વિસાવદરના ખેડૂત પરિવારે શોધેલી અમૃતાંગ કેરીની ચર્ચા છે ચારેકોર, જાણો શું છે આ કેરીમાં ખાસ

ઉનાળાની ઋતુમાં ફક્ત બે જ વસ્તુઓ લોકોને ગમે છે. એક બાળકોને વેકેશન અને ફરવા જવું અને બીજું છે કેરીનો મીઠો મીઠો સ્વાદ માણવો. કેરીની વાત આવે એટલે નાના મોટા સૌ કોઈના મોંમાં પાણી આવી જ જાય.

image source

આપણે ત્યાં કેરી અલગ અલગ પ્રકારની મળે છે. સૌરાષ્ટ્રની કેસ, મહારાષ્ટ્રમાં હાફૂસ, ઉત્તર પ્રદેશની લંગડો અને તોતાપુરી વગેરે વગેરે… કેરી સ્વાદ પ્રચુર ફળ હોય છે અને સાથે જ તેના નામમાં વૈવિધ્ય પણ છે. દરેક કેરીના નામ પાછળ એક રસપ્રદ વાર્તા પણ જોડાયેલી હોય છે.

image source

તેમને જાણીને નવાઈ લાગશે પણ કેરીના નામ તેના રંગ, સ્વાદ, સ્થાન, વજનના આધારે રાખવામાં આવે છે. આજે આવી જ એક ખાસ નામ ધરાવતી કેરીના પ્રકાર વિશે તમને જાણવા મળશે. આ કેરી આવે છે વિસાવદરથી. અહીંના એક પરીવારે અમૃતાંગ કેરી સંશોધીત કરી છે. આ પરીવાર છે દેસાઈ પરીવાર અને તેઓ મૂળ રતાંગ ગામના છે. આ પરીવારે કેરીના શોખીનો માટે અમૃતાંગ કેરીની ભેટ આપી છે. આ કેરીનું સંશોધન અમૃતભાઈએ રતાંગમાં કર્યુ હોવાથી તેનું નામ અમૃતાંગ રાખવામાં આવ્યું છે.

image source

આ વાત ત્યારની છે જ્યારે જૂનાગઢમાં નવાબનું શાસન હતું. તે સમયે જૂનાગઢ નવાબે સરસઈ મહાલનાં આઠ ગામ ગોંડલ સ્ટેટને આપ્યા હતા. તેમાં રતાંગ ખાતે અમૃતભાઈ દેસાઈએ પોતાની જમીનમાં વિવિધ જાતના આંબાનું વાવેતર કર્યુ. તેમણે નવી જાતની કેરી માટે કલમ તૈયાર કરવા બડ સ્ટીક લાવી નુતન કલમ દ્વારા અમૃતાંગ કેરીની જાત વિકસાવી હતી.

image source

હાલ કોરોનાના કારણે જૂનાગઢમાં રોકાયેલા દેસાઈ પરિવારના રમેશભાઈ કે જેઓ અમેરિકામાં સ્થાયી થયેલા છે તેમણે કેરી વિશે જણાવ્યાનુસાર અમૃતાંગ કેરીનો સ્વાદ અને સુગંધ ઉત્તમ છે. હાલ રતાંગ ખાતે દેસાઈ પરિવાર અને સંજયભાઈ વેકરીયાની આંબાવાડીમાં આ કેરીના 15 ઝાડ છે.

image source

આ કેરીની ખાસિયતોની વાત કરીએ તો તેનો ભાવ ખુબ સારો મળે છે. તેથી હવે રતાંગ ખાતે અમૃતાંગ કેરીની કલમો પણ વિકસાવવામાં આવી રહી છે. આ કેરીની અન્ય એક ખાસિયત એ પણ છે કે તેનું ફળ મોટુ હોય છે પણ તેમાં ગોઠલી નાની હોય છે અને ગર વધારે હોય છે. તેમાં રેશા પણ હોતા નથી અને છાલ પણ પાતળી હોય છે. આ કેરીમાં ગરનું પ્રમાણ 85 ટકા હોય છે. હાલના સમયમાં સૌથી મહત્વની કહી શકાય તેવી વાત એ છે કે તેમાં ગ્લુકોઝનું પ્રમાણ 18 ટકા જ હોય છે. આ કેરી પાકી જાય પછી પણ 20 દિવસ સુધી ખરાબ થતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત