78 વર્ષીય અમિતાભ બચ્ચને સ્વાસ્થ્ય અંગે માહિતી આપી, ટૂંક સમયમાં સર્જરી થશે; ચાહકો ચિંતામાં

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કરોડો દિલો પર રાજ કરે છે. અમિતાભ ફિલ્મોમાં એક્ટિવ રહેવાની સાથે સાથે હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે. અભિનેતા તેમની બધી જ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ચાહકોને આપે છે. પરંતુ હવે બિગ બીના ચાહકોને એક મોટો આંચકો લાગ્યો છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ફરી એકવાર લથડી છે. જી હાં આ વાત ખુદ અમિતાભ બચ્ચને કરી છે અને તેના કારણે લોકોની ચિંતા વધી છે.

image soucre

બિગ બીએ ખુદ તેના ચાહકોને તેની બગડતી તબિયત વિશે માહિતી આપી છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક બ્લોગ દ્વારા તેમના ચાહકોને માહિતી આપી હતી કે તેમની તબિયત ખરાબ છે અને સર્જરી કરાવવી પડશે અને આ કારણે તે લખી પણ શકતા નથી. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો ખૂબ ચિંતાતૂર થયા છે અને કોમેન્ટ કરી તેમની તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

image soucre

જણાવી દઇએ કે આ વાતનો ખુલાસો શનિવારે અમિતાભ બચ્ચને લખેલા પોતાના બ્લોગમાં કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ” સ્વાસ્થ્યની સ્થિતિ સારી નથી, સર્જરી થશે, હું લખી પણ શકતો નથી, એબી. ” તેમના આ લખાણથી દરેકને ચિંતા થવા લાગી છે. સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમની સલામતી માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે અને હાલચાલ પુછી રહ્યા છે.

image soucre

જો કે ચાહકોના મનમાં અનેક સવાલો પણ છે, જેમકે અમિતાભ બચ્ચનની સર્જરી થઈ ગઈ છે કે હવે થશે, શું સમસ્યા થઈ છે, સર્જરી ક્યાં થશે વગેરે વગેરે. આ બાબતે અમિતાભ બચ્ચન કે પરિવારના કોઈપણ સભ્યએ પ્રતિક્રિયા આપી નથી.

image soucre

અમિતાભના ચાહકો આ સમાચારોથી ખૂબ ચિંતામાં છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બ્લોગ બાદ બીગ બીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ‘ !!!!!! ????? ‘ ની નિશાની સાથે પોસ્ટ કરી છે જેના પર પણ લોકો વિચારમાં પડી ગયા છે. મહત્વપૂર્ણ છે કે અમિતાભ બચ્ચન લોકોને પોતાના બ્લોગ વડે સતત પોતાની દિનચર્યા અને વિચારો વિશે માહિતગાર કરતા રહે છે.

image soucre

અમિતાભ બચ્ચનની ફિલ્મની વાત કરીએ તો તેઓ હવે ઝુંડ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ કોરોનાના કારણે અગાઉ ટાળવામાં આવી હતી પરંતુ હવે ફિલ્મની ડેટ ફાઈનલ થઈ ચુકી છે. અગાઉ અમિતાભ બચ્ચને જ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જણાવ્યું હતું. બિગ બીએ કરેલી પોસ્ટ અનુસાર આ ફિલ્મ 18 જૂને રિલીઝ થવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!