Site icon News Gujarat

ભારતના રાષ્ટ્રપતિએ સૌરાષ્ટ્રના આ ખેડૂતને આપ્યો એવોર્ડ, 11 જાતના 2000 જેટલા ઝાડ ઉછેરીને બધાને જોતા રાખી દીધા

હવે એકવીસમી સદીમાં જાણે બધું જ બદલાઈ ગયું હોય એમ લાગી રહ્યું છે. કારણ કે નવી નવી સુવિધા આપણે ઘર આંગણે જ મળી રહી છે. ત્યારે કઇક એવી જ નવી વાત આજે તમારી સમક્ષ કરવી છે. આ વાત છે ખારેકની. કે જે ઘણા લોકોની ખૂબ પ્રિય છે. હવે સૌરાષ્ટ્રમાં પણ ખારેકની એન્ટ્રી થઈ ચૂકી છે. તો આવો જાણીએ વિગતવાર કે કઈ રીતે ખેતી થઈ છે છે કેટલો પાક આવે છે. પોરબંદર તાલુકાના અડવાણા ગામના લક્ષ્મણભાઈ દેવશીભાઈ ઓડેદરાએ પાંચ વિઘા જમીનમાં ખારેક વાવી છે. 2004થી 11 જાત 2000 ખારેક વાવી છે. ખુશીની વાત એ છે કે એક ઝાડ દીઠ 126 કિલો ખારેક પાકવા પણ લાગી છે. એક ઝાડમાંથી ફેબ્રુઆરી, મે અને નવેમ્બર એમ વર્ષમાં ત્રણવાર ખારેકના ઉતારા મળ્યા છે.

image source

લક્ષ્મણભાઈ અને ખારેક વિશે વાત કરીએ એ પહેલાં જો તેમની સિદ્દી ઉપર નજર નાંખીએ તો લક્ષ્મણભાઈ વાત કરે છે કે, ઉદેપુર ખાતે દેશના પ્રગતિશીલ ખેડૂતો સમક્ષ તેમના પ્રયોગની જાણકારી સમગ્ર દેશનાં ખેડૂતોને આપી હતી. ભારતના રાષ્ટ્રપતિએ તેમને એવોર્ડ પણ અપાયો હતો. નવો પાક લેવામાં ખેડૂતો ગભરાયા વગર સાહસ કરે તો સફળતા મળે જ. આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને નવા પ્રયોગોની શરૂઆત આકસ્મિક રીતે થઈ જતી હોય છે. જૂનાગઢ યુનિવર્સિટીની મદદથી કચ્છની ખારેક હવે સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. લક્ષ્ણણભાઈએ એક વિઘા જમીનમાં નર્સરી બનાવી છે. જેમાં ખારેકના રોપ ઉપરાંત દશહેરી , બદામ, બારમાસી, કેસર અને જંબો જાતના મધર પ્લાન્ટ તૈયાર કર્યા છે, આ જાતોની કલમો પણ તેઓ વેચે છે અને કમાણી કરી રહ્યાં છે.

image source

જો ખારેકના ભાવ વિશે આપણે વાત કરીએ તો છુટક ખારેક 100 રૂપિયે કિલો વેચાય છે. જ્યારે વેપારીઓ 20 કિલોના બે હજારના ભાવે તેમની વાડીએ આવીને ખારેક લઈ જાય છે એવી માહિતી મળી રહી છે. જો કે હવે તેઓ બારમાસી ખારેકના પ્રયોગ પણ આ ખેડૂત કરી રહ્યા છે. તેમણે એક નવી જાત વિકસાવી છે જે હાલમાં કમાણીમાં અને બાકી બધી રીતે પણ સારી છે. તો સરવાળે વાત એવી બહાર આવી છે અને ફાયદાની આ વાત છે કે ખારાશ સામે ટકી શકે તેવી અને આર્થિક રીતે વધુ ફાયદાકારક એવી ખારેકની ખેતી હવે સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે તેમ છે.

image source

જો વાત કરીએ કચ્છની અસલી દેશી ખારેકની અને તેના ભાવની તો હાલમાં બજારમાં રૂ.200થી રૂ.2000 સુધીના ભાવે વેંચાય છે. અને આ હિસાબથી રૂ.350 કરોડનો ધંધો થાય છે. તો એ જ રીતે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ વિશે વાત કરવામાં આવે તો એ લોકોના મત પ્રમાણે આ વખતે પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે. કારણ કે પાટણના સામી તાલુકાના રવદ ગામમાં 20 હજાર ખજૂરી છે. પેહલા તો લક્ષ્મણભાઈ ખેતરમાં ચીલાચાલુ પાક જ વાવતા, પરંતુ ખેતરના શેઢે શેઢ ફરતા તેમણે તાડીના ઝાડ જોયા તેમને થયુ કે તાડી થતી હોય તો ખારેક કેમ ન થાય ? પછી સતત આ પ્રશ્ન મનમાં મુંજવતો રહ્યો અને આખરે કઇક નવું કરવાનો વિચાર કર્યો.

લક્ષ્મણભાઈએ આ પાક વિશે ચોમેર પૂછપરછ, કચ્છમાં જઈ માહિતી મેળવી સોએક ઝાડ વાવ્યા હતા. તેની પરાગરજ લઈ તાડીના ઝાડ પર છાંટી અને ફલીનીકરણ થયું. છ વર્ષના આ ઝાડમાં ફળ આવવા લાગ્યા છે. તેમાંથી સરેરાશ ઝાડ દીઠ છ મણ જેટલું ઉત્પાદન મળે છે. હવે તેઓ બારમાસી ખારેકના પ્રયોગ કરી રહ્યાં છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે લક્ષ્મણભાઈએ 11 જાતના 2000 જેટલા ખારેકના ઝાડ ઉછેર્યા છે. જ્યારે આ ઝાડ 12 વર્ષના થશે ત્યારે મબલક માત્રામાં ઉત્પાદન આપતા થઈ જશે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી સરેરાશ ઝાડ દીઠ છ મણ જેટલું ઉત્પાદન મળશે. એક ખાસિયત એવી પણ છે કે તેઓ તેનું બીજ જાતે જ બનાવે છે. વધુ ઉત્પાદન આપતા ઝાડ જૂદા રાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી જ રોપ તૈયાર કરવામાં આવે છે.

image source

આ વિશે વધારે માહિતી આપતાં લક્ષ્મણભાઈ કહે છે કે, સાઉદી અરેબીયામાં બાદશાહી તરીકે ઓળખાતી જાતનું નામ તેમણે લાલ ગોલા રાખ્યું છે. જે 12 વર્ષે સારું ઉત્પાદન આપે છે. ખેડોઈ નં. 1 નામની પરાગરજવાળી તેમણે તૈયાર કરેલી જાતનું તેના કરતા પણ વધુ ઉત્પાદન મળશે. જો હાલમાં મળતા ઉત્પાદન વિશે વાત કરીએ તો તેમાંથી છ મણનું ઉત્પાદન મળે છે. ખાવામાં પણ આ જાત એકદમ મીઠી હોવાના કારણે તેની ડિમાન્ડ માર્કેટમાં વધારે રહે છે. આ સાથે જ એક વાત એવી પણ છે કે ઝાડના જ્ઞાનના અભાવના લીધે કેટલાય લોકો જેમને ફલીનીકરણની ખબર નથી તેઓ હજારો ખારેક કાપી નાખે છે. પણ વાત કંઈક એવી છે કે જો નામ વગરની રેઢી જાત પર જો પરાગરજ છાંટવામાં આવે તો ખારેકની ઉત્તમ જાત તૈયાર થઈ શકે છે અને લાખો રૂપિયા કમાઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version