આ સર્જરી કરાવ્યા બાદ અમિતાભને પડી રહી છે આ તકલીફ, ફેન્સમાં વધી ચિંતા, જાણો શું કહ્યું આ વિશે બીગ બીએ

આંખની સર્જરી કરાવ્યા પછી અમિતાભ બચ્ચને ફેન્સનો માન્યો આભાર, કહ્યું કે “દરેક શબ્દ ત્રણ ત્રણવાર દેખાઈ રહ્યો છે”

અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બનેલા ફેન્સ માટે એક રાહતના સમાચાર છે. એમની આંખની સર્જરી સફળ રહી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પોતાના શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો છે. એ સાથે જ એમને પોતાની હેલ્થ અપડેટ પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

અમિતાભ બચ્ચને લખ્યું છે કે ” મેડિકલ કન્ડિશન માટે ચિંતા અને પ્રાર્થના કરવા માટે તમારા બધાનો આભાર. આ ઉંમરમાં આંખોની સર્જરી ખૂબ જ નાજુક હોય છે અને એની સારી રીતે કાળજી લેવાની જરૂર હોય છે. બધું જ સારી રીતે થઈ રહ્યું છે. આશા છે કે બધું સારું થઈ જશે. નજર અને રિકવરી ધીમી અને અઘરી છે. જો અહીંયા ટાઇપિંગમાં ભૂલ થઈ રહી હોય તો માફ કરજો”

અમિતાભ બચ્ચને પોતાની સ્થિતિની સરખામણી વેસ્ટઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર ગેરી સોબર્સ સાથે ઘટેલી એક ઘટના સાથે કરી છે. એમને સ્પષ્ટ કર્યું છે કે આ ફક્ત સાંભળ્યું છે અને કોઈ ઓફિસયલ પુષ્ટિ નથી. અભિનેતાએ આગળ લખ્યું છે કે “એક ક્રિકેટ મેચમાં પોતાના મજબૂત પ્રતિસ્પર્ધી સામે વેસ્ટઇન્ડિઝની ટીમ સારું પ્રદર્શન નહોતી કરી રહી અને લાગી રહ્યું હતું કે એ મેચ હારી જશે”

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)


ગેરી સોબર્સ ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા. એમને રમની બોટલ ખોલી, થોડા ઘૂંટડા ભર્યા અને જ્યારે એમનો બેટિંગનો વારો આવ્યો એમને પોતાના કરિયરની સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી. પછી એમને પૂછવામાં આવ્યું કે આ એમને કેવી રીતે કર્યું તો એમને કહ્યું કે હું બહાર ગયો તો મને ત્રણ બોલ્સ દેખાતા હતા હું વચ્ચેવાળા બોલને હિટ કરી રહ્યો હતો. મારી સ્થિતિ પણ આવી જ છે. એક શબ્દના ત્રણ અક્ષર મને દેખાય છે અને હું વચ્ચેવાળા બટનને દબાવી રહ્યો છું”

બિગ બી એ આગળ લખ્યું કે “તમને બધાને મારો પ્રેમ. આંખ સાજી થવાની ગતિ ધીમી છે અને મારી બીજી આંખનું પણ ઓપરેશન થવાનું છે એટલે આ લાંબી પ્રક્રિયા છે.હું આશા કરું છું કે થોડા દિવસમાં મારી આગામી ફિલ્મના શૂટિંગ પહેલા બુ સ્વસ્થ થઈ જાઉં. હું વિકાસ બહલની નવી ફિલ્મમાં કામ કરીશ. જેનું ટાઇટલ લગભગ ગુડ બાય હશે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)


અમિતાભ બચ્ચને લખ્યું કે “હું ખાલી નવરો બેઠો છું, મોટાભાગના સમયે મારી આંખો બંધ હોય છે અને હું સંગીત સાંભળવાની કોશિશ કરું છું. તમને જણાવી દઈએ કે ગયા શનિવારે એમને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાની જાણકારી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!