બીગ બી ઘરે આવતાની સાથે જ ફેન્સ થઇ ગયા ખુશ-ખુશ, જાણો શું કહ્યું આ વિશે યુઝર્સે

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યા પછીથી જ આખા દેશમાં અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના કરવા લાગ્યા છે જેના પરિણામ સ્વરૂપે અમિતાભ બચ્ચન ગઈકાલના રવિવારના રોજ કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને અમિતાભ બચ્ચનએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી છે.

image source

જો કે, અમિતાભ બચ્ચનને કોરોના વાયરસ થઈ ગયા પછી સતત ૨૨ દિવસ સુધી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવ્યા હતા અને હવે અમિતાભ બચ્ચનનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવવાથી હવે તેમને નાણાવટી હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

એટલા માટે હવે અમિતાભ બચ્ચન પાછા ઘરે આવી ગયા છે. અમિતાભ બચ્ચનના સ્વસ્થ થયાના સમાચાર મળતા જ તેમના ફેંસમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવાસીઓને અને પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે.

તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૦ રવિવારની સાંજે અમિતાભ બચ્ચનનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાથી અમિતાભ બચ્ચનને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવ્યાની ખુશ ખબરને સોશિયલ મીડિયા પરથી શેર કરી છે. તેમજ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પોસ્ટ કરતા લખે છે કે, આજની જ તારીખે અમિતાભ બચ્ચન ૩૮ વર્ષ પહેલા જયારે ફિલ્મ ‘કુલી’ની શુટિંગ દરમિયાન ઘાયલ થયા તો આજના જ દિવસે તેઓ કોમા માંથી બહાર આવ્યા હતા.

જયારે એક મહિલા યુઝર લખે છે કે, ખાસ વાત એ છે કે, આજની જ તારીખે ૩૮ વર્ષ અગાઉ અમિતાભ બચ્ચન ફિલ્મ ‘કુલી’ના સેટ પર થયેલ અકસ્માત પછી કોમા માંથી બહાર આવ્યા હતા.

જયારે અન્ય એક ટ્વીટર યુઝર લખે છે કે, અમિતાભ બચ્ચન હવે કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા છે. ૭૭ વર્ષીય સુપરસ્ટારએ કોરોના વાયરસ વિરુદ્ધ પોતાની તાકત દર્શાવી છે.

જયારે અન્ય એક ટ્વીટર યુઝર અમિતાભ બચ્ચનનો ફોટો શેર કરતા લખે છે કે, આપ ૧૦૨ વર્ષ નહી પણ ફોરએવર નોટ આઉટ. અમિતાભ બચ્ચન એટલે કે શહેનશાહ પાછા આવી ગયા છે.

અમિતાભ બચ્ચનએ પોતાનો આભાર વ્યક્ત કર્યો.:

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા કહે છે ક, આજ રોજ સવારના સમયે મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે. ઉપરાંત હવે મને હોસ્પિટલ માંથી પણ રજા આપી દેવામાં આવી છે. અને ઘરે પછો ફર્યો છું. તેમ છતાં હું હવે મારા જ રૂમમાં હોમ ક્વોરેન્ટાઈનમાં જ રહીશ. ભગવાનની અસીમ કૃપાથી, મા- બાબુજીના આશીર્વાદ, મિત્રો અને ફેંસ અને પરિવારના સભ્યોની પ્રાર્થના અને દુઆઓની મદદથી નાણાવટી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, અને ડોક્ટર્સની દેખરેખ હેઠળ આ બધું જ થવું સંભવ થયું છે. હું મારા જોડીને તેમના બધાનો આભાર વ્યક્ત કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનએ ઇન્સ્ટાગ્રામ પર રક્ષાબંધન વિષે એક પોસ્ટ કરી છે. અમિતાભ બચ્ચન પોતાની આ પોસ્ટમાં રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું છે. આ સાથે જ શ્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચનની સાથે જ આરાધ્યા બચ્ચન ની ફોટો પણ શેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત