જ્યારે અમિતાભ બચ્ચનથી ચીડાવા લાગ્યા હતા રાજેશ ખન્ના તો જયાએ કહી હતી આ મોટી વાત, જે થઈ સોળ આના સાચી
સિનેમા જગતમાં માત્ર વાર્તા જ દર્શકોનું સ્ક્રીન પર મનોરંજન કરે છે એવું નથી, વાર્તાની સાથે સાથે પડદા પાછળથી આવી ઘણી રસપ્રદ વાતો આવે છે, જેના વિશે લોકો જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. અમિતાભ બચ્ચને સફળતાની સીડી ચડવાની શરૂઆત કરી ત્યારે પણ આવી જ કહાની બની હતી, પરંતુ જયા બચ્ચન અને રાજેશ ખન્ના તે સમયે જાણીતા કલાકારો હતા. રાજેશ ખન્નાએ કંઈક એવું કહી દીધું હતું કે જયા બચ્ચનએ કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રી પર રાજ કરશે. તો ચાલો જાણીએ આખો કિસ્સો.

આ વાત એ સમયની છે જ્યારે રાજેશ ખન્ના પોતાના જમાનાના સુપરસ્ટાર ગણાતા હતા. જ્યારે તેમના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં તેમની ઓળખ બની ગઈ હતી, ત્યારે જયા ભાદુરી પણ તે સમયની જાણીતી અભિનેત્રમાંથી એક હતી. તે સમયે અમિતાભ બચ્ચન બોલિવૂડમાં નવા નવા આવ્યા હતા અને ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જયા ભાદુરી અને રાજેશ ખન્ના ફિલ્મ બાવર્ચીમાં સાથે કામ કરી રહ્યા હતા, પરંતુ જયા ભાદુરી ત્યાં સુધીમાં અમિતાભ બચ્ચનની સારી મિત્ર બની ગઈ હતી. એટલા માટે અમિતાભ બચ્ચન ઘણીવાર ફિલ્મના સેટ પર જયા ભાદુરીને મળવા આવતા હતા અને ઘણીવાર બંને સાથે હરવા ફરવા પણ જતા હતા.

રાજેશ ખન્ના પણ સેટ પર આ બધું જોતા હતા અને એકવાર તેમણે અમિતાભ બચ્ચનનો સામનો થયો ત્યારે એમને એમ પણ કહ્યું હતું કે આ માણસને કંઈ થશે નહીં. તે સમયે જયા ભાદુરી પણ ત્યાં હાજર હતી. રાજેશ ખન્નાની આ વાતનું તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને એમને તરત જ કહ્યું કે આજે તમે જેને આટલું ખરાબ કહી રહ્યા છો જોજો તે જ એક દિવસ ઈન્ડસ્ટ્રી પર રાજ કરશે’ અને આ વાત સોળ આના સાચી પણ પડી છે

, અમિતાભ બચ્ચન એ સમયે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં પોતાની પકડ મજબૂત કરવા લાગ્યા હતા અને ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ પણ બની રહ્યા હતા. કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનથી ચિડાઈ જવા લાગ્યા હતા પરંતુ જ્યારે બંનેએ ફિલ્મ આનંદમાં સાથે કામ કર્યું ત્યારે તેમને એકબીજાને સમજવાનો મોકો મળ્યો. જે બાદ રાજેશ ખન્નાએ પણ અમિતાભ બચ્ચનની ક્ષમતાને ઓળખી હતી.