ક્યારેક થયું આંતરડાનું ઓપરેશન તો ક્યારેક લીવરના કારણે થયા હોસ્પિટલમાં એડમિટ, જાણો અમિતાભને અત્યાર સુધી કેટલી કરવી પડી સર્જરી

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની મેડિકલ કન્ડિશનની સલામતીની પ્રાર્થના કરનાર ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. અભિનેતાએ સોમવારે એટલે કે 1 માર્ચે બ્લોગમાં લખ્યું કે “મેડિકલ કન્ડિશન માટે ચિંતા અને પ્રાર્થના કરવા માટે તમારા બધાનો આભાર. આ ઉંમરમાં આંખોની સર્જરી નાજુક હોય છે અને એને ખાસ કાળજીની જરૂર હોય છે. સૌથી સારું કરવામાં આવ્યું ચર અને આશા છે કે બધું સારું થશે. નજર અને રિકવરી ધીમી અને અઘરી છે. જો અહીંયા ટાઈપિંગમી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો”

image source

તમને જણાવી દઈએ કે બિગ બીને થોડા દિવસ પહેલા પોતાના એક બ્લોગથી ફેન્સને ચિંતામાં નાખી દીધા હતા. એમને જણાવ્યું હતું કે એમનું સ્વાસ્થ્ય સારું નથી અમે સર્જરી કરાવવા જઈ રહ્યા છે. એ પછી એમના ફેન્સ ચિંતામાં આવી ગયા હતા પણ હવે ખબર મળી છે કે એમની તબિયત સારી છે અને એ એમના ઘરે આરામ કરી રહ્યા છે. બચ્ચને બીજી આંખનો મોતિયો ઉતરાવ્યો છે અને આશા દર્શાવી છે કે નિર્દેશક વિકાસ બહલની આગામી ફિલ્મના શૂટિંગ પહેલા એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. એવામાં આજે અમે તમને જણાવીશું કે અમિતાભ બચ્ચન અત્યાર સુધી કેટલી વાર સર્જરી કરાવી ચુક્યા છે.
કુલી ફિલ્મ દરમિયાન થઈ હતી ઇજા.

image siource

મોતના મુખમાંથી બહાર આવનારમાં સૌથી ઉપર નામ આવે છે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું. અમિતાભ બચ્ચનને 1982માં રિલીઝ થયેલી ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન પેટના આંતરડામાં ગંભીર ઇજા થઇ હતી. આ ઇજાના કારણે અમિતાભ બચ્ચન લગભગમાં મોતના મુખમાં પહોંચી ગયા હતા. એક સમયે તો એમની ક્લિનિકલ ડેથની ખબર પણ મીડિયામાં આવી હતી. અમિતાભ બચ્ચન આ સ્થિતિ સામે લડ્યા અને જીતીને બહાર નીકળ્યા.

image source

એ પછી જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ તો એ સીનને થોડી સેકન્ડ્સ માટે રોકી દેવામાં આવ્યો હતો જે સીનમાં અમિતાભ બચ્ચનને આ ઇજા થઇ હતી. આ ઇજા એટલી ગંભીર હતી કે 2005માં એની ફરી એકવાર સર્જરી થઈ. હવે એ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નાના આંતરડાનું ઓપરેશન

image source

વર્ષ 2005માં અમિતાભ બચ્ચનના નાના આંતરડાના એક ભાગની સર્જરી કરવામાં આવી હતી. એમના નાના આંતરડાનો એક ભાગની ડાયવર્ટિકુલીટીસ નામની મેડિકલ કન્ડિશનની સારવાર કરવા માટે સર્જરી કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે અભિનેતાના નાના આંતરડાની કોશિકાઓ કમજોર થઈ ગઈ હતી. જેના કારણે એમના પેટ પર સોજો આવી જતો હતો.

પેટમાં દુખાવાના લીધે હોસ્પિટલમાં એડમિટ.

image source

વર્ષ 2008માં પણ અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જણાવવા આવ્યું હતું કે પેટમાં દુખાવાના કારણે એમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.

લિવરે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

વર્ષ 2012માં બિગ બીને ફરી એકવાર ઓપરેશન માટે એડમિટ કરવામાં આવ્યા હતા. એમના 75% લિવરે કામ કરવાનું છોડી દીધું હતું. ઓપરેશન પછી એ સાજા થયા હતા.

શૂટિંગ દરમિયાન થયો હતો ગરદન અને પીઠમાં દુખાવો.

image source

વર્ષ 2018માં ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનની શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચને ભારે પોશાક પહેરવાનો હતો. જેના કારણે એમની ગરદન અને પીઠમાં ખૂબ જ તીવ્ર દુખાવો થયો અને એમને તરત ડોકટરની એક ટીમ સાથે મુંબઈ રવાના કરી દેવામાં આવ્યા હતા. એ પછી જયા બચ્ચને એમના ઠીક હોવાની જાણકારી આપી હતી.

આંતરડાની તકલીફના કારણે થયા એડમિટ.

વર્ષ 2019માં ફરી એકવાર અમિતાભ બચ્ચનને આંતરડાની તકલીફના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. એના કારણે એમને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડયું હતું.

કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા અમિતાભ બચ્ચન.

image source

વેધ 2020માં અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. લગભગ એક મહિના સુધી એ હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. એમને ખાસ્સા સમય સુધી આઈસીયુમાં પણ એડમિટ રહેવું પડયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!