેટિક મેકઅપમાં તકલીફ થાય છે. એના કારણે મેકઅપ ધોવાઈ જાય છે. જોકે ચહેરા પર ઠંડક જાળવી રાખવા માટે સેટ પર પૂરતી સગવડ હતી. પણ સતત શૂટિંગ દરમિયાન વારંવાર ગરમીમાં જવાનું ને ફરી ઠંડકમાં આવવાનું મારા માટે ઘણું કપરું હતું. કાં તો હું ઠંડો રહેતો કાં તો પછી ગરમ રહેતો”

image source

અમિતાભ બચ્ચન આગળ લખે છે કે “ફિલ્મમાં મારો રોલ એક એવા વ્યક્તિનો છે જે કમરથી નમીને ચાલે છે. જેના કારણે મારી કમર તૂટી જતી હતી. પીઠમાં બહુ જ દુખાવો થવા લાગતો હતો. ના હું બેસી શકતો હતો ના સુઈ શકતો હતો. પેઈન કિલર લેવાની મને પરવાનગી નહતી, ખાલી પેઈન રિલીફ સ્પ્રે હું પીઠ પર લગાવ્યા કરતો. પણ એની પણ કઈ અસર નહોતી થતી. એટલે જો તમારે અભિનેતા બનવું છે તો ચોક્કસ બનો પણ પછી કોઈ વાતની ફરિયાદ ન કરશો.”

image source

પોતાની આ પોસ્ટની સાથે અમિતાભ બચ્ચને અમુક ફોટા પણ શેર કર્યા છે. ફિલ્મના સેટનો એક ફોટો શેર કરતા અમિતાભે લખ્યું છે કે “તમે જોઈ શકો છો કે જે ડ્રેસ મેં પહેર્યો છે એ પાછળથી ખુલે છે. ભારે ગરમીમાં શૂટિંગ હોવાના કારણે સુજીત સરકારે આવું કરવું પડ્યું હતું. એ જાણતા હતા મેં અમે ગરમીની સીઝનમાં લખનઉમાં શૂટિંગ કરી રહ્યા છે. અહીંયા અતિશય ગરમી હોય ત્યારે તાપમાન 50 ડીગ્રી સુધી પહોંચી જાય છે. ડાયરકેટર એ વાત જાણતાં હતા કે પરસેવાના કારણે મારે વારંવાર કપડાં બદલવા પડશે.”

image source

અમિતાભે આગળ લખ્યું કે “ગરમીથી બચવા માટે અમે સવારે અને સાંજે જ શૂટિંગ કર્યું. દિવસે બધા જ લોકો બ્રેક લેતા. એ શૂટિંગ, લાઈટ અને કેમેરાના હિસાબથી પણ સારું હતું.પણ સવારે પ્રોસ્થેટિક મેકઅપ સાથે શુટીંગ કરવું એ કોઈ ખરાબ સપનાથી જરાય ઓછું નહોતું.” તમને જણાવી દઈએ કે ફિલ્મ ગુલાબો સિતાબો 22 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય આયુષમાન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં છે.

source : jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત