Site icon News Gujarat

અમિતાભ બચ્ચનનો દમદાર અવાજ સાંભળવા મળશે ગૂગલ મેપમાં, કંપનીએ કર્યો બચ્ચનનો સંપર્ક

વર્તમાન સમયમાં લોકો માટે ઈન્ટરનેટ બાદ સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો તે છે ગૂગલ મેપ. લોકોને પોતાના શહેરમાં કોઈ અજાણી જગ્યા સુધી પહોંચવું હોય તો તે કામમાં અને અન્ય શહેર, રાજ્ય કે પછી અન્ય દેશમાં લોકો ગૂગલ મેપ હોય એટલે કોઈ ચિંતા રહેતી નથી.

image source

બસ ગૂગલ મેપ શરુ કરી દો અને તેમાં જેમ કહેવામાં આવે તેમ વાહનને ચલાવતા રહો. આ ગૂગલ મેપ ભારતીયો માટે ખાસ તો છે જ પરંતુ હવે તે વધારે ખાસ બની જશે. કારણ કે હવે તેમાં કરોડો લોકોના પ્રિય અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે. જી હાં અમિતાભ બચ્ચન હવે લોકોને લઈ જશે તેમના ડેસ્ટિનેશન સુધી.

image source

અત્યાર સુધીમાં જેમણે પણ ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હશે તેણે એક મહિલાનો અવાજ સાંભળ્યો હશે. પરંતુ હવે શક્ય છે કે થોડા દિવસોમાં અમિતાભ બચ્ચન તમારું ધ્યાન રસ્તા મામલે દોરશે. કારણ કે હવે કંપનીએ અમિતાભ બચ્ચનના અવાજમાં લોકોને નેવિગેશન મળે તે માટે બોલિવૂના મહાનાયક અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો છે. ચર્ચાઓ એવી પણ છે કે આ સંપર્ક સાર્થક પણ થયો છે અને ટુંક સમયમાં અમિતાભ બચ્ચનનો અવાજ ગૂગલ મેપ સાંભળવા મળી શકે છે.

image source

એક અહેવાલ અનુસાર ગૂગલે તેના ગૂગલ મેપના નેવિગેશન માટે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરવા માટે તેમનો સંપર્ક કર્યો છે. આ અંગે કંપની અને અમિતાભ બચ્ચન વચ્ચે વાતચીત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં પણ અમિતાભ બચ્ચન તેના દમદાર અવાજ માટે જાણીતા છે. તેમનો અભિનય તેમની ઓળખ છે જ પરંતુ તેમનો અવાજ પણ તેમની ખાસિયત છે. હવે આ જ ખાસિયતનો ઉપયોગ કરવા ગૂગલ પણ આતુર થયું છે.

image source

ઉલ્લેખનીય છે કે ગૂગલ મેપ નેવિગેશનમાં હાલ જેનો અવાજ સાંભળવા મળે છે તે ન્યૂયોર્કના કેરેન જેકબ્સન છે. જણાવી દઈએ કે હાલ આ અંગે ગૂગલ તરફથી કે અમિતાભ બચ્ચન તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અમિતાભ બચ્ચનની ફિલ્મોની વાત કરીએ તો આગામી 12 જૂનના રોજ તેમની ફિલ્મ ગુલાબો સીતાબો એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version