સ્મૃતિ ઇરાનીનો હાથ જોઈને જ્યોતિષ કરી ભવિષ્યવાણી, કહ્યું- આ છોકરી કઈ નહીં કરી શકે

જાણીતી અભિનેત્રી અને મોદી સરકારમાં મજબૂત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આજે જન્મદિવસ છે. સ્મૃતિ ઈરાનીનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડલિંગ અને ટેલિવિઝનની દુનિયામાં પણ કામ કર્યું છે. સ્ટાર પ્લસમાં એકતા કપૂરની સીરીયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીના પાત્રે તેણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી.

image source

સ્મૃતિ ઈરાનીએ વર્ષ 1998માં ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો. જ્યાં તે ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી પરંતુ વિજેતા બની શકી નહીં. આ પછી, વર્ષ 2000 માં, તેણે ‘હમ હૈ કલ આજ કલ ઔર કલ’ થી ટેલિવિઝન સિરિયલોની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી તેને એકતા કપૂરના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં લીડ રોલ મળ્યો. આ શો તેને સફળતાના શિખરો પર લઈ ગયો. તેણે પાંચ ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સ, ચાર ઈન્ડિયન ટેલી એવોર્ડ્સ અને 8 સ્ટાર પરિવાર એવોર્ડ જીત્યા છે.

સ્મૃતિ ઈરાની એ વ્યક્તિ છે જે અભિનયમાંથી રાજકારણની દુનિયામાં ટોચ પર પહોંચી છે. આજે તે મહિલા સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે અને હજારો લોકો તેમનાથી પ્રેરિત છે પરંતુ શું તમે જાણો છો કે તેણીને બાળપણમાં એક પંડિતે ભવિષ્યવાણી કરી હતી – આ છોકરી જીવનમાં કંઈ કરી શકશે નહીં.

image source

જણાવી દઈએ કે જ્યારે સ્મૃતિ ઈરાની નાની હતી ત્યારે તેના માતા-પિતાએ પોતાની દીકરીઓનું ભવિષ્ય જાણવા માટે એક પંડિતને ઘરે બોલાવ્યા હતા. પંડિતે કહ્યું કે મોટી છોકરી (સ્મૃતિ ઈરાની) કઈ કરી શકશે નહીં, સ્મૃતિએ તેને પડકાર ફેંક્યો અને કહ્યું કે તમે મને આજથી 10 વર્ષ પછી મળો. તેણીની સખત મહેનત અને સમર્પણના બળ પર, સ્મૃતિ ઈરાનીએ તે ભવિષ્યવાણીને ખોટી પાડી.

સ્મૃતિ ઈરાની આજે લાખો મહિલાઓ માટે એક ઉદાહરણ અને પ્રેરણા છે. સ્મૃતિ ઈરાની હાલમાં ભારત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. આ પહેલા તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી, માહિતી અને પ્રસારણ અને કાપડ મંત્રી હતા.