અમિતાભ બચ્ચને કોરોના નેગેટિવ થયા હોવાના અહેવાલને ગણાવ્યા ખોટા, ટ્વિટર પર કરી આ વાતની સ્પષ્ટતા

અમિતાભ-અભિષેકનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, પણ અમિતાભે આ અહેવાલને ગણાવ્યો ખોટો અને બેજવાબદાર.

કોરોના વાયરસથી આખો દેશ ત્રાસ્યો છે. ઘણા લોકોને આ કોરોનાએ પોતાના સંક્રમણની ઝપેટમાં લીધે તો વળી કેટલાય લોકોને આ કોરોના ભરખી પણ ગયો.એમા પણ જ્યારે અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે લોકોને ખૂબ આઘાત લાગ્યો.

image source

પણ હવે એમના ચાહકો માટે એક ખુશીના સમાચાર એ છે કે અમિતાભ બચ્ચનનો સ્વૉબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભ છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. જો કે, જાણવા મળેલી વિગત મુજબ હજી પણ બિગ બી એકાદ-બે દિવસ હોસ્પિટલમાં જ રહેશે.

image source

હોસ્પિટલના સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે, અભિષેક બચ્ચનના પણ બધા જ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેને સાંજ સુધી રજા આપી દેવામાં આવે તેવી સંભાવનાઓ છે..પણ અમિતાભના રિપોર્ટ નેગેટિવ આવવાના અહેવાલો સામે આવ્યા બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર સ્પષ્ટતા આપી છે. તેમણે આ અહેવાલોને બેજવાબદાર અને ખોટા ગણાવ્યા.

આજે સવારથી જ અમિતાભના કોરોના રિપોર્ટને લઈને કેટલાક અહેવાલો ફરતા થયા છે.અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 22 જુલાઇના રોજ બચ્ચન પરિવારનો ટેસ્ટ થયો હતો જેમાં અભિષેક બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ આવવાનો બાકી છે. જે બાદ અમિતાભ બચ્ચને હવે સ્પષ્ટતા કરી છે કે કે આ અહેવાલ ખોટા છે.અમિતાભે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘આ સમાચાર ખોટા, બેજવાબદાર, બનાવટી અને અયોગ્ય છે’

image source

અમિતાભે શેર કરી હતી તસ્વીર

અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં રહીને તેમના પિતાને યાદ કરે છે અને તેમની કવિતાઓ પણ શૅર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચિંતા તથા મુશ્કેલીને લઈ પોતાના વિચારો શૅર કર્યા હતા.

તેમણે પોતાની સ્કેચ્ડ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ખામોશી કી તહ મેં છુપા લો સારી ઉલઝનોં કો, શોર કભી મુશ્કિલોં કો આસાન નહીં કરતા.’ જેનો અર્થ થાય છે બધી જ મુશ્કેલીઓને ખામોશીના તળિયે છુપાવી લો, ઘોંઘાટ ક્યારેય મુશ્કેલીઓને સરળ બનાવી શકે નહીં.

image source

બિગ બી અને જુનિયર બચ્ચનને ટૂંક સમયમાં રજા મળે તેવી શક્યતા

આપ સૌ જાણો છો એમ અમિતાભ બચ્ચનની સાથે તેમનો દીકરો અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાના કારણે 12 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. આ બંને ઉપરાંત ઐશ્વર્યા તથા આરાધ્યા પણ હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર લઈ રહ્યા છે.ઐશ્વર્યા અને આરાધ્યા 17 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ છે.

બચ્ચન પરિવારમાંથી ફક્ત જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ હતો

image source

11 જુલાઈના રોજ આખા બચ્ચન પરિવારનો એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ અમિતાભ બચ્ચનમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા અને તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું હતું. એટલે એમનો રિપોર્ટ કરતા એ કોરોના પોઝિટિવ આવ્યા હતા એ બાદ પરિવારના અન્ય સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. અમિતાભની સાથે અભિષેકનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

image source

ઐશ્વર્યા તથા આરાધ્યાનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ જયા બચ્ચનનો પહેલો તથા બીજો એમ બંને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. આ બાદ અમિતાભ બચ્ચનના ચારેય બંગલા પ્રતિક્ષા, જલસા, વત્સ અને જનકને સીલ કરવામાં આવ્યા છે. જયા બચ્ચન ઘરમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

શરૂઆતના સમયમાં ઐશ્વર્યા તથા આરાધ્યામાં કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાતા નહોતા અને તેથી જ તેઓ ઘરે જ હોમ કોરોન્ટાઇન હતા. પરંતુ 17 જુલાઈના રોજ બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળતાં બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત