અમિતા શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવતા ભારે ચર્ચા, જાણો શું છે આ પાછળના કારણો

અમિત શાહ આવી રહ્યા છે આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે? જાણી લો ગુજરાતમાં આવવાના કારણો.

આપણા દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આ બે દિવસનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને ચારે બાજુ એ અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ કેમ ગુજરાત આવી રહ્યા છે.

તો તમને જણાવી દઈએ કે આ દિવસો દરમિયાન અમિત શાહ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે 21 જૂનના રોજ તેઓ અલગ અલગ પાંચ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

image source

– અમિત શાહ સવારે 9. 15 બોડકદેવ પંડિત દિનદયાળ હોલ અમદાવાદ રસીકરણ કેંદ્રની મુલાકાત લેશે

– ત્યાર બાદ એ 9.45 થી 10.30 સુધી વૈષ્ણવદેવી અને ખોડીયાર ફ્લાય ઓવર બ્રિજનુ લોકાર્પણ કરશે તેમજ પાનસર છત્રાલ રેલવે ઓવરબ્રિજનુ પણ લોકાર્પણ કરશે

– એ પછી ગૃહ મંત્રી અમિત શાહ 10.45 કલાલે કલોલ એપીએમસી ના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ કરશે

– ત્યાર બાદ બપોરે 12.30 કલાકે કોલવડા રસીકરણ કેંદ્રની મુલાકાત લેશે

– એ પછી 12.45 કલાકે રૂપાલ પીએચસી સેંટરના રસીકરણ સેંટરની મુલાકાતે જશે

image source

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બનેલા ઓવર બ્રીજનું ઉદ્ધાટન કરશે તેમજ કલોલના APMCનું લોકાર્પણ કરશે.

આ બધા જ કાર્યક્રમો પછી અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિકાસના કામોની સમીક્ષા કરશે એ પછી 22 તારીખે ચાર વિધાનસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અચાનક જ ગુજરાત આવતા રાજકીય અટકળો તેજ થઇ છે. એમની ગુજરાત મુલાકાત પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે.

image source

અત્રે નોંધનીય છે કે અમિત શાહ આગામી વિધાનસભાની ચુંટણી અંગે પણ આગેવાનો સાથે બેઠક કરી શકે છે. ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘરી રહ્યું છે અને કોરોનાની બીજી લહેરનો પણ ધીમે ધીમે અંત આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન અમિત શાહ 21 જૂને બોડકદેવમાં વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત લઈ શકે તેવું સુત્રો દ્વારા જાણકારી મળી છે.નોંધનીય છે કે માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહના પ્રવાસ બાદ અમદાવાદમાં રથયાત્રા યોજવી કે નહીં તે મુદ્દાનો પણ ઉકેલ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હવે ભાજપની નજર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. હવે ભાજપનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 140 કરતાં વધુ બેઠકો જીતવાનો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!