Site icon News Gujarat

આ યુવક એક સમયે કરતો હતો વેઈટરની નોકરી, આજે કેક બિઝનેસમાં છે કરોડોનું ટર્નઓવર

સુનીલ વશિષ્ઠએ દસમુ ધોરણમાં પાસ કરતા જ તેના માતાપિતાએ કહી દીધુ કે, ‘દીકરા, હવે આગળ ભણવા માટે તારે પોતાએ જ ખર્ચો ઉપાડવો પડશે. ત્યાંર બાદ સુનિલે અહીં તહીં કામ શોધવાનું શરૂ કર્યું, પણ કોઈ કામ મળી શક્યું નહીં. તે જ્યાં પણ જતો ત્યાં એક જ જવાબ મળતો તારી ઉંમર હજુ 18 વર્ષ નથી, તેથી તુ કામ ન કરી શકે. આ દરમિયાન સુનિલને દૂધ કંપનીમાં દૂધ વહેંચવાની જવાબદારી મળી. માસિક પગાર બસો રૂપિયા હતો. આ કમાણી સાથે, તેણે 11 -12 નો અભ્યાસ પૂર્ણ કર્યો.

. મેં એક કુરિયર કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો

image source

જ્યારે તે કોલેજમાં ગયો ત્યારે તેની જરૂરિયાતોની સાથે ખર્ચ પણ વધતો ગયો. તેથી સુનિલે બીજા કોઈ કામની શોધ શરૂ કરી. લગ્નોમાં વેઈટર તરીકે કામ પણ કરતા. કેટલાક સાડીઓનાશો-રૂમમાં પાર્ટ-ટાઇમ જોબ પણ હતી પરંતુ કમાણી ઘણી ઓછી હતી. તે કહે છે, તે સમયે મારા મનમાં વિચાર ચાલતો હતો કે કેવી રીતે વધુ પૈસા કમાવી શકુ. મેં એક કુરિયર કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો અને તેઓએ મને ફુલ ટાઈમ માટે લઈ લીધો. ફુલ ટાઈમ જોબ ચાલુ થતા મારો અભ્યાસ છુટી ગયો અને હું જોબમાં જ લાગી ગયો.

સુનીલે બે વાર ઇન્ટરવ્યુ આપ્યું પરંતુ તે સિલેક્ટ ન થયો

image source

થોડા વર્ષોમાં સુનીલ આ નોકરીથી પણ કંટાળી ગયો કારણ કે ત્યાં ન તો પ્રમોશન મળતું ન કોઈ પગાર વધારો. સુનીલ કહે છે કે તે સમયે ડોમિનોઝ પિઝાની શરૂઆત થઈ હતી અને દરેક જણ તેમાં કામ કરવા ઇચ્છતા હતા, હું પણ ત્યાં ગયો. સુનીલે બે વાર ઇન્ટરવ્યુ આપ્યું પરંતુ તે સિલેક્ટ ન થયો. આનું કારણ અંગ્રેજી હતું. જ્યારે હું ત્રીજી વખત ફરીથી ઈન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે એચઆર એ બોલાવીને પૂછ્યું કે, તને પહેલેથી જ બે વાર રિજેક્ટ કરવામાં આવ્યો છે તો પછી ફરી કેમ આવ્યો. આ અંગે સુનિલે કહ્યું, ‘સર, મને એક તક આપો, ઈગ્લિશ જ બધુ નથી હોતું.

પાંચ વર્ષમાં હું ડિલીવરી બોયથી મેનેજર થઈ ગયો

image source

આ સાંભળીને તેને નોકરી આપવામાં આવી. સુનીલ કહે છે, પાંચ વર્ષમાં હું ડિલીવરી બોયથી મેનેજર થઈ ગયો. જેઓ સિલેક્શન સમયે અંગ્રેજી બોલતા હતા તેઓ પહેલા વર્ષમાં જ ભાગી ગયા હતા. જોકે, અહીં પણ સુનિલને તેની નોકરી છોડી પડી કારણ કે તેનો બોસ સાથે ઝઘડો થઈ ગયો હતો. આના વિશે તેઓ કહે છે કે, પત્નીની ડિલવરીનો સમય હતો. જ્યારે મેં રજા માંગી ત્યારે તેણે ના પાડી દીધા. હું મારા જુનિયરને કામ સોંપીને ચાલ્યો આવ્યો. બીજા દિવસે, તેમણે રિઝાઇન કરવાનું કહ્યું. સુનિલે તે જ દિવસે વિચાર્યું હતું કે હવે કંઇ પણ થાય તે ક્યારેય નોકરી નહીં કરે.

જેએનયુની સામે પોતાનો ફૂડ સ્ટોલ શરૂ કર્યો

image source

ત્યાર બાદ સુનિલે જેએનયુની સામે પોતાનો ફૂડ સ્ટોલ શરૂ કર્યો હતો. પોતાને કંઇ બનાવવાનું નતું આવડતું તેથી રસોઈયો રાખ્યો. કામગીરી સારી રીતે ચાલી રહી હતી, પરંતુ આસપાસના લોકોએ મનપાને ફરિયાદ કરી હતી. તેઓએ રસ્તાની બાજુએ બનેલો સ્ટોલ તોડી નાખ્યો. આ પછી સુનીલ તૂટી ગયો, પરંતુ હિંમત હાર્યો નહીં. વિચારતો હતો કે હવે શું કરી શકાય.

નોઈડાના એક મોલમાં કેકનો ધંધો શરૂ કર્યો

એક મિત્રએ કહ્યું, નવી કંપનીઓ નોઈડા આવી રહી છે અને ત્યાં કેકની ઘણી માંગ રહે છે, જો ઈચ્છો તો કેકનો ધંધો શરૂ કરો. તેમની વાત સ્વીકારીને સુનિલે નોઈડાના એક મોલમાં અઢી લાખ રૂપિયા રોકીને કેકનોધંધો શરૂ કર્યો. તેના માટે પત્નીના ઘરેણાં વેચ્યા. મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધાં અને પોતાની પાસે જે કઈ પણ હતું તે બધુ દાવ પર લગાવી દીધુ.

દોઢ વર્ષ સુધી નો પ્રોફિટ નો લોસમાં ધંધો ચાલુ રહ્યો

image source

દોઢ વર્ષ સુધી નો પ્રોફિટ નો લોસમાં ધંધો ચાલુ રહ્યો. પછી એક દિવસ એક મહિલા કેક લેવા માટે આવી, તેણીને ટેસ્ટ બહુ પસંદ આવ્યો. સુનીલ કહે છે, તે એક મોટી આઈટી કંપનીની એચઆર હતી.બીજા દિવસે તેઓએ મને બોલાવ્યો અને કંપનીમાં કેક સપ્લાય કરવાનો કરાર કર્યો. અને પછી અમારો ધંધો ત્યાંથી એટલો વધ્યો તે પછી અમે પાછું વળીને નથી જોયું. આજે 15 થી વધુ આઉટલેટ્સ છે. ટર્નઓવર કરોડોમાં છે. 2025 સુધીમાં 50 આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version