Site icon News Gujarat

બોલિવૂડના બીગ બીને ન મળી આ એક વસ્તુ, બ્લોગ પર જાહેર કર્યો ગુસ્સો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામની સાથે જ અભિનેતા બચ્ચન બ્લોગ પણ લખે છે. અમિતાભ પોતાના બ્લોગમાં અલગ અલગ વાતો અને કિસ્સાઓનો ઉલ્લેખ કરતા રહે છે. જો કે આ વખતે અમિતાભે પોતાના બ્લોગમાં ગુસ્સો અને નારાજગી દેખાડી છે.

નથી મળી રહી પિતાની પાંડુલિપીઓ

અમિતાભે પોતાના બ્લોગમાં ઉલ્લેખ કર્યો છે કે તેમને તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની પાંડુલિપીઓ મળી રહી નથી. અમિતાભ લખે છે કે મને ખૂબ ગુસ્સો આવી રહ્યો છે. તેમની તમામ પાંડુલિપીઓ હજુ સુધી મળી નથી. કેમકે ઘરમાં કેટલાક ફેરફાર આવ્યા છે.પિતાની ઓટોબાયોગ્રાફીમાં અનેક કવિતાઓના રેફરન્સ હતા. જ્યારે મેં તેમની આત્મકથા વાંચી તો ત્યાં કેટલાક સંદર્ભ મળ્યા હતા પણ હવે તે મેન્યુસ્ક્રીપ્ટ્સ ક્યાં છે તે મને ખબર નથી. ઉલ્લેખનીય છે કે અભિનેતા અમિતાભ બચ્ચન પિતા હરિવંશરાય બચ્ચન સાથે ખાસ નાતો ધરાવતા હતા અને સાથે તેમની ચીજો માટે પણ તેમને ખાસ લગાવ છે.

આ વાત કરે છે પરેશાન

અમિતાભ બચ્ચને લખ્યું છે કે એક ત્રાસદી…હાલમાં મને જે ઘટનાઓ યાદ આવે છે, મને તેનો કોઈ અહેસાસ નથી અનેએ એટલું પરેશાન કરનારું છે. આ એક કેયરલેસ એટ્રીબ્યુટ છે તેને ક્યાંક રાખી દો અને પછી જરૂરિયાતના સમયે તમને તે મળે નહીં. કેમકે તમે ભૂલી ગયા છો કે તે ક્યારે આવ્યું હતું. ક્યારેક ક્યારેક મને ખરેખર આશ્ચર્ય થાય છે કે શું વાસ્તવમાં એ દરેક ચીજોના લેખા જોખા કરવાની જરૂરિયાત છે જે પણ આવ્યા ગયા…તેમ છતાં બાબુજીને યાદ કરું છું. જો તેઓએ આવું ન કર્યું હોતું તો આજે હું ક્યાં હોત.

આ છે અમિતાભ બચ્ચનના પ્રોજેક્ટ્સ

ઉલ્લેખનીય છે કે ઉંમરના આ પડાવ પર પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં એક્ટિવ રહ્યા છે. અમિતાભ બચ્ચન જલ્દી કૌન બનેગા કરોડપતિના સીઝન 13ને હોસ્ટ કરતા જોવા મળશે. તેની સાથે આવનારી ફિલ્મોના લિસ્ટમાં ગુડબાય. બ્રહ્માસ્ત્ર, ઝુંડ. ચહેરા અને મેડે પણ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version