અમિતાભથી લઇને આ સેલેબ્સ આવી ચુક્યા છે કોરોનાની ઝપેટમાં, અને કહ્યું, ‘આ માટે ભયાનક છે કોરોનાની બીમારી’

કોરોના વાયરસ એક જીવલેણ બીમારી છે, જે કોઈને છોડતી નથી. કેટલાક સેલેબ્સ એનાથી બચવા અને એના ભયને ઓછો કરવા માટે સાવધાની રાખવાની સલાહ આપીને લોકોને મોતાબહ્ગે સાવધાન કરતા રહે છે. આ દરમિયાન કેટલાક સેલેબ્સ પોતે પણ આ સંક્રમણનો શિકાર થઈ ગયા છે અને તેમણે પોતાના કોવિડ-19ના અનુભવ વિષે જણાવ્યું પણ. ભલે તેઓ હળવા, મધ્યમ કે પછી ગંભીર સંક્રમણ માંથી પસાર થયા હોય, પરંતુ દરેકની કોવિડ-19ની સફર અને અનુભવ ક્યાંકને ક્યાંક અલગ હતા અને દરેક વ્યક્તિમાં શીખવા માટે સબક હાજર હતા.

image source

જો કે, મોટાભાગે આ વાયરસની સાથે ચેમ્પિયનની જેમ મુક્બલા કર્યો અને એને ‘ખૌફનાક ઇમ્તેહાન’, ‘જજ્બાતી તૌર સે થકા દેને વાળા’ કરાર આપ્યો. ચાલો જાણીએ કોવિડ-19 સંક્રમણ માંથી પસાર થયેલ કેટલાક સેલેબ્સના અનુભવ, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોરોના વાયરસના લક્ષણ બધા માટે કેવી રીતે અલગ અલગ અને ભયાનક હોઈ શકે છે.

અમિતાભ બચ્ચન:

image source

જુલાઈ અને ઓગસ્ટનો મહિના બચ્ચન પરિવાર માટે ઘણો ખરાબ સાબિત થયો. જયારે દિગ્ગજ સ્ટાર અમિતાભ બચ્ચન જુલાઈ મહિનાના મધ્યમા કોરોના વાયરસથી સંક્રમિત થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન આઇસોલેશનમાં લાંબો સમય વિતાવ્યો. જો કે, અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના હોસ્પિટલના બિસ્તર પરથી નિયમિત રીતે બ્લોગિંગ કરતા રહ્યા. લાંબા સમય સુધી તેમણે આઇસોલેશનમાં રહેવાના પરિણામો- એકલાપણું અને માનસિક સ્વાસ્થ્યની વાત.

સીનીયર બચ્ચનએ કેટલાક અઠવાડિયાના લાંબા સમય સુધી કોવિડ-19 પોઝેટીવથી નેગેટીવ થવાની લડાઈ લડ્યા. અંતે પોતાના ફેંસ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોની દુઆઓની સાથે તેઓ વિજયી થઈને બહાર આવ્યા, અને કોરોના વાયરસને માત આપવામાં સફળ રહ્યા. અમિતાભ બચ્ચન સિવાય, અભિષેક બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને સંક્રમણના હળવા લક્ષણોથી પીડિત થયા પછી હોમ આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું.

હર્ષવર્ધન રાણે:

image source

૩૬ વર્ષની ઉમર ધરાવતા હર્ષવર્ધન રાણે પોતાના નિયમિત તપાસ કરાવ્યા પછી કોરોના પોઝેટીવ આવ્યા હતા. શરુઆતમાં તેમનામાં વાયરસના અસામાન્ય લક્ષણ- પેટમાં કીડા, માથામાં દુઃખાવાની સમસ્યા જોવા મળી, સ્થિતિ ત્યારે વધારે ખરાબ થઈ ગઈ જયારે રીકવરી દરમિયાન તેમને ઓક્સિજનની ઉણપની સમસ્યાથી પીડિત થઈ ગયા. અભિનેતા હર્ષવર્ધન રાણેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને તેમણે આઈસીયુમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમને સતત ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો.

આ પણ એક ઉદાહરણ છે કે, કોરોના વાયરસના લક્ષણ હળવાથી ખરવ અને એનાથી વધારે ખરાબ થઈ શકે છે, અને નાની ઉમરના લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. હર્ષવર્ધન રાણેના લક્ષણ તેમના પહેલાના લક્ષણની સાથે ભ્રમિત હતા, જેના કારણે કોવિડ-19નો અંદાજ લગાવવામાં મોડું થયું, જેનાથી સારવારમાં પણ મોડું થયું.

જેનેલિયા દેશમુખ:

image source

જેનેલિયા દેશમુખ પણ એ સ્ટાર્સમાં સામેલ છે, જેમણે એક કોરોના દર્દીની માનસિક સ્થિતિ પર કોવિડ-19ના લીધે ખતરનાક પ્રભાવો વિષે વાત કરી હતી. વાયરલ સંક્રમણના ઉપચાર ઇચ્છનાર અભિનેત્રીએ વિસ્તૃત રીતે જણાવ્યું છે કે, કોરોના સંક્રમિત થયા પછી ૨૧ દિવસ સુધી પરિવારથી દુર સેલ્ફ આઈસોલેશનમાં રહેવું તેમના માટે અને તેમના પરિવાર માટે ભાવનાત્મક રીતે ઘણું અઘરું હતું. ઓગસ્ટમાં અભિનેત્રી અને બે બાળકોની માં જેનેલિયાનો કોરોના ટેસ્ટ પોઝેટીવ આવ્યો હતો. કેમ કે, કોરોના વાયરસના લક્ષણ જોવા મળી રહ્યા હતા નહી, એટલા માટે તેમની રીકવરી માટે સેલ્ફ- આઈસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું. જો કે, આ બીમારીનો સૌથી ખરાબ ભાગ તેમના માટે પોતાના
પરિવારથી દુર એકલા રહેવાનું હતું.

આઇસોલેશનએ એમના મેન્ટલ હેલ્થ પર કેવી રીતે પ્રભાવિત કરી છે, એના વિષે જણાવતા આ માંએ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ લખી…

image source

‘જો હું, મને પ્રાપ્ત થતી શુભકામનાઓ અને આશીર્વાદની ગણું છું તો આ બીમારીની સાથે મારી લડાઈ ઘણી સરળ થઈ ગઈ છે, પરંતુ સાથે જ મેં આ પણ સ્વીકાર કરું છું કે, આ ૨૧ દિવસના સેલ્ફ આઈસોલેશનમાં રહેવાનું મારા માટે સૌથી વધારે પડકારજનક રહ્યું છે. આ સમયનો સામનો કરવા માટે હું પૂરી રીતે તૈયાર હતી, પરંતુ એકલાપણું એટલું ભયાનક હોઈ શકે છે, આ મેં વિચાર્યું હતું નહી. અત્યારે હું પોતાના પરિવાર અને પ્રિયજનોની પાસે પાછી ફરીને ખુશ છું. પોતાની જાતને પ્રેમ કરવાની સાથે ઘેરાયેલ, પ્રેમ જેની બધાને જરૂરિયાત છે. જલ્દી ટેસ્ટ કરો, હેલ્ધી ખાવ, ફીટ રહો- આ જ રાક્ષસ સામે લડવાનો એકમાત્ર ઉપાય છે.

વરુણ ધવન:

image source

અભિનેતા વરુણ ધવન પોતાની કો- સ્ટાર નીતુ કપૂરની સાથે એક અપકમિંગ ફિલ્મની શુટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા પર બંને કલાકાર કોરોના પોઝેટીવ આવી ગયા. અભિનેતાને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા. જો કે, વરુણ ધવનની સારી કિસ્મત રહી કે, તેઓ ભયાનક લક્ષણો માંથી પસાર થયા નહી. તેમનું કહેવું છે કે, તેમણે વાયરસથી બચવા માટે હજી વધારે કેરફુલ રહેવું જોઈતું હતું.

વરુણ ધવનએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલ ભર્યા દિવસોમાં ભયંકર નબળાઈનો અનુભવ કર્યો, પરંતુ સારી ઈમ્યુનીટી અને સારી સાર- સંભાળના કારણે તેમણે આને પાર કરી લીધી. તેમણે કહ્યું છે કે, જો કે, આ સંક્રમણ ખરેખરમાં ગંભીર છે અને તેમણે પૂરી રીતે સામાન્ય થવામાં હજી સમય લાગશે. તેમણે આગળ આ પણ કહ્યું છે કે, કોવિડ-19 સર્વાઇવર અમિતાભ બચ્ચન રોજ તેમના સ્વાસ્થ્યની જાણકારી લેતા હતા.

અર્જુન કપૂર:

image source

૩૫ વર્ષના અભિનેતા અર્જુન કપૂર, જેઓ સપ્ટેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડાની સાથે કોરોના પોઝેટીવ આવી ગયા હતા. તેમણે કોરોના વાયરસની સાથે પોતાની લડાઈનો એક ડરામણો અનુભવ જણાવ્યો. જો કે, શરુઆતમાં અર્જુન કપૂરમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ જોવા મળ્યા હતા નહી, પરંતુ જલ્દી જ તેઓ ખાંસી, તાવ, શરીરમાં દુઃખાવો અને થાકના લક્ષણોથી પીડિત થઈ ગયા.

અભિનેતા અનુભવ જણાવે છે કે, કોરોના વાયરસના લક્ષણ ભલે હળવા હોય કે પછી ગંભીર, દેખાતા હોય કે ના દેખાતા હોય, આ દરેક સ્થિતિમાં કોરોના વાયરસની સાથે લડાઈમાં લોકો માટે ભારે સાબિત થઈ શકે છે. ઈમોશનલ ડીસ્ટ્રેસ, સહનશક્તિની કમી, સુસ્તી અને સ્વાસ્થ્ય પ્રોબ્લ્મ્સ સહિત અર્જુનને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

‘ભાવનાત્મક રીતે, સ્વાસ્થ્ય લાભ લેવું અલગ છે કેમ કે, કોઇપણ એના વિષયમાં જાણતા છે નહી. હું હજી પણ સાવધાની રાખી રહ્યો છે કેમ કે, ડોક્ટર્સએ મને દિવસમાં એકવાર એને લેવાની સલાહ આપી છે. મને નથી ખબર કે, મારા ફેફસા કેટલી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા કે પછી મારી સહનશક્તિ કેટલી પ્રભાવિત થાય છે, આ સિવાય એના કે, દરેક સમયમાં, મને એવું લાગે છે કે, કોઈ વ્યક્તિ છે જેઓ મને કોરોના વાયરસ માંથી બહાર લાવી દીધો છે કેમ કે, થાક એનું વાસ્તવિકકારક છે. હું યુવાન છું, પરંતુ પરિવારના સીનીયર સભ્યો કદાચ જ એનો સામનો કરી શકશે, જેટલી સરળતાથી અમે કરી શકીએ છીએ.

મલાઈકા અરોડા:

image source

અભિનેત્રી મલાઈકા અરોડા અને તેમના કથિત પ્રેમી અર્જુન કપૂર કેટલાક મહિના પહેલા કોવિડ-19 પોઝેટીવ મળી આવ્યા હતા. અભિનેત્રીને ફક્ત હળવા લક્ષણો હતા અને તેમને હોમ આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું. પરંતુ બે અઠવાડિયાના હોમ આઈસોલેશનનો સમય તેમના માટે માનસિક અને શારીરિક રીતે મુશ્કેલ હતો.

૪૭ વર્ષની અભિનેત્રીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે, યોગ અને મેડીટેશનએ તેમને સંક્રમણ માંથી બહાર આવવામાં મદદ કરી, અને કોવિડ-19 પછી થતા ભયાનક લક્ષણો જેવા કે, થાક અને વાળનું ખરવા જેવી સમસ્યાને દુર કરવા માટે તેમણે ઘરેલું ઉપાયોને અજમાવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત