જો તમે ભૂલથી પણ Mi A3ને અપડેટ કરી લીધો હોય તો વાંચી લો જલદી ‘આ’, નહિં તો….

ચેતી જજો ! ભૂલથી પણ Mi A3ને અપડેટ ન કરતા – ખરાબ થઈ જશે તમારો સ્માર્ટફોન

જો તમારી પાસે પણ શાઓમીનો Mi A3નો સ્માર્ટફોન છે તો આ ખબર તમારા માટે ખૂબ જરૂરી છે. શાઓમીએ Mi A3 માટે નવુ અપડેટ જાહેર કર્યું છે, પણ આ અપડેટમાં એક બગ છે જેના કારણે લોકોના ફોન ખરાબ થઈ રહ્યા છે. કેટલાએ લોકોએ આ બાબતે ફરિયાદ પણ કરી છે. ફરિયાદ મળ્યા બાદ શાઓમીએ હાલ Mi A3ના એન્ડ્રોયડ 11ના અપડેટને બંધ કરી દીધું છે.

Mi A3ના અપડેટમાં શું હતું ?

શાઓમીએ Mi A3 માટે એન્ડ્રોયડ 11નું અપડેટ જાહેર કર્યું હતું જેમાં સારા ઓડિયો એક્સપિરિયન્સ, વધારે સારા ડુ નોટ ડિસ્ટર્બ જેવા ફિચર્સનો સમાવેશ થતો હતો, પણ અપડેટ કર્યા બાદ કેટલાએ યુઝર્સે સોશિયલ મડિયા પર ફિયાદ કરતા કહ્યું છે કે અપડેટ બાદ તેમનો ફોન ખરાબ રીતે બંધ થઈ ગયો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપ્યુટરથી કનેક્ટ કર્યા બાદ પણ ફોન ઓન નથી થઈ શકતો. આ પ્રકારની મુશ્કેલીઓને ટેક્નિકલ ભાષામાં બ્રિકિંગ કહેવામાં આવે છે. આ બગના કારણે માત્ર ભારત જ નહીં પણ દુનિયાના કેટલાએ દેશોના યુઝર્સ પ્રભાવિત થયા છે.

image source

શાઓમી ન્ડિયાને ટેગ કરતા એક યુઝે કહ્યું છે, ‘અપડેટ ડાઉનલોડ કર્યા બાદ મારો Mi A3 ફોન ડેડ થઈ ગયો છે. હું સર્વિસ સેન્ટર પર ગયો, પણ તેઓ પણ ફોનને ઠીક નથી કરી શકતા.’ ફરિયાદોને લઈ કેટલાએ લોકોએ Change.org પર કેમ્પેન ચલાવ્યું છે કે કાં તો કંપની આ બગને ફિક્સ કરે અથવા તો નવો ફોન આપે.

બગ દૂર કરવાનો વાયદો

image source

શાઓમીએ કહ્યું છે કે આ બગ વિષે જાણકારી મળી છે અને એક ટીમ આ બગને ફિક્સ કરવા પર કામ કરી રહી છે. સાથે સાથે અપડેટને હાલ રોકી લેવામાં આવ્યું છે. જલદી જ તેનું કોઈ સમાધાન શોધી લેવામાં આવશે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે જે લોકોનો ફોન બંધ થઈ ગયો છે, તેમનું સમાધાન કંપની કેવી રીતે કરશે.

image source

જેમ લોકોને મોબાઈલ નેટવર્ક કંપનીઓ પ્રત્યે ફરિયાદ રહે છે તેવી જ રીતે મેબાઈલ બનાવનાર કંપનીઓ પણ પોતાના હેન્ડ સેટ સંપૂર્ણ બનાવે છે તેવું પણ નથી હોતી. તેમા કોઈને કોઈ ખામી તો રહી જ જતી હોય છે. પણ સાવ ફોન બંધ જ થઈ જાય તેવી ખામી તો ભાગ્યે જ જોવા મળે છે. અને આજના સમયમાં લોકો પોતાના મોટા ભાગના વ્યવહારો માટે પછી તે સામાજીક વ્યવહાર હોય કે પછી આર્થિક વ્યવહારો હોય કે પછી ખરીદીના વ્યવહાર હોય તેના માટે મોબાઈલ પર જ નિર્ભર રહેલા છે. અને આવા સંજોગોમાં જો ફોન સાવ ડેડ થઈ જાય તો ઘણી મુશ્કેલી ઉભી થાય છે.

Source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત