એક્ટ્રેસ અમૃતા રાવ લગ્નના 4 વર્ષ બાદ બની માતા, બાળકનું મોં જોઈને કહ્યું ‘હા ભગવાન’ છે

અમૃતા રાવે આપેલા એક ઇન્ટરવ્યૂમાં પહેલીવાર જ્યારે તેને પોતાના બાળકને ખોળામાં લીધું હતું અને ત્યારે એને શુ અનુભવ થયો હતો એ વર્ણવતા કહ્યું હતું કે “‘મારી મારા બાળકના ચહેરા પરથી નજર જ હટતી નથી. એટલું જ નહીં એ સાથે મારા પતિ અનમોલના ચહેરા પર જે ખુશી છે તેને હું શબ્દોમાં ન વર્ણવી શકું. હું ખૂબ જ ખુશ છું. પોતાનામાંથી જ એક અન્ય જીવને જન્મ આપવાની લાગણી એકદમ ખાસ અને ડિવાઇન હોય છે. હા ભગવાન છે.’

અમૃતા રાવેએ જણાવ્યા 2020માં માતા બનવાના ફાયદા

image source

કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસ મહામારી વચ્ચે માતા બનવાના અનુભવ વિશે અમૃતા રાવએ કહ્યું, કે ‘એમા કોઈ બેમત નથી કે 2020નું વર્ષ ઘણું અઘરું વર્ષ છે પણ હું તેની સારી સાઈડ પણ જોઉં છું. 2020ના વર્ષમાં પ્રેગ્નનસી હોવાના પણ ફાયદા છે. મારા બાળકને ઘરનું શુદ્ધ ખાવાનું મળશે કારણ કે મારા બાળકના દાદી અને નાની અમારી સાથે રહેવા આવ્યા છે. અમારી ન્યુક્લિયર ફેમિલી અચાનક જોઈન્ટ ફેમિલી બની ગઈ છે. એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો, બોન્ડિંગ, પરિવારના સભ્યોની વાતચીત, સાથે જમવાનું અને નાની-નાની વસ્તુનું પ્લાનિંગ બધા સાથે કરવાનું આ બધું જ શક્ય બન્યું છે એટલે મારા બાળકમાં સારા સંસ્કાર જરૂર લાવશે.’

 

View this post on Instagram

 

A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on

અમૃતાના પતિએ પણ ગણાવ્યું વર્ષ 2020ને લકી.

image source

અમૃતા રાવના પતિ આર જે અનમોલે પણ આ પહેલા લોકડાઉનના સમયને ઘણો લકી ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, ‘કોને આવા સમયમાં 24 કલાક સાથે રહેવાની તક મળે છે?

image source

અમે બહાર ન નીકળ્યા અને આ વાતને કડક રીતે ફોલો કરી કે લોકડાઉનના સમયે ક્યાંય બહાર જવાનું નથી. મારો શો માર્ચથી આવવાનો હતો પણ તે સમયે મને આ પણ સમાચાર મળ્યા કે હું પિતા બનવાનો છું.’ વર્ષ 2016માં અમૃતા અને અનમોલે કર્યા હતા.

image source

અમૃતા રાવ અને અનમોલે વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. અમૃતાએ બોલીવુડમાં ‘વિવાહ’, ‘મેં હૂં ના’, ‘ઇશ્ક વિશ્ક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 39 વર્ષની અમૃતા છેલ્લે ‘ઠાકરે’ ફિલ્મમાં દેખાઈ હતી જે વર્ષ 2019માં રિલીઝ થઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત