Site icon News Gujarat

ફોટોમાં લાઈક્સ બાબતે PM મોદીએ ભૂક્કા બોલાવી દીધા, FB પર લોકોએ ધડાધડ લાઈક કર્યો ફોટો

સોશિયલ મીડિયા પર લોકો અવાર નવાર કંઈક ને કંઈક પોસ્ટ કરતાં રહે છે. આ પોસ્ટમાં કેટલી કોમેન્ટ આવી અને કેટલી લાઈક્સ કરી એને લઈને લોકોમાં હંમેશા તાલાવેલી રહેતી હોય છે. ત્યારે આજે વાત કરવી છે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વિશે કે જેણે લાઈક્સ બાબતે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા.

image source

સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીરે રેકોર્ડ તોડ્યો. 20 કલાકથી ઓછા સમયમાં 10 લાખથી વધુ લોકોએ તે તસવીરને લાઈક્સ કરી છે જે હવે એક રેકોર્ડના રૂપમાં ઉભરીને આવી છે. આ તસવીર વિશે વાત કરીએ તો જ્યારે પીએમ મોદી કોલકાતા પહોંચ્યા ત્યારે આ ફોટો ફેસબુક પર મૂકવામાં આવ્યો હતો.

Some glimpses from the programme at Victoria Memorial. #ParakramDivas

Posted by Narendra Modi on Saturday, 23 January 2021

 

મળતી માહિતી અનુસાર વડા પ્રધાન શનિવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ ઉજવવા માટે થઈને કોલકાતા પહોંચ્યા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા ગયા હતા. તેમણે કોલકાતા પહોંચ્યા બાદ આ તસવીર પીએમ મોદીના ખાતાથી શેર કરી હતી. તસ્વીરમાં જોઈ શકાય છે કે પીએમ મોદી વિમાનમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. વડા પ્રધાન સાદા કુર્તા-પાયજામા પહેરીને શાલ પહેરેલા જોવા મળે છે.

image source

આ ફોટો અપલોડ કરીને લખ્યું છે કે, “હું નેતાજી બોઝને શ્રદ્ધાંજલિ આપવા કોલકાતા પહોંચ્યો છું.” કોલકાતા પહોંચ્યા બાદ આ તસવીર પીએમ મોદીના એકાઉન્ટથી શેર કરી હતી. તસ્વીરમાં તે વિમાનમાંથી બહાર નીકળતો નજરે પડે છે. વડા પ્રધાન સાદા કુર્તા-પાયજામા પહેરીને શાલ પહેરેલા જોવા મળે છે.

Reached Kolkata to pay tributes to Netaji Bose.

Posted by Narendra Modi on Saturday, 23 January 2021

 

પોસ્ટમાં લખ્યું છે કે, “હું નેતાજી બોઝને શ્રદ્ધાંજલિ આપવા કોલકાતા પહોંચ્યો છું. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

image source

જો મોદીના ત્યારબાદના કાર્યક્રમ વિશે વાત કરીએ તો અનેક બંગાળી ફિલ્મ કલાકારો સાથે ચા પર ચર્ચા કરી. ફિલ્મ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન મોદીએ અભિનેતા રૂદ્રનીલ ઘોષ, ઇન્દ્રાની હલદાર અને પ્રસેનજિત ચેટરજી સાથે વાતચીત કરી હતી. વિક્ટોરિયા મેમોરિયલ ખાતે યોજાયેલા “પરાક્રમ દિવાસ” કાર્યક્રમને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું કે કોવિડ -19 સામે ભારતની લડત અને ભારત વિશ્વના દેશોને તેની રસી સપ્લાય કરવાને જોઇને નેતાજીને પણ ગર્વ થતો. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના લક્ષ્યથી આજે દેશના દરેક લોકો જોડાઇ ગયા છે અને દુનિયાની કોઇ તાકાત ભારતને આત્મનિર્ભર બનવવાની રોકી શકશે નહીં. ત્યારે હાલમાં જો આપણે વાત કરીએ તો મોદીની આ તસવીરની ચારેકોર વાયરલ છે અને તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version