અમિત ચાવડાનો મોટો આક્ષેપ ગુજરાતમાં કોરોનાથી 2 લાખ લોકોના મોત થયા

કોરોના વાયરસ ગુજરાત રાજ્યમાં બે લાખ નાગરિકોનો ભોગ લીધો, સરકાર દ્વારા મૃતકોના આંકડાને છુપાવવાનું પાપ કરવામાં આવી રહ્યું છે: કોંગ્રેસ દ્વારા સણસણતો આક્ષેપ.

-કોંગ્રેસ પક્ષની માંગ, રાજ્યના તમામ જીલ્લામાં, તાલુકામાં, ગામમાં મૃત્યુના આંકડાને સરકાર દ્વારા શ્વેતપત્ર પર જાહેર કરતા પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે.

-ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે, સરકાર કોરોના વાયરસથી મૃત્યુ પામેલ દર્દીઓના પરિવારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરે: કોંગ્રેસ.

image source

-રસીકરણની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ બીજા ડોઝ માટે નાગરિકો હેરાન થઈ રહ્યા છે.: કોંગ્રેસ.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટીંગ સુવિધા અને સારવારના અભાવે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. બીજી બાજુ સરકાર તરફથી કોરોના વાયરસથી થતા મૃત્યુના આંકડા સાચા જણાવવામાં નહી આવવાનો આક્ષેપ પણ મુકવામાં આવ્યા છે. ત્યારે આવા સમયમાં કોંગ્રસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ- કોન્ફરન્સ કરીને સરકાર પર કેટલાક આક્ષેપ મુકવામાં આવ્યા છે. આ આક્ષેપમાં સરકારના અણઘડ વહીવટના લીધે રાજ્યમાં ભય અને અંધાધુંધીનું વાતાવરણ નિર્માણ થયું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨ લાખ જેટલા વ્યક્તિઓની મૃત્યુ થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

image source

‘કોરોના વાયરસથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારને ૪ લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.’

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર પર આક્ષેપ કરતા કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ ઘણી ગંભીર છે, ભય ફેલાઈ ગયો છે, બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર જેવી જરૂરી સુવિધાઓની અછત વર્તાઈ રહી છે. જેના માટે સરકારના અણઘડ વહીવટ અને સંકલનને જવાબદાર માનવામાં આવ્યા છે. તમામ ડીઝાસ્ટર એક્ટના બે પાસા હોય છે. એક પાસું શિક્ષાત્મ્ક હોય છે જયારે બીજું પાસું કલ્યાણનું હોય છે. સરકાર દ્વારા શિક્ષાત્મ્ક બાજુનો ઉપયોગ કરતા લોકોને દંડ, મિકસલ સીલ જેવી કેટલીક કામગીરી હાથ ધરવામાં આવી છે, જયારે કલ્યાણલક્ષી તરફને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

image source

નેશનલ ડીઝાસ્ટર એક્ટ પ્રમાણે, કુદરતી આપત્તિ હોય અને લોકોની મૃત્યુ થઈ જાય છે તો તેમને મદદ કરવામાં આવે છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના ૧૩ મહિના દરમિયાન જેટલી પણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તે તમામ વ્યક્તિઓના પરિવારને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે સરકાર તરફથી ૪ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પરંતુ સત્ય હકીકત કઈક જુદી જ છે. સરકાર નિષ્ઠુર બનીને કોરોના વાયરસ સંક્રમણથી થતા મૃત્યુના આંકડાને સતત છુપાવવામાં આવી રહ્યા છે. લોકોના મૃત્યુની સાથે સરકાર રમત રમી રહી છે. ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના વાયરસના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર વિષે માહિતી મેળવવામાં આવશે. ગુગલ ફોર્મમાં વિગતો ભરી આપવામાં આવશે જેના આધારે કોંગ્રેસ સરકારની સમક્ષ રજૂઆત કરી શકશે.

‘સમગ્ર રાજ્યમાં બે લાખ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થવાથી મૃત્યુ પામ્યા છે.’

image source

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીનું કહેવું છે કે, ‘સુરેન્દ્રનગર જીલ્લામાં જે સમયથી કોરોના વાયરસ ફેલાયો છે તે સમયથી ૧૨૫ જેટલા દર્દીઓના મૃત્યુ થયા હોય તેવા આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ દરમિયાનમૃત્યુ પામેલ દર્દીઓના આંકડાઓ વિષે તપાસ કરવામાં આવતા ભયાનક પરિણામો સામે આવ્યા છે. ફક્ત સુરેન્દ્રનગર જીલ્લામાં જ ૧૦ હજાર કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. કોરોના વાયરસની મહામારીમાં સાધારણ ગણવામાં આવતા જિલ્લાઓમાં ૩૫૦૦ વ્યક્તિઓના ફટક ૬૫ દિવસ દરમિયાન જ મુત્યુ થઈ ગયા છે. એક જીલ્લાનો મૃત્યુઆંક આટલો વધારે હોઈ શકે છે તો આખા રાજ્યનો આંકડો કેટલો મોટો હોઈ શકે છે.

ધારાસભ્ય નૌશાદ સોલંકી આગળ જણાવતા કહે છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં વધારે કોરોના વાયરસ ફેલાયો છે ત્યાં કેટલા દર્દીઓના મૃત્યુ થયા હશે. દસાડામાં ડેન્ટીસટ પર આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે. જ્યાં ૮ હજાર કરતા વધારે દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. જેને સરકાર દ્વારા આ આંકડાને જાહેરજનતાથી છુપાવવામાં આવી રહ્યા છે.’ સમગ્ર રાજ્યમાં બે લાખ જેટલા દર્દીઓના મૃત્યુ થઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

image source

‘ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ હજી વધારે ફેલાઈ શકે છે.’

અમિત ચાવડા વધુ જણાવતા કહે છે કે, ‘રાજ્યના તમામ જીલ્લા, તાલુકા અને ગામમાં મૃત્યુ થયું હોય તો તેમનું નામ અને કોમોબીર્ડીટીથી થયા હોય કે પછી કોરોના વાયરસથી મૃત્યુ થયું હોય તેના માટે સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરીને તેના આંકડાને પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે. કોઈપણ જીલ્લામાં આ વ્યવસ્થા કરવામાં આવી નથી. હોલમાં ગાદલા રાખીને અને ફોટો સેશન કરાવીને ખોટી જાહેરત કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધારે ગંભીર છે, કેમ કે, ગામડામાં ટેસ્ટીંગ થતા નથી.

જીલ્લામાં આવેલ હોસ્પિટલમાં પુરતી સુવિધાઓ નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસ ઘણી ઝડપથી પ્રસરી રહ્યો છે. જે હજી પણ વધારે ફેલાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસને અટકાવવા માટે માસ ટેસ્ટીંગ અને વેક્સિનેશન કરાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. રસીકરણની ફક્ત મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. વેક્સિનનો ૧ ડોઝ લઈ લીધા બાદ જયારે બીજો ડોઝ લેવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!