Site icon News Gujarat

અમિતાભની દિનચર્યા ઘરમાં હોય એવી જ સામાન્ય, બ્લોગ લખવાનું ભૂલતા નથી અને હળવી કસરત પણ કરે છે

અમિતાભ અને પરિવાર હાલમાં કોરોના સારવાર માટે મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જો કે ૧૧ જુલાઈના દિવસે અમિતાભ તથા અભિષેક બચ્ચન હોસ્પીટલમાં દાખલ થયા હતા. જો કે સામાન્ય રીતે હોસ્પીટલમાં દાખલ અમિતાભ રોજ હળવી કસરત કરતા જોવા મળે છે. આ સાથે જ તેઓ સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહે છે, આમ કોરોનાની સારવાર સાથે જ તેઓ એમના ચાહકો સાથે પણ જોડાયેલા છે.

અમિતાભ સામાન્ય દર્દીઓની જેમ જ સ્વસ્થ

અમિતાભ બચ્ચનની સારવાર કરતા સુત્રો દ્વારા માહિતી મળી છે કે તેઓ સંપૂર્ણ પણે સ્વસ્થ છે. સામાન્ય કોરોના દર્દીઓની જેમ જ અમિતાભને પણ સાત દિવસની સારવાર બાદ દસેક દિવસ માટે ઓબ્જર્વેશનમાં રાખવા જરૂરી છે. કોરોનાના તમામ ટેસ્ટ નેગેટીવ આવ્યા પછી જ એમને ડીસ્ચાર્જ કરવામાં આવશે.

બચ્ચન પરિવાર એક ફ્લોર પર જુદા રૂમોમાં

આપને જણાવી દઈએ કે જે હોસ્પીટલમાં અમિતાભ સારવાર લઇ રહ્યા છે, એ જ હોસ્પીટલમાં એશ્વર્યા, આરાધ્યા અને અભિષેક પણ સારવાર લઇ રહ્યા છે. સામાન્ય રીતે બધાયને એક જ ફ્લોર પર અલગ અલગ રૂમોમાં રાખવામાં આવ્યા છે. જો કે બધા લોકો એક બીજાને મળી શકતા નથી પણ ફોન દ્વારા બધા એકબીજાના સંપર્કમાં રહે છે. હોસ્પીટલમાં હોવા છતાં અમિતાભ રોજ પોતાનો બ્લોગ અપડેટ કરે છે.

જયા બચ્ચન પોતાના ઘરમાં જ આયસોશનમાં

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચની તબિયત હવે સામાન્ય છે. હોસ્પીટલના ચાર ડોકટરો બચ્ચન પરિવારની સારવારમાં લાગેલા છે. આ સાથે જ હોસ્પિટલનો સ્ટાફ પણ દર્દીઓની દરેક જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. જો કે બહારની કોઈ પણ વ્યક્તિને વોર્ડમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નથી. જો પરિવારને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો ડ્રાયવર દ્વારા વસ્તુઓ હોસ્પીટલના દરવાજા સુધી પહોચાડવામાં આવે છે. જો કે આ દરમિયાન જયા બચ્ચન પોતાના ઘરમાં જ આયસોલેશનમાં છે.

‘કેબીસી’નું શુટિંગ પૂર્ણ સ્વસ્થતા મેળવ્યા પછી

હાલમાં કોરોના વાયરસને કારણે સિનેમા બંધ હોવાથી દરેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીજ કરવામાં આવી રહી છે. આવા સમયે અમિતાભ બચ્ચનની ‘ગુલાબો સીતાબો’ ફિલ્મ ડીજીટલ માધ્યમથી ચાલી રહી છે. એવામાં હવે એમની બીજી ફિલ્મ ‘ઝુંડ’ પણ આ માધ્યમ દ્વારા જ રજુ થાય એવું માનવામાં આવી રહ્યું છે. તો અન્ય એક ફિલ્મ ‘ચેહરે’ને આ પ્રકારે ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા રજુ કરવામાં આવશે નહિ. આ સાથે જ અમિતાભ બચ્ચન પૂર્ણ પણે સ્વસ્થ થાય, ત્યારબાદ જ ‘કેબીસી’નું શુટિંગ શરુ થાય એવી સંભાવના જોવા મળી રહી છે.

બંગલા અને તમામ વસ્તુઓને સેનીટાઈઝ કરાશે

અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય અત્યારે ઠીક છે. પણ પરિવારમાં ઘણા લોકોને કોરોનાનો ચેપ હોવાથી બંગલા અને આસપાસના વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય એ બાબતે સુરક્ષાને લઈને કોઈ કચાસ રાખવામાં આવી નથી. આ અંગે મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે એમણે બચ્ચન પરિવારના બંગલાઓ સેનિટાઈઝ કરાવી દીધા છે અને પરિવાર આ વાતથી સંતુષ્ટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version