અને જ્યારે બીગ બીએ ભરી મહેફિલમાં જયા બચ્ચનને કરી લીધી હતી કિસ, અને અભિષેક રહી ગયો જોતોને જોતો જ

જ્યારે સેંકડો લોકો વચ્ચે અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચનને જડી દીધું હતું ચુંબન – ચોંકી ગયો હતો અભિષેક

image source

આજે સમગ્ર વિશ્વમાં લાખો લોકો કોરોનાથી સંક્રમીત છે અને હાજરો લોકો તે વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. આપણા દેશમાં સ્થિતિ દિવસેને દિવસે વધારે ખરાબ થઈ રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે સરકારે લોકડાઉન લાગુ પાડ્યું હતું પણ હવે ધીમે ધીમે તેમાં રાહત આપવામા આવી રહી છે. તેમ છતા લોકો આજે પણ સાવચેતીના ભાગ રૂપે ઘરે જ રહેવાનું પસંદ કરી રહ્યા છે જેમાં આપણા દેશના સેલેબ્રીટીનો પણ સમાવેશ થાય છે. પણ આ લોકડાઉન દરમિયાન સેલેબ્સ પણ પોતાની ભૂતકાળની વાતો પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે, વિડિયો શેર કરી રહ્યા છે, તસ્વીરો શેર કરી રહ્યા છે.

image source

તાજેતરમાં અમિતાભ અને જયા બચ્ચનની લગ્નતીથી ગઈ. તેમના ફેન્સે તેમને સોશિયલ મડિયા દ્વારા શુભકામનાઓ પણ પાઠવી અને તેમનો આભાર માનતા અમિતાભે પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર પોતાનું અને જયા બચ્ચનું એક સુંદર પોટ્રેઇટ પણ શેર કર્યુ હતું.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને લગ્નજીવનના 47 વર્ષ પૂર્ણ કર્યા છે. બન્નેના લગ્ન 3 જૂન 1973ના રોજ થયા હતા. ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા હતા. અને તેનો અછડતો ઉલ્લેખ અમિતાભે પોતાની વેડિંગ એનિવર્સરીના દિવસે શેર કરેલી પોસ્ટમાં કર્યો હતો.

image source

વાસ્તવમાં તેઓ પોતાની ફિલ્મ ઝંઝીરની સફળતાને સેલીબ્રેટ કરવા માટે પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચન સાથે પ્રથમવાર લંડન જવા માગતા હતા. ત્યારે તેમના પિતાએ અમિતાભને પુછ્યું કે તે કોની સાથે જઈ રહ્યા છે ? જ્યારે તેમણે તેમને કહ્યું કે તે કોણ છે ત્યારે તેમણે તેમને જણાવ્યું કે તો પછી તારે જતાં પહેલાં તેની સાથે લગ્ન કરી લેવા જોઈશે… નહીંતર તું નથી જઈ રહ્યો… માટે… તેમણે તેમની વાત માની !!’ આ સાથે તેમણે પોતાના લગ્નની કેટલીક તસ્વીરો શેર કરી હતી. આમ તેમના લગ્ન ખૂબ જ ઉતાવળમાં કરવામાં આવ્યા હતા.

image source

હવે આવીએ તે બન્નેના જાહેરમાં ચુંબનની વાત પર તો આ વાત છે 2014માં યોજાયેલા સ્ક્રીન અવોર્ડ્સની. તે વર્ષે અમિતાભ બચ્ચનને લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ આપવામા આવ્યો હતો. અમિતાભ જ્યારે તેમનો અવોર્ડ લેવા માટે મંચ પરથી પાછા આવ્યા ત્યારે આગળની સીટ પર બેસેલા તેમના પરિવાર પાસે ગયા. પછી તેમની પત્ની જયા સાથે વાત કરતા તેમણે સેંકડો લોકોની હાજરીમાં જયાને કિસ કરી લીધી.

અને તે વખતે અભિષેક બચ્ચન તે બન્નેની વચે બેઠેલો હતો. અને માતાપિતાને આ રીતે કિસ કરતા જોઈ અભિષેક બચ્ચન પોતાને રોકી ન શક્યો અને ત્યાર બાદ તેણે રિએક્શન પણ આપ્યું હતું. જે તમે આ તસ્વીરમાં સારી રીતે જોઈ શકો છો.

image source

અભિષેક બચ્ચને પોતાના માતાપિતાને તેમની વેડિંગ એનિવર્સરીના અવસર પર શુભેચ્છાઓ પાઠવતા તેમની યુવાનીની એક સુંદર તસ્વીર પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. આ તસ્વીરમાં અમિતાભ-જયા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જો કે તમને જણાવી દઈએ કે આખાએ લોકડાઉન દરમિયાન જયાબચ્ચન પોતાના પરિવારજનોથી દૂર દિલ્લીમાં ફસાઈ ગયા હતા તેમણે પોતાના બર્થડે પર પણ એકલા જ રહેવુ પડ્યું હતું.

Source: asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત