અમરાઇવાડી ખાતે પૂર ઝડપે આવતી AMTS બસે યુવતીનો લીધો ભોગ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસની બેફામ સવારીથી કોઈ અજાણ નથી. બેફામ ડ્રાઈવિંગના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો ઘણા લોકોના હાથ પગ ભાંગ્યા છે. તો આજે અમદાવાદ શહેરના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે AMTS બસની અડફેટે આવતા એક યુવતીનું મોત થયું છે. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. AMTS બસના ડ્રાઇવર અને કંડકટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.

AMTS બસની અડફેટે આવતા યુવતીનું મોત

image source

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે પુરપાટે દોડતી આવતી AMTS બસની અડફેટે આવતા યુવતીનું મોત નિપજ્યું છે. આ દૂર્ઘટના ન્યૂ કોટન ચાર રસ્તા પાસે બની છે. જો કે AMTS બસ દ્વારા અકસ્માત સર્જાતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. AMTS બસના ડ્રાઇવર અને કંડકટર પોલીસસ્ટેશને પહોંચી ગયા હતા. જો કે અકસ્માત બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આવી દુર્ઘટના અમદાવાદમાં પહેલી વાર નથી બની

image source

આવી દુર્ઘટના અમદાવાદમાં પહેલી વાર નથી બની. તેથી સવાલ થાય કે AMTS બસના આવા અકસ્માતો ક્યારે અટકશે અને ક્યારે કસુરવાર સામે પગલા લેવાશે. તો બીજી તરફ સવાલ એ થાય કે રોડ ક્રોસ કરતી મહિલા AMTS ડ્રાઈવરને કેમ ન દેખાઈ આટલી મોટી બેદરકારી દાખવનાર ડ્રાઈવર સામે સંત્ર શું પગલા લેશે તે સવાલ મહત્વનો છે.આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચુકી છે તો શું AMTSની બસોના કોન્ટ્રાકટર સામે કોઈ પગલા ભરવામાં આવશે કે પછી ખાલી ચેતવણી આપી છોડી દેવામાં આવશે.

ગયા મહિને ઈસ્કોન પાસે અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું

image source

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS બસે અકસ્માત સર્જયો હતો. જેમાં રોડ પર બાઈક લઈને જતા યુવકનું મોત થયું હતું. એસજી હાઈવે પર દોડતી AMCની રૂટ નંબર 501ની બસે આ અકસ્માત સર્જયો હતો. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જવા માટે AMTSની બસો પંકાયેલી છે.

image source

આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં બસોએ 14 વર્ષમાં 10,789 અકસ્માત કર્યા છે. છેલ્લાં 14 વર્ષમાં એએમટીએસ બસના કુલ 10879 અકસ્માત થયા છે, જેમાં 223 નાગરિકોના જીવ ગયા છે. એટલે કે 14 વર્ષના કુલ 5110 દિવસ મુજબ દરરોજ 2 થી વધુ નાના-મોટા અકસ્માતતો થયા જ છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે.

27 ઓગસ્ટના રોજ પણ થયો હતો અકસ્માત

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, 27 ઓગસ્ટના રોજ શહેરના વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS બસ બ્રેક ફેઇલ થઇ જતાં ખાડામાં ખાબકી હતી. જો કે ડ્રાઇવરની સમયસૂચકતા કારણે મોટી જાનહાનિ ટળી હતી. બસની બ્રેક ફેઇલ થઇ જતાં ડ્ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને સાઇડમાં કરી જેથી રોડ પર જતાં લોકોને નુકસાન ન પહોંચે જો કે અચાનક બસની બ્રેક ફેઇલ થતાં બસ ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત